- ટુરીસ્ટ ગાઈડ તરીકેની કારકિર્દી બનાવવા માગતા ઉમેદવારોએ મદદનીશ નિયામક રોજગાર કચેરી, તરસાલી વડોદરાનો સંપર્ક કરવો
- ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી
પ્રવાસન ક્ષેત્રે સ્વતંત્ર કારકિર્દી બનાવવા માંગતા યુવક અને યુવતીઓ માટે ટુરિજમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ ગાંધીનગર દ્વારા આગામી સમયમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળની મુલાકાતે આવતા પ્રવાસીને સ્થળ વિશે સાચી માહીતી આપી શકે તે માટે ઉત્તર-દક્ષિણ, મધ્ય, પૂર્વ અને સૌરાષ્ટ્રના બે અને કચ્છ-ભુજ એમ 07 અલગ અલગ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લામાં ટુરિસ્ટ ગાઈડ તરીકે જોડાવા માંગતા ઉમેદવારો માટે નિષ્ણાત ફેકલ્ટી દ્વારા “ટુરિસ્ટ ગાઈડ ટ્રેનીંગ પ્રોગ્રામ”નું આયોજન કરવામાં આવનાર છે.
વિનામૂલ્યે આ તાલીમ મેળવીને પ્રમાણપત્ર મેળવવા માગતા 12 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા તેમજ 18 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને આપેલ લીંક https://www.gujarattourism.com/forms/guide-tourist.html. ફોર્મમાં માહીતી ભરીને, શરતો વાંચીને સેલ્ફ ડીકલેરેશન પર ટીક કરીને તારીખ, સ્થળની વિગતો ભરીને સબમીટ કરવાની રહેશે.
ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ(TCGL) દ્વારા ટુરિસ્ટ ગાઈડ માટેની ફ્રી ટ્રેનીંગ માટે ઓનલાઈન લીંક ફોર્મ ભરેલ યોગ્ય ઉમેદવારોમાંથી બોલાવવામાં આવશે. તાલીમ લીધા બાદ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ(TCGL) ગાંધીનગર દ્વારા તાલીમ બાદ સફળ ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્રના આધારે ઉમેદવારો ગાઈડની સેવાના બદલામા ગુજરાતમાં આવતા ટુરિસ્ટ અને ટ્રાવેલ એજન્ટ પાસેથી સરકાર નકકી કરેલ દર મુજબની ફી લઈ શકશે.ટુરીસ્ટ ગાઈડ માટેની ફ્રી (મફત)તાલીમ લેવા માટે તેમજ ફોર્મ માહિતી અને શરતો માટે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ(TCGL)ની અધિકૃત વેબસાઇટ જોવા તથા ઉપર જણાવેલ લીંક પર ઓનલાઈન ફોર્મ ભરવા તેમજ અરજી સબંધી માર્ગદર્શન માટે અથવા ટુરીસ્ટ ગાઈડ તરીકેની કરીઅર બનાવવા માંગતા ઉમેદવારોને મદદનીશ નિયામક રોજગાર કચેરી, તરસાલી, વડોદરાનો સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.