Abtak Media Google News

મતદાન-ચૂંટણી પૂર્ણ થયા બાદ હળવી પળો માં ભાજપ અગ્રણીઓ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી,રાજકોટ વિધાનસભા 68 ના ઉમેદવાર ઉદયભાઈ કાનગડ,સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ ,કોર્પોરેટરો મનીષભાઈ રાડિયા,જયમીનભાઈ ઠાકર,મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર,ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા તથા દશરથભાઈ વાળા નજરે પડે છે.

Img 20221202 Wa0070

રાજકોટ વિધાનસભા દક્ષિણ 70 ના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટિલાળાએ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી અને ગઈકાલે યોજાયેલ ચૂંટણીમાં પોતાના તરફ મતદાન થાય એ માટે મહેનત કર્યા બાદ આજે તેઓએ થોડોક થાક ખાધા બાદ પોતાના રૂટિન કાર્યમાં જોતરાઈ ગયા હતા તેઓ પોતાની ઓફિસે જઈ અને આગામી વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ભાજપ તરફી લોકો મતદાન કરે એ માટે એક ભાજપના સનિષ્ઠ કાર્યકર તરીકે તેઓએ પરિસ્થિતિનો તાગ મેળવી કાર્યકરો સાથે યથા યોગ્ય કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો.

તેઓએ ભાજપ તરફે લોકો મતદાન કરે તે માટે પોતાની શક્તિનો સદ ઉપયોગ થાય એ માટે ભાજપ કાર્યાલય જઈને જરૂરી દિશા સૂચનો આપ્યા હતા આમ રાજકોટ દક્ષિણ 70 ના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટિલાળાએ પોતાની વિધાનસભાની ચૂંટણી પત્યા બાદ પોતાનો કિંમતી સમય આગામી વિધાનસભાની બીજા તબક્કાના મતદાન માટે ફાળવ્યો હતો.

Img 20221202 Wa0073

 

વિધાનસભાની ચૂંટણી નો ધમધમા કાલે મતદાન પૂર્ણ થતા શાંત પડ્યો છે આ વખતે ઉમેદવારોને પ્રસાર પ્રચાર માટે ખૂબ જ ઓછો સમય મળ્યો હતો ઉમેદવારોને દિવસ રાત એક કરી અને કામગીરી પૂરી કરી હતી આજે થોડી હળવાશ અનુભવી અનુભવી અને પોતાના પોતાને દિનચર્યા માં જોડાયા હતા રાજકોટ વિધાનસભા 69 ના દર્શિતા શાહે આજે સવારમાં ભગવાન મહાવીરની પૂજા કરી પોતાના દિવસની શુભ શરૂઆત કરી હતી. ત્યારબાદ પોતાના હાથે જ રસોઈ બનાવવા જેવી પછી ઘરની જવાબદારી એ ગૃહિણી તરીકે જોડાયા  હતા

 

વહેલી સવારથી ઉત્સાહભેર કામે વળગી ગયો છું:શીવલાલભાઈ બારસિયા

Dsc 1889

રાજકોટ વિધાનસભા 70 બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર યોદ્ધા છે વહેલી સવારથી જ મારી સાથે સંગઠન મંત્રી સહિતના કાર્યકરો સીલીંગ કરવા કણકોટ ખાતે પહોંચી ગયા ત્યારબાદ કાર્યાલય પોહચિને મતદાન બુથ પરની સમીક્ષા બેઠક કરી.કાર્યકરોજે ઉત્સાહ સાથે કામ કર્યું તેનો અભ્યાસ કર્યો છે. 8 તારીખે 9 હજાર લીડ સાથે મારી વિધાનસભા બેઠક પર થી વિજય થઈશ એ મને વિશ્વાસ છે.

Img 20221202 Wa0079

વિધાનસભા ચૂંટણીના ધમધમાટ બાદ કાલે મતદાન પૂર્ણ થતાં શાંત પડ્યું હતું. આ વખતે ઉમેદવારોને પ્રસાર-પ્રચાર કરવા માટે ખૂબ જ ઓછો સમય મળ્યો હતો. ઉમેદવારોને રાત-દિવસ મહેનત કરવી પડી હતી. તે કારણથી વિધાનસભા-68 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂની તબિયત બગડી હતી. એટલા માટે તે સવારથી કોઇ કાર્યમાં જોડાયા ન હતા પરંતુ સવારથી જ ફોન પર જીતના મિત્રો તથા સ્નેહીજનોએ ફોન દ્વારા સતત શુભેચ્છા પાઠવી રહ્યાં હતાં.

