પ્રવાસ દરમિયાન રાખો કાળજી

travel
travel

વેેકેશન આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાળકોની સો તેમનાં માતા-પિતા પણ મે-જૂન મહિનાની આતુરતાી રાહ જોતાં હોય છે. એનું કારણ છે કે વેકેશન દરમિયાન બાળકોની સો સપરિવાર પ્રવાસ કરવાનું આયોજન ઇ શકે છે. દિવાળીનું વેકેશન હોય કે ઉનાળુ વેકેશન જેમનાં બાળકો શાળા-કોલેજમાં ભણતાં હોય તેવા પરિવારોમાં વેકેશનમાં જ વિવિધ સ્ળોએ ટ્રીપ ગોઠવવાની પ્રામિકતા આપવામાં આવે છે. દિવાળીના સમયમાં એક તો તહેવાર હોય અને બીજું ઘણાં બાળકોને ટ્યુશન કે ક્લાસ વગેરે ચાલુ હોય છે તેી પ્રવાસનું આયોજન કરવા માટે ઉનાળુ વેકેશન શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આજે આપણે પ્રવાસ દરમિયાન ત્વચા અને વાળની જાળવણી કેવી રીતે કરવી તેના વિશે વાત કરવાના છીએ. જેી મહિલાઓ પણ ત્વચા અને વાળની ચિંતા એક બાજુએ મૂકી નચિંત ઇને પ્રવાસની મજા માણી શકે.

જ્યારે પણ પ્રવાસ પર જાવ ત્યારે રોજ જે ફેસવોશ, મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન વગેરે વાપરતા હોવ તે જ સો લઇને જાવ. કોઇ નવી બ્રાન્ડ વાપરવાનો આગ્રહ ન રાખો. હોટેલ દ્વારા જે ટોઇલેટરીઝ આપવામાં આવે છે, તેના બદલે તમે જે રોજ વાપરો છો તે જ પ્રોડક્ટ વાપરો.

પ્રવાસ પર લઇ જવાના કોસ્મેટિક્સની યાદીમાં ક્લિન્ઝિંગ મિલ્કનો અચૂક સમાવેશ કરો. ક્લિન્ઝિંગ મિલ્ક ત્વચા પર જામેલી ધૂળ, રજકણો, મેલ વગેરેને દૂર કરવાનું કામ કરે છે. તેી ક્લિન્ઝિંગ મિલ્કી દિવસમાં બે વાર ચહેરો સાફ કરવાનો રાખો.ક્લિન્ઝિંગ મિલ્કના વપરાશ બાદ તરત જ ચહેરા પર ટોનર લગાવો. ટોનર લગાવવાી ખુલ્લા રહેલા રોમછિદ્રો બંધ ઇ જાય છે અને તેના કારણે બ્લેક હેડ્સની સમસ્યા ની ઉદ્ભવતી. જોકે,ટોનર ખરીદતી વખતે સાવચેતી રાખો. આલ્કોહોલવાળા, આર્ટિફિશિયલ કલર કે પરફ્યૂમવાળા ટોનર ખરીદવાનું ટાળો.

આ ઉપરાંત સનસ્ક્રીન લોશન અને લિપબામ જોડે જ રાખો અને સમયાંતરે ત્વચા પર સનસ્ક્રીન લોશન અને હોઠ પર લિપબામ લગાવતા રહો. બીજી મહત્ત્વની વાત એ કે ટ્રાવેલિંગ દરમિયાન બને ત્યાં સુધી હેવી મેકઅપ કરવાનું ટાળો. આંખોમાં કાજલ અને હોઠ પર લિપસ્ટિક લગાવીને કામ ચાલતું હોય ત્યાં સુધી વધુ પડતો મેકઅપ કરવાનું ટાળો.

સ્વાભાવિક રીતે ટ્રાવેલિંગ દરમિયાન ખાનપાનમાં ધ્યાન રાખવાનું જ હોય, કારણ કે જો તમે ખાવાપીવામાં ધ્યાન નહીં રાખો તો સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને પર અસર શે અને ફરવાનું એક બાજુ રહી જશે. બસ, આટલી વાતોનું ધ્યાન રાખો અને પ્રવાસ દરમિયાન સૌંદર્યની ચિંતા છોડી મજા કરો