Abtak Media Google News

સરકાર ન કરી શકીએ કોરોનાએ કરી બતાવ્યું !!

કોરોનાકાળમાં લોકડાઉનને લીધે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર રોક લાગતા પ્રદુષણમાં ઘટાડો થયો

જંગલોમાં આગ લાગવાની ઘટનામાં વધારો ચિંતજનક; ગ્રીન હાઉસ ગેસમાં ઘટાડો કરવો અનિવાર્ય : સંયુકત રાષ્ટ્ર

આજના આધુનિક સમયમાં ‘ઓદ્યોગિક’ પ્રવૃત્તિઓનો વ્યાપ વધતા પ્રકૃતિને મોટુ નુક્શાન થઈ રહ્યું છે. પ્રદુષણ એક મોટો અને ગંભીર મુદો બન્યો છે. વાયુ, પાણી અને અવાજ એમ તમામ પ્રકારનાં વધી જઈ રહેલા પ્રદુષણને અટકાવવા વિશ્ર્વભરનાં તમામ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ વિકાસવાદની ગતિમાં પ્રદુષણ પર રોક લગાવવી સરળ નથી. અથાગ પ્રયત્નો છતા વિશ્ર્વના તમામ દેશોની સરકારો સફળ પૂરવાર થઈ નથી. ત્યારે સરકાર નથી કરી શકી એ કોરોના વાયરસે કરી બતાવ્યું છે. અને એક જ વર્ષમાં પ્રદુષણ માટે મુખ્યત્વે જવાબદાર એવા કાર્બન ઉત્સર્જનમાં ૭ટકાનો ઘટાડો કરી દીધો છે.કોરોના મહામારીને એક વર્ષ જેટલો સમય વીતી ચૂકયો છે. કોવિડકાળની શરૂઆતમાં પાચેક મહિનાના સમયગાળામાં મોટાભાગની તમામ પ્રવૃત્તિઓ અને ખાસ ઔદ્યોગિક એકમો બંધ રહેતા પ્રદુષણમાં ઘટાડો નોંધાયો છે. સંયુકત રાષ્ટ્રના પર્યાવરણીય પ્રોગ્રામના ‘એમિશન ગેપ રીપોર્ટ’માં આ માહિતી જણાવાઈ છે.

પૃથ્વીના તાપમાનમાં ૩ ટકાનો વધારો

સંયુકત રાષ્ટ્રએ જણાવ્યું છે કે, કોવિડ ૧૯થી લોકડાઉન લાગતા પ્રદુષણો ઘટાડાના સકારાત્મક પરીબળોતો નીવડયા છે. પરંતુ પૃથ્વીનું તાપમાન આ વર્ષ ૩ ટકા વધુ વધ્યું છે. જે ચિંતાજનક છે.

વિકસિત દેશો પ્રદુષણના વધારા માટે જવાબદાર

સંયુકત રાષ્ટ્રના અહેવાલમાં જણાવાયું છે કે, જે વિકસિત દેશો તે વિશ્ર્વના ૫૦% પ્રદુષણના માટે જવાબદાર છે. જેમાં ખાસ અમેરિકા, યુરોપીયન યુનિયન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ જેવા મોટાદેશોનો સમાવેશ થાય છે. આ દેશોએ પેરીસ એગ્રીમેન્ટ અંતર્ગત સૂચવાયેલા સૂચનો તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને પ્રદુષણ અટકાવવા કઠોર પગલા ભરવા જરૂરી છે.

વર્ષ ૨૦૧૯માં જંગલોમાં આગની ઘટના વધુ બનતા ગ્રીનહાઉસ ગેસમાં વધારો

સંયુકત રાષ્ટ્રના અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૧૯માં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધુ બની હતી. જેના પરિણામ સ્વરૂપ દર વર્ષે સરેરાશ ૧.૪ ટકા વધતો ગ્રીન હાઉસ ગેસ આ વખતે ૨.૬ ટકા વધ્યો છે. જે ચિંતાજનક છે. ગ્રીન હાઉસ ગેસ કે જેમા કાર્બનડાયોકસાઈડ, મીથેન, નાઈટ્રસ ઓકસાઈડ જેવા પર્યાવરણને હાની પહોચાડતા વાયુઓનો સમાવેશ થાય છે. પૃથ્વીનું વધી જઈ રહેલું તાપમાન ઘટાડવા આ ગ્રીનહાઉસ ગેસની અસર ઓછી કરવી અતિ આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.