Abtak Media Google News

કેરી ફળોનો રાજા છે.  દેશમાં આંબાની કેટલી જાતો છે તેનો અંદાજ મેળવવુ ખૂબ મુશ્કેલ છે પરંતુ કેટલીક કેરીઓ ખૂબ વિશેષ હોય છે. કેરીની ‘નૂરજહાં’  જાતને મલ્લિકા તરીકે ઓળખવામાં આવે છે, જેના એક નંગ માટે લોકો રૂ. ૧૦૦૦ રૂપિયા ચૂકવવા તૈયાર છે.

‘નૂરજહાં’ તેના વજનવાળા ફળોને કારણે કેરીની મલિકા તરીકે ઓળખાય છે. ‘નૂરજહાં’ કેરીના સ્વાદ ઉત્સાહીઓ ગત વર્ષે નિરાશ થયા હતા  પરંતુ આ વખતે હવામાનને કારણે સારો પાક થયો છે અને તેની ભારે કેરી પાકે તે પહેલા જ ઉંચા ભાવે બુક થઈ જતી હોય છે. અફઘાન મૂળની માનવામાં આવતી કેરીની પ્રજાતિ ‘નૂરજહાં’નાં થોડાં ઝાડ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડા ક્ષેત્રમાં જોવા મળે છે.  આ વિસ્તાર ગુજરાતને અડીને છે.

કેરીની મલ્લિકાનો સ્વાદ માણવા સ્વાદરસિકો કરે છે પડાપડી!!

ઇંદોરથી આશરે ૨૫૦ કિલોમીટર દૂર કાઠિયાવાડાના કેરીના ઉત્પાદક શિવરાજસિંહ જાધવે રવિવારે જણાવ્યું હતું કે, મારા બાગમાં ત્રણ નૂરજહાં કેરીના ઝાડ પર કુલ ૨૫૦ ફળો છે. બુકિંગ ઘણાં સમય પહેલા થઈ ચૂક્યાં છે. લોકોએ આંબાની ખરીદી કરી હતી. નૂરજહાં કેરીની જાતના એક નંગની કિંમત રૂ. ૫૦૦થી ૧૦૦૦ જેટલી હોય છે. તેમણે કહ્યું કે, જે લોકોએ અગાઉથી નૂરજહાં કેરી બુક કરાવ્યા છે તેમાં મધ્યપ્રદેશ તેમજ પાડોશી રાજ્ય ગુજરાતના સ્વાદરસિકો શામેલ છે.  જાધવે કહ્યું, આ વખતે નૂરજહાં કેરીના ફળનું વજન બેથી સાડા ત્રણ કિલોગ્રામ જેટલું થઈ રહ્યું છે.

દરમિયાન, કાઠિયાવાડામાં નૂરજહાં બાગાયતના નિષ્ણાંત ઇશાક મન્સૂરીએ જણાવ્યું હતું કે, આ વખતે નૂરજહાંનો પાક સારો રહ્યો છે, કોવિડ-૧૯ મહામારીની કેરીના ધંધા પર થોડી અસર ઓછી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ માં, નૂરજહાં વૃક્ષો પર ફૂલ આવી શક્યા ન હતા. સંભવત આબોહવા પરિવર્તનની ખરાબ અસરોને કારણે સ્વાદરસિકો આ કેરીના વિશેષ સ્વાદથી વંચિત રહ્યા હતા.

કેરીની મલ્લિકાના એક નંગનો વજન આશરે ૩ કિગ્રા જેટલો!!

મન્સૂરીએ કહ્યું કે વર્ષ ૨૦૧૯ માં નૂરજહાંનાં ફળનું વજન સરેરાશ ૨.૭૫ કિલો જેટલું હતું.  ત્યારબાદ ખરીદદારોએ માત્ર એક જ ફળ માટે ૧૨૦૦ રૂપિયા સુધીની ઉંચી કિંમત ચૂકવી હતી.  બાગાયત નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, નૂરજહાં વૃક્ષો સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરીથી ફૂલ આવવા માંડે છે અને તેના ફળ જૂનના પ્રારંભમાં વેચવા માટે તૈયાર હોય છે.  તેમણે કહ્યું કે નૂરજહાંના ભારે ફળ એક ફૂટ સુધી લંબાઈ શકે છે અને તેના ફૂલનો વજન ૧૫૦ થી ૨૦૦ ગ્રામ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.