Abtak Media Google News

!એક તરફ કોરોનાનો ધમાસાણ થમી નથી રહ્યો તો બીજી તરફ હોસ્પિટલોમાં પ્રાણવાયુની ઘટ ઉભી થતા દર્દીઓનાં ‘પ્રાણ’ જઈ રહ્યા છે. ગંભીર અસરવાળા દર્દીઓને કોરોનામાંથી બેઠા કરવા કુત્રિમ પ્રાણવાયું જ એક માત્ર ઉપાય છે. વધતી જતી દર્દીઓની સંખ્યા સામે પ્રાણવાયુનો પુરવઠો ‘ઓછો’ સાબિત થઈ રહ્યો છે. આ ઉણપને કારણે દરરોજ સેંકડો દર્દીઓ રહ્યા છે. ત્યારે રાજકોટની એક હોસ્પિટલમાં આજરોજ સવારે ચારથી વધુ દર્દીઓના ‘પ્રાણ’ પ્રાણવાયુંએ હરી લીધા છે. શહેરની કુંદન હોસ્પિટલમાં આ દુ:ખદ ઘટના બની. ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલી કુંદન હોસ્પિટલમાં ચારથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મોત નિપજતા હોસ્પિટલ સ્ટાફ ઉપરાંત તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Vlcsnap 2021 04 23 10H07M55S292

ડોક્ટરે આ મહામારીમાં તમામ હદ વટાવી લીધી છે. એક તો અડધી રાતે હાથ ઊંચા કરી દીધા કે અમારી પાસે હવે ઓક્સિજન નથી અને બીજી તરફ ડોક્ટરે મોતના આંકડા પણ છુપાવ્યા છે.હોસ્પિટલના ડોકટર મનોજ સીઢા દ્વારા આ બનાવ અંગે નિવેદનમાં જણાવાયું છે કે ઓક્સિજનની ઘટ સર્જાઈ હતી તે વાત સત્ય છે.પણ ઓક્સિજનના અભાવે 4 દર્દીઓના મોત નિપજ્યા એવું નથી. હોસ્પિટલમાં 2 દર્દીના મોત નિપજ્યા છે તે પણ ઓક્સિજનના કારણે નિપજ્યા નથી. આ દર્દીઓના મોત તેઓ ક્રિટિકલ હોવાથી નિપજ્યા છે. ગત રાત્રીના 3 વાગ્યે ઓક્સિજનની ઘટ સર્જાતા દર્દીઓના સગાને જાણ કરવામાં આવી હતી. તેઓ ઓક્સિજનના બાટલા લઈને આવ્યા પણ હતા. પરંતુ તંત્ર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરી દેવામાં આવતા તેની જરૂર પડી ન હતી. હજુ 4 દર્દીઓ ક્રિટિકલ હાલતમાં છે.

ઘટનાની મળતી વિગત મુજબ મોડીરાત્રે આ હોસ્પિટલમાં ઓકિસજન ખૂટી પડયો હતો. જેની જાણ દર્દીનાં સગાઓને કરવામાં આવી હતી તેથી તેઓએ દોડધામ કરીને ઓકિસજનના બાટલાનો મેળ કર્યો હતો. બાદમાં દર્દીનાં સગાઓએ હોસ્પિટલને બાટલા આપ્યા હતા બાદમાં હોસ્પિટલે આ બાટલા ઉપયોગમાં લેવાયા હતા. તેમ છતા હોસ્પિટલમાં ઓકિસજનના અભાવે ચારથી વધુ દર્દીનાં મોત નિપજયા હોવાના દર્દીઓનાં સગાઓએ આક્ષેપ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.