Img 20221202 Wa0051

વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ગઇકાલે મતદાન પૂર્ણ થતાં જ શાંત પડી ગયો છે. આ વખતે ઉમેદવારોને પ્રચાર માટે બહુ જ ઓછો સમય હતો, એટલે ઉમેદવારની સ્થિતિ ‘રાત ઓછી અને વેષ જાજા’ જેવી હતી, રાત ઉજાગરા, લોકસંપર્ક, રોડ-શો, રેલી, સભા વિગેરેમાંથી આજે મુકિત મળી હોય તેમ ઉમેદવારોએ નિરાંતના શ્ર્વાસ લેવાની સાથે રોજીંદી કામગીરીમાં જોડાઇ ગયા હતા.

રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ આજે સવારમાં ગાર્ડનીંગ કર્યુ હતું. છોડ, રોપાને વૃક્ષોને પાણીનું સિંચન કર્યા બાદ  પોતાના જીવનસાથી મનહરભાઇ સાથે ખાટલે બેસીને ચાની ચૂસ્કી લીધી હતી, સજોડે ઝૂલે બેસીને વાતો કરવાના સમયને પણ ઘણાં દિવસ પછી માણ્યો હતો.

Img 20221202 Wa0020

વિધાનસભા 71ના કોંગ્રેસ ઉમેદવાર સુરેશભાઈ બથવારે ચૂંટણીના વ્યસ્ત શેડ્યુલ માંથી મોડી રાત્રે ત્રણ વાગ્યે આરામ કર્યો હતો અને સવારથી જ તેઓ ફરી સ્ટ્રોંગ રૂમ ખાતે આવી પહોંચ્યા હતા. બાદ તેઓએ તેમના મતવિસ્તારમાં દરેક સમાજના લોકો અને આગેવાનો સાથે મીટીંગ કરી કોઈપણ પ્રકારે વાણીથી અથવા વર્તનથી દુ:ખી થયા હોય તો તે બદલ તેઓની માફી પણ માંગી હતી.

એટલું જ નહીં ભાગા દોડી દરમિયાન તેમના માતા સાથે તેઓ મળી શક્યા ન હતા જેથી તેઓ તેમના નાના ભાઈના ઘરે તેમની માતાની સેવા કરવા પણ આવી પહોંચ્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. તેઓએ  જણાવ્યું કે ચૂંટણી પરિણામ માટે ઠેર ઠેર અને અનેકવિધ સ્થાનિક લોકોના, મિત્રોના ફોન પણ આવી રહ્યા છે અને તેઓને વિજય થવા માટે સંદેશ પણ આપવામાં આવી રહ્યા છે.

Vlcsnap 2022 12 02 14H50M45S978

રાજકોટ ગ્રામ્ય બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વશરામ સાગઠિયાએ તેમના નિત્યક્રમની શરૂઆત સવારે બાલાજી હનુમાન મંદિરે દર્શનથી કરી હતી. ત્યારબાદ તેઓ તેમના વોર્ડ નંબર 15ના વિસ્તારમાં ફર્યા હતા. ત્યાં તેઓ સ્થાનિકોને મળ્યા હતા અને ત્યારબાદ તેમના વિસ્તારના એક મહિલાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હોય તેઓ સીધા જ તે મહિલાના ખબર અંતર પૂછવા ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તેમણે આ તકે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ તો મારા વિસ્તારના લોકો જ મારો પરિવાર છે પણ છેલ્લા ઘણા સમયથી પરિવારની ઇચ્છા છે કે, થોડો સમય હું તેમને આપું તો નજીકના ભવિષ્યમાં ફાર્મ હાઉસ ખાતે પરિવાર સાથે સમય વ્યતીત કરવાનું વિચારી રહ્યો છું.

Img 20221202 Wa0055

રાજકોટ વિધાનસભા દક્ષિણના કોંગી ઉમેદવાર હિતેશ વોરા ઉદ્યોગપતિ છે. તેઓ શિવમ પ્રિંટર્સ નામનું યુનિટ ધરાવે છે. આજે તેઓ સવારે પ્રથમ ફેકટરી ખાતે ગયા હતા. જ્યાં તેમણે ફેકટરીની કમાન સંભાળી હતી. ત્યારબાદ તેમણે છાપું વાંચ્યું હતું. તે બાદ તેઓ તેમના એક મિત્રને ત્યાં જમવા માટે ગયા હતા. ઘણા સમયથી ચૂંટણી પ્રચરમાં વ્યસ્ત હોવાથી તેઓ મિત્રોને સમય આપી શક્યા ન હતા તો આજે તેઓ તેમના મિત્રને ત્યાં જમવા માટે ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.