સુરેન્દ્રનગરમાં લેન્ડ ગ્રેબિંગનો કિસ્સો: ૮ ઓરડી પર કબ્જો કરનાર ત્રણ સામે નોંધાતો ગુનો

ઓરડીઓ તોડી પાડીને પતરાનો શેડ લગાવી દીધો અને કારખાનું ચાલુ કરી દેતા પોલીસ ફરીયાદ

અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર અલંકાર ટોકિઝ પાછળ ડાયમંડ સોસાયટી પાસે આવેલી વિનુભાઈની ચાલીમાં આવેલ ખાનગી માલીકીની આઠ ઓરડી ઉપર ગેરકાયદે કબજો કરીને કારખાનું ઉભુ કરી દેવા બદલ ત્રણ સગા ભાઈઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવીે છે.

આ બનાવની જાણવા મળતી વિગત એવી છે કે, સુરેન્દ્રનગરની બ્રહ્મ સોસાયટી શેરી નં. ૨ માં રહેતા પ્રદિપભાઈ વિનોદરાય દવેના પિતા વિનોદરાય મહિપતરામ દવેએ તા.૧૨/૯/૧૯૫૬ના રોજ અલંકાર ૮ોકીઝ પાછળ ડાયમંડ સોસાયટી પાસે ૩૬૬ ચોરસવાર અને ૬ ફુટનો પ્લોટ ખરીદીને તેમાં ૧૪ ઓરડીઓ બનાવી હતી. આ ઓરડીઓની સંયુકત માલીકી પ્રદિપભાઈ દવે અને તેમના ભાઈ ભરતભાઈ દવેની છે.પ્રદીપભાઈ દવેએ ફરીયાદમાં જણાવ્યા અનુસાર આ ૧૪ ઓરડીઓ પૈકી સીટી સર્વે નંબર ૫૮૮૦,૫ ૮૮૧,૫ ૮૮૨, ૫૮૮૩, ૫૮૮૪, ૫૮૮૫, ૫૮૮૬ અને ૫૮૮૭ ઉપર ત્રણ ભાઈઓ ઈમ્તીયાઝ ખાન મહેતાબ ખાન પઠાણ રે. રાજકોટ તથા સુરેન્દ્રનગર રહેતા યુસુફ ખાન મહેતાબખાન પઠાણ અને રવેઝ ખાન મહેતાબખાન પઠાણે ગેરકાયદે કબજો કરીને જમીન દોસ્ત કરી નાંખેલ છે. તેમજ પાંચ ઓરડીની જગ્યા ઉપર પતરાનો પાકો શેડ બનાવીને તેમાં પતરાના પીપ બનાવવાનું કારખાનું બનાવી નાખ્યું છે. અન્ય ત્રણ ઓરડીની ખુલ્લી જગ્યાનો ઉપયોગ ગોડાઉન તરીકે કરે છે. આ અંગે પ્રદિપભાઈએ લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એકટ – ૨૦૨૦ અંતર્ગત કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટરને અરજી કરેલ હતી. આ અંગે સમિતી દ્વારા તપાસ કરીને રીપોર્ટ અપાયા બાદ કલેકટર દ્વારા તા. ૧૯/૮/૨૧ ના રોજ એફ આઈ આર દાખલ કરવાનો હુકમ થતા સુરેન્દ્રનગરની બી ડીવીઝન પોલીસે પ