Abtak Media Google News

મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ વચ્યુઅલ ઉ5સ્થિત રહી આપ્યું માર્ગદર્શન

સુરેન્દ્રનગર સ્થિત ઓમકાર વિદ્યાલય ખાતે શિક્ષણ વિભાગ દ્વારા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ કૃષિ અને પશુપાલન વિભાગના સહયોગથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી સહભાગી થઈ માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારથી પ્રોત્સાહિત થઈને સફળ કારકિર્દી બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી પણ ઓનલાઈન માધ્યમથી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. કાર્યક્રમમાં ધોરણ 10-12 પછી ઉપલબ્ધ વિવિધ પ્રકારના અભ્યાસક્રમો અને તેમની વિશેષતાઓ તેમજ આ અભ્યાસક્રમોમાં કેવી રીતે રીતે પ્રવેશ મેળવી શકાય તેનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અનેક પ્રકારનાં કારકિર્દીના વિકલ્પ વિષે વિસ્તારથી જાણકારી આપવામાં આવી.આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ  વિરેન્દ્ર આચાર્ય, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઇ મુંજપરા, નગરપાલિકા કારોબારી ચેરમેન  મનહરસિંહ રાણા, જિલ્લા રોજગાર અધિકારી  જે.ડી. જેઠવા, સરકારી આઈ.ટી.આઈ ના પ્રિન્સિપાલ કૃપા પંડ્યા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  ભરતભાઈ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક  કિશોર બારોટ અને વૈભવ ચોકસી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.