Abtak Media Google News

ડીપ્લોમાંથી ડીગ્રી એન્જિનિયરીંગ માટે એસીપીસીમાં ચોઇસ ફીલીંગનો પ્રારંભ

રાજયભરમાં 1ર0 થી વધુ કોલેજોમાં અંદાજીત 3પ હજાર બેઠકો, સૌરાષ્ટ્ર કચ્છમાં અંદાજીત 8000 જેટલી એકઠો

ડીપ્લોમાં એન્જીનીયરીંગ પૂર્ણ કર્યા બાદ વિઘાર્થીઓ તથા વાલીઓને અનેક પ્રશ્ર્નો મુંઝવતા હોય છે. મુખ્ય પ્રશ્ર્ન છે. ડીપ્લોમાં બાદ નોકરી કરવી કે ડીગ્રી એન્જીનીયરીંગ કરવું. ડીપ્લોમાં એન્જીનીરયીંગ પહેલા સમજી લઇએ, ડીપ્લોમાં સામાન્ય રીતે ઝડપથી નોકરી મેળવવા માટે છે. ડીપ્લોમાં એન્જીનીયરીંગ દરમ્યાન પ્રેકટીકલ ટ્રેનીગ આપવામાં આવે છે, ડીપ્લોમાં બાદ ડીગ્રી એન્જીનીયરીંગ કરવાથી શ્રેષ્ઠ કારકીર્દીની વિપુલ તકો ખુલી જાય છે.

માત્ર ડીપ્લોમાં લાયકાત સાથે વિચારવું કે સરકારી નોકરી મળશે ? ઉઘોગોમાં મેનેજર વાઇસ પ્રેસિડેન્ટ, પેસિડેનટ પદ પર પહોંચી શકાશે? ઉચ્ચ અભ્યાસ કે રોજગાર અર્થે વિદેશ  જઇ શકાશે?, એન્ટરપ્રેન્યોર ઉઘોગ સાહસિક બની શકાશે? સામાજીક સન્માન મળશે? સરકારી નોકરી માટે અમુક પરીક્ષાઓ જીએસપીસી યુપીએસસી વગેરે આપી શકાશે?

ખાસ ઉલ્લેખનીય છે કે ડીપ્લોમાંથી ડીગ્રી એન્જીનીયરીંગ કરવા માટે અલગ અલગ યુનિવર્સિટીઓ માટે સીટો રીઝર્વ એટલે કે સુરક્ષિત છે. ગુજરાતની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી હોવાને કારણે જીટીયુના વિઘાર્થીઓ માટે મહતમ સંખયામાં બેઠકો ઉપલબ્ધ છે.

વધુ વિગતો તથા માર્ગદર્શન માટે વી.વી.પી. ઇજનેરી કોલેજના મીકેનીકલ ીવભાગના વડા ડો. નીરવ મણીયાર (મો. નં. 99099 17587) પર સંપર્ક કરવો.

ડો. નીરવ મણીયારે બે ગોલ્ડ મેડલ અને યુનિવર્સિટી ફર્સ્ટ ક્રમાંક સાથે બેચલર ડીગ્રી એસ.વી.એન. આઇ.ટી. સુરતથી માસ્ટર ડીગ્રી તથા ધર્મસિંહ દેસાઇ, યુનિવર્સિટી થી પી.એચ.ડી. પૂર્ણ કરેલ છે. તેઓના 40 થી વધુ સંશોધન પત્રો રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે પ્રસિઘ્ધ થઇ ચૂકયા છે. બે વખત તેઓને બેસ્ટ રીસર્ચ પેપર નો એવોર્ડ મળી ચૂકયો છે. જીટીયુ ઇનોવેશન કાઉન્સીલર દ્વારા પેડાગોગીકલ ઇનોવેશન એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થઇ ચુકયો છે. મીકેનીકલ એન્જીનીયરીંગની ઓસ્કાર સમી સંસ્થા અમેરીકન સોસાયટી ફોર મીકીનેકલ એન્જીનીયર્સ દ્વારા અમેરિકા ખાતે રીચર્સ પેપટ પ્રેઝન્ટેશન માટેતેઓ પસંદગી પામયા છે. વિસ્તૃત માહીતી www.jacpcldce.ac.inપરથી પણ મેળવી શકાશે.

વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ CEOમાં સૌથી સમાન બાબત થઇ છે? માઇક્રોસોફટરના CEO સત્ય નાડેલા, ગુગલના CEO સુંદર પિચાઇ, એડોબ સીસ્ટમના CEO શાંતનું નારાયણ, નોકીયાના પૂર્વ CEO રાજીવ સુરી, લીસ્ટ ઘણું લાંબુ છે, આ બધા એન્જીનીયરો છે.

ડીગ્રી એન્જિનિયરીંગમાં કારકિર્દી ઘડતરનો રોડમેપ

ચાર વર્ષનો બી.ઇ. અભ્યાસક્રમ ઘર આંગણાની અથવા આસપાસની શ્રેષ્ઠ કોલેજમાં કરવો. ઘર છોડી બહાર ગામ રહેવાનો ખોટો મોહન ન રાખવો, સિવાય કે ખુબ સારી એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મળતો હોય શહેર જોઇને કોલેજની પસંદગી ન કરવી, બ્રાંચ વિશે વિચારવું ચાર વર્ષ સારી કોલેજમાં બી.ઇ. નો અભ્યાસ કરો. ચાર વર્ષ દરમ્યાન પાંચમના સેમેસ્ટરથી GATE- Graduate Aptitude Test in Engineerringની તૈયારી  કરો, જે થકી  IIT, NIT  સહિત  ભારતની અનેક શ્રેષ્ઠ સંસ્થાઓમાં માસ્ટર ડીગ્રી ના પ્રવેશ મેળવી શકાય. માસ્ટર ડીગ્રી મહદ અંશે મદદરુપ થશે. GATE   પાસ કરીને ડીગ્રીમાં પ્રવેશ મેળવવાથી દર મહિને સ્ટાઇપેન્ડ આર્થિક સહાય પણ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.