Abtak Media Google News

પોલીસને જોઈ બે શખ્સો કાર રેઢી મૂકી ફરાર

ભચાઉના કસ્ટમ ત્રણ રસ્તા નજીક સર્વીસ માર્ગ પરથી પોલીસે કારમાથી રૂ.૧૧૭૬૦૦ના અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. પરંતુ કારમાં સવાર બે શખ્સો પોલીસના હાથમાંથી સરકી ગયા હતા.

ભચાઉના કસ્ટમ ત્રણ રસ્તા નજીક સર્વીસ માર્ગ ઉપર સ્થાનિક પોલીસ પૂર્વ બાતમીનાં આધારે વોચમાં હતી દરમ્યાન બાતમીવાળી આઈકોન કાર નં. જી.જે.૧ એચ.એફ. ૭૬૫૩ વાળી આવતા પોલીસે તેને રોકાવી હતી પોલીસને જોઈને કારમાં સવાર બે શખ્સો કાર મૂકીને નાસી ગયા હતા દરમ્યાન પોલીસે કારમાંથી બ્લૂ સ્કાય ડાયજીનની ૭૫૦ એમ.એલ.ની ૧૪૪ બોટલ તથા ૧૮૦ એમ.એલ.ના ૬૭૨ કવાર્ટરીયા એમ કુલ રૂ.૧૧૭૬૦૦ના શરાબનો જત્થો જપ્ત કર્યો હતો. અમદાવાદ પાસીંગવાળી આ કારમાં કોણ સવાર હતા તે કયાંથી દારૂ લાવ્યા હતા અને અહી કોને આપવા આવવાના હતા તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

કચ્છમાં મોટા ભાગનાં પોલીસ દરોડામાં દારૂ લાવનારા કે તે પછવાડેના બુટલેગરો પકડાતા નથી. આ કારણે પોલીસની કામગીરી ઉપર સવાલો ખડા થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.