કાર રજિસ્ટ્રેશન વખતે જ થર્ડ પાર્ટી વિમા પ્રિમિયમ ત્રણ વર્ષનું એકસાથે ભરી શકાશે

car insurance | government | supreme court
car insurance | government | supreme court

જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને ઘડયું નવું ફ્રેમ વર્ક: સુપ્રીમની પેનલને પાઠવ્યો જવાબ

હવે કાર રજીસ્ટ્રેશન વેળાએ થર્ડ પાર્ટી ૩ વર્ષનું વાહનનું વીમા પ્રીમીયમ એકી સાથે જ ભરી શકશે તેવી જોગવાઈ કરવામા આવી છે. નેશનલ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર એટલે કે રાષ્ટ્રીય વીમા પ્રબંધકે નિર્ણય લીધો છે કે હવેથી કારના સરકારી એજન્સીમાં નોંધણી વખતે જ મૂળ કાર ઓવનર નહી બલ્કે થર્ડ પાર્ટી એકીસ થે ૩ વર્ષનો જ વાહન વીમો ચૂકવી શકશે.

નેશનલ વીમા વ્યવસ્થાપને આ નિર્ણય બારામાં આગળ જણાવ્યુંં હતુ કે થર્ડ પાર્ટી ઈન્સ્યુરન્સ પ્રીમીયમ મૂળ ઈન્સ્યોરન્સની વર્ષ દીઠ રકમમાં રાહત આપવામાં આવી છે.એક તૃતીયાંશ રકમ ભરવાની રહેશે

માત્ર એક તૃતિયાંશ રકમ સરકારી એજન્સી (રજીસ્ટ્રેશન ઓફીસ/આરટીઓ)માં ભરવાની રહેશે આમ છતાં આ પ્રિમીયમ થકી વાહનનો ટોટલ ઈન્સ્યોરન્સ કવર થશે નેશનલ ઈન્સ્યોરન્સ એજન્સી દ્વારા છૂટછાટ આપવામં આવી છે. આ સિવાય સરકારી અધિકૃત એજન્સીના નિર્ણયથી નવી કાર ખરીદનારા લોકોનેઅવશ્ય રાહત મળશે તેમ કાર માર્કેટનાં ઈન્સ્યોરન્સ સેકટરનાં જાણકારોનું કહેવું છે કેમકે તેમના પર ઈન્સ્યોરન્સનું ભારણ ત્રીજા ભાગનું થઈ ગયું છે.

જી.આઈ.સી. એટલે કે જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન પાસે સુપ્રીમ અદાલતની પેનલે ફાઈલ થયેલી એક પીઆઈએલ પરથી જવાબ માગ્યો હતો. તેના જવાબમાં જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને સુપ્રીમ કોર્ટની પેનલને જણાવ્યું હતું કે ડીસેમ્બરના અંત સુધીમાં ટોટલ ૧૪ કરોડ પૈકી ૮ કરોડ વાહનોએ ઈન્સ્યોરન્સ ચુકવ્યો છે અને તેમને ઈન્સ્યોરન્સ કવર થયો છે. જનરલ ઈન્સ્યોરન્સ એજન્સીએ કાર ઈન્સ્યોરન્સને લઈને વ્યવસ્થિત ફ્રેમ વર્ક ઘડી કાઢયું છે. જેના ભાગ‚પે નિર્ણય લેવાયો છે કે કાર રજીસ્ટ્રેશન વેળાએ થર્ડ પાર્ટી ૩ વર્ષનું વીમા પ્રીમીયમ ભરી શકશે. આ નિર્ણયથી નવી નવી કાર લેવાના શોખીનોને જ‚ર રાહત થશે. કેમ કે, અત્યારે તો પુરેપુરો વીમો પણ ચુકવવાનો નથી.