Abtak Media Google News

પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે ચીન ખાંડા ખખડાવસે તેવી શક્યતા, સામે ભારત પણ સજ્જ થયું

ચાઈનાએ  બોર્ડર સિક્યુરિટી સાથે સંકળાયેલો નવો કાયદો પસાર કર્યો છે. જેને  લેન્ડ બોર્ડર લૉ કહેવામાં આવે છે. કાયદો લાવવા પાછળનો ચાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તે રાષ્ટ્રીય, અને લોકલ સ્તર પર રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરે .આ કાયદો લાગુ થયા પછી ચીનની વિસ્તારવાદી નીતિઓ પર ફરી એકવાર ચર્ચા છેડાઈ છે.  રાષ્ટ્રીય સુરક્ષાના બહાને ચીન આ કાયદાનો દુરુપયોગ કરશે તો નવાઈ નહીં. વિશ્વના તમામ દેશો આંતરરાષ્ટ્રીય બોર્ડર ને ધ્યાને લઈને જ પોતાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે ચાઇના દ્વારા લેવામાં આવેલું આ પગલું અનેક પ્રશ્નો ઉદભવી તે કરે છે ત્યારે જાણવા જેવું એ છે કે લૅન્ડ લો કાયદો છે શું ?

ત્યારે જાણવાનું રહ્યું કે કાયદામાં કેવી-કેવી મોટી જોગવાઈ કરવામાં આવી છે? કાયદાની ભારત પર કેટલી અસર થશે? ચીને પોતાની આંતરરાષ્ટ્રીય સીમાને સુરક્ષિત કરવા માટે જે  કાયદો પસાર કર્યો છે તે કાયદાથી ચીનની સરહદ આસપાસની હિલચાલ, સરહદ વિવાદ જેવા અનેક મુદ્દાઓને સમાવવામાં આવશે.

ચાઈનાએ  દાવો કરતા કહ્યું હતું કે આ કાયદો તેની સરહદની રક્ષા માટે મિલિટરી અને સિવિલિયનની ભૂમિકાને મજબૂત કરશે. બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોમાં સોશિયલ, ઈકોનોમિક ડેવલપમેન્ટ માટે મિલિટરી ડિફેન્સ પણ મજબૂત થશે. આ કાયદા દ્વારા ચાઈનીઝ સેના બોર્ડર એરિયામાં રહેતા નાગરિકોની સાથે મળીને કામ કરશે. કેમકે દર વખતે દરેક જગ્યાએ સેના ઉપલબ્ધ ન રહી શકે. તેથી એ વિસ્તારોમાં રહેતા લોકો ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ તરીકે કામ કરશે.

ચાઈનીઝ મીડિયા અનુસાર, આ કાયદાથી ચીનની સરહદ સાથે સંકળાયેલા મામલાઓનેમેનેજ કરવા માટે લીગલ લેવલ પર માળખું ઉપલબ્ધ કરાવશે અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ ઉત્તમ બનાવશે.

બીજી તરફ ચાઇના દ્વારા જે લૅન્ડ લો કાયદો અમલી બનાવ્યો છે તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે ચાઇના પોતાનું આધિપત્ય તેના લગ્ન 14 દેશો પર સ્થાપિત કરવા માંગે છે બીજી તરફ વૈશ્વિક સ્તર પર જઈને પોતાનું આધિપત્ય ગુમાવ્યું છે ત્યારે ચાઇના ને જે ફરતા ૧૪ દેશોની સરહદ સ્પર્શે છે તેનાથી આ કાયદો ચાઇના માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે જેમાં પાકિસ્તાન સહિત અનેક દેશોનો સમાવેશ થાય છે.

ચાઇના દ્વારા અમલી બનાવાયેલો કાયદો ભારતને કેવી રીતે અસર કરતા?

ચાઇના દ્વારા જે તુજથી અને જે વિચારથી કાયદો અમલી બનાવમાં આવેલા આ કાયદાથી ભારતને ઘણી અસર પહોંચી શકે છે. ત્યારે ચાઇના પોતાના  દક્ષિણ સીમામાં પણ અનેક વિવાદિત વિસ્તારોને પોતાના માને છે.ભારત ચીનની સાથે 3488 કિમીની સરહદ  છે. બંને દેશોની વચ્ચે સરહદ પરસ્થિતિ તણાવપૂર્ણ રહે છે. એવામાં સરહદ મુદ્દે સંકળાયેલા આ કાયદાની ભારત પર પણ અસર પડે એ નક્કી છે.

કાયદામાં નદીઓ અને સરોવરોની સ્થિરતા જાળવી રાખવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. એવું મનાય છે કે આ જોગવાઈ ભારતને જોતા કાયદામાં સામેલ કરાઈ છે. બ્રહ્મપુત્રા નદીનું ઉદગમ સ્થાન ચીનના કંટ્રોલમાં આવનારા તિબેટ ઓટોનોમસ રિજિયનમાં હોય છે. એવું મનાય છે કે આ જોગવાઈ દ્વારા ચીન કોઈ પણ સ્થિતિમાં નદીના પાણીને કંટ્રોલ કરી શકે છે કે તેનો ઉપયોગ તેની સૈન્ય ગતિવિધિઓ માટે કરી શકે છે.

ભારતે પાંચ હજાર કિલોમીટરની રેન્જ ની અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

સંરક્ષણ ક્ષેત્રે ચાઇના અતિઆધુનિક શસ્ત્ર-સરંજામ નું પરીક્ષણ કરી રહ્યું છે અને તેના ઉપયોગથી તે વિશ્વના અન્ય દેશોમાં ડરનો માહોલ પણ ઉભો કરવા માટે સતત પ્રયત્ન કરે છે ત્યારે ભારતે પણ વળતો જવાબ આપતાં અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે જેની રેન્જ  5000 કિલોમીટર સુધીની છે અને અતિઆધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી મિસાઈલની એક્યુરસી પણ ખૂબ સારી છે. અગ્નિ 5 મિસાઈલ  ભારતની સર્વપ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બલાસ્ટિક મિસાઈલ તારીખે પ્રસ્થાપિત થશે સાથોસાથ નો વજન આશરે ૫૦ ટન જેટલો હોવાનું પણ સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.