Abtak Media Google News

 

ફાયર ફાયટરોના જવાનોએ મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડયો

 

સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલોમાં આવનાર નવા લાશ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે અને અવારનવાર અનેક લાશો કેનાલ માંથી મળી આવી છે ત્યારે અનેક ગ્લાસોના ભેદ ઉકેલાયા છે અને અનેક લાશોના ભેદ હજુ આજ દિન સુધી ઉકેલાયા નથી ત્યારે અવારનવાર કેનાલોમાંથી લાશો મળતી રહે છે ત્યારે આવો જ એક બનાવ ફરીવાર સામે આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે ઢાંકી પાસે પંપીંગ સ્ટેશન કાર્યરત છે ત્યાં છેલ્લા ઘણા લાંબા સમયથી આગળ પાણી પૂરતા પ્રમાણમાં ન પહોંચવાની ફરિયાદોને ધ્યાને લઈ અને નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા નર્મદા કેનાલમાં આવતો કચરો અને સેવાડ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ કચરો કાઢતા કાઢતા નર્મદા કેનાલના પાણીમાં એક લાશ કરતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું ત્યારે તાત્કાલિક અસરે લખતર પોલીસને જાણકારી આપવામાં આવી હતી અને લખતર પોલીસ તાત્કાલિક અસરે ઢાંકી પંપિંગ સ્ટેશન પાસે પહોંચી અને આ અંગેની તપાસ હાથ ધરી હતી પરંતુ આ લાસ્ટ કેટલાય દિવસથી પાણીમાં પડી હોવાના કારણે ખોવાઈ ગયેલી હાલતમાં લાશ હતી અને શરીર કેતન ઉપર એક પણ કપડું ન હોવાના કારણે તે નગ્ન હાલતમાં લાશ હોવાનું જોવા મળતા આ લાશને બહાર કાઢવી ભારે મુશ્કેલ હતી ત્યારે આ અંગેની જાણકારી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે જેવો ઢાંકી પંપીંગ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા

આ લાશને પાણીમાંથી બહાર કાઢી હતી ત્યારે હાલમાં આ લાશને તાત્કાલિક અસરે લખતર ખાતે હોસ્પિટલે મોકલી આપવામાં આવી હતી પરંતુ આ લાશનું પીએમ પણ ફોરેન્સિક રીતે કરવું પડે તેવું જણાવતા હાલમાં લાશને લખતર ખાતેના સાર્વજનિક દવાખાને રાખવામાં આવી છે ત્યારે આ મળેલા પાણીમાં ખોવાઈ જવાના કારણે તેનો હતો પતો પણ મળવો મુશ્કિલ હોવાનું હાલમાં પોલીસ જણાવી રહી છે ત્યારે હાલમાં નગ્ન હાલતમાં કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી છે ત્યારે વધુ આગળની તપાસ લખતર પોલીસે હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.