ફરી પિતા બનશે કેપ્ટન કુલ !! માહિની પત્ની સાક્ષી પ્રેગ્નન્ટ હોવાની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ

ચેન્નઈ સુપર કિંગ્સે શુક્રવારે IPLની 2021ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને  27 રનથી હરાવીને જીત મેળવી હતી. ટીમે ચોથી વખત આ ખિતાબ જીત્યો છે. તમે બધા જાણતા જ હશો કે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમે વર્ષ 2010, 2011 અને 2018 માં ટાઈટલ જીત્યું હતું અને હવે વર્ષ 2021 માં પણ ટીમે જોરદાર પ્રદર્શન કરીને ‘વિનર’નું ટાઈટલ જીત્યું છે. હવે આ બધાની વચ્ચે ધોનીના ચાહકો માટે વધુ એક મોટા સમાચાર આવ્યા છે.

માહી બીજી વખત પિતા બનવાના છે! અત્યારે આ સમાચાર સોશિયલ મીડિયામાં ફેલાઈ રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ધોનીની પત્ની સાક્ષી ગર્ભવતી છે અને ટૂંક સમયમાં તેમના ઘરે એક નાનકડુ મહેમાન આવશે. ધોનીના CSK સાથી ખેલાડી સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈનાએ સાક્ષીની ગર્ભાવસ્થા વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું છે કે સાક્ષી ચાર મહિનાથી પ્રેગનેન્ટ  છે. જોકે, અત્યાર સુધી સાક્ષી અને મહેન્દ્ર સિંહ ધોની તરફથી આ અંગે કોઈ નિવેદન બહાર આવ્યું નથી. સાક્ષીએ વર્ષ 2015માં દીકરી જીવાને જન્મ આપ્યો હતો. તે સમયે ધોની ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો.

તેણે જીવાના જન્મ પછી ત્રણ મહિના બાદ તેની પુત્રીનો ચહેરો જોયો હતો. જીવાની વાત કરીએ તો તે ઘણીવાર સ્ટેડિયમમાં તેના પિતાને ચીયર કરતી જોવા મળે છે. શુક્રવારે પણ, અંતિમ મેચ દરમિયાન, જીવા સાક્ષી સાથે CSK ને ચીયર્સ કરવા આવી હતી. તે જ સમયે, મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેચ જીત્યા બાદ ધોની એન્ડ ફેમેલીનો ક્રિકેટ ગ્રાઉન્ડ પરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સાક્ષી અને જીવા ધોનીને ભેટતા જોવા મળ્યા હતા. આ વીડિયોથી સાક્ષી ગર્ભવતી હોવાના ન્યૂઝ આપે છે.