Abtak Media Google News

કોપ્સ ઓફ એન્જીનિયર્સના શહીદ પ્રકાશ જાધવને મરણોપરાંત બીજા સર્વોચ્ચ શાંતિલાલ વીરતા પુરસ્કાર કિર્તીચક્રથી સન્માનિત કરાયા

શહીદ નાયબ સુબેદાર સોમબીર અને શહીદ મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલને મરણોપરાંત શોર્યચક્ર

દેશની અવકાશી સરહદના જાંબાઝ સિપાહી તથા બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો અને ના-પાક ફાઇટર જેટને ફૂંકી મારનાર અભિનંદન વર્ધમાનને રાષ્ટ્રપતિ હસ્તે વિરચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે કોપ્સ ઓફ એન્જીનિયર્સના શહીદ પ્રકાશ જાધવને મરણોપરાંત બીજા સર્વોચ્ચ શાંતિલાલ વીરતા પુરસ્કાર કિર્તીચક્રથી સન્માનિત કરાવામાં આવ્યા હતા. તો શહીદ નાયબ સુબેદાર સોમબીર અને શહીદ મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલને મરણોપરાંત શોર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પો પર એરસ્ટ્રાઈક કરી હતી. એમાં ઘણા આતંકવાદી માર્યા ગયા હતા અને તેમનાં ઠેકાણાં પણ નષ્ટ કરાયાં હતાં. ત્યાર બાદ પાકિસ્તાની લડાકુ વિમાનોએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, જેનો ભારતે આકરો જવાબ આપ્યો હતો. જેમાં ભારતના કેપ્ટન અભિનંદન વર્ધમાનનું જેટ પાકિસ્તાની સરહદમાં જમીનદોસ્ત થયું હતું.

પાકિસ્તાની વિમાનોએ ભારતીય એરસ્પેસમાં ઘૂષણખોરી કરીને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાની તાકાતથી પાકિસ્તાન કશું જ કરી ન શક્યું. ભારતનાં મિગ-૨૧ અને મિરાજ ૨૦૦૦ લડાકુ વિમાનોએ પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો હતો. મિગ-૨૧ના પાયલોટ અભિનંદને ડોગ ફાઈટમાં પાકિસ્તાનના વિમાનને ધ્વસ્ત કર્યું હતું. આ દરમિયાન ભારતીય વિમાન પણ પોકમાં જઈને પડ્યું અને પાકિસ્તાની સૈનિકોએ અભિનંદનને પકડી લીધા હતા. ત્યાર બાદ ભારતે વ્યૂહરચના ઘડીને ૧લી માર્ચે તેમને છોડાવી દીધા હતા. જેમને આજરોજ રાષ્ટ્રપતિના હસ્તે વિરચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

જ્યારે સેપર પ્રકાશ જાધવને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવાના ઓપરેશનમાં તેમની ભૂમિકા બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે જ સમયે, મેજર વિભૂતિ શંકર ધૌંડિયાલને પણ મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. પાંચ આતંકવાદીઓને મારવા અને 200 કિલો વિસ્ફોટકો રિકવર કરવાના ઓપરેશનમાં તેમની ભૂમિકા માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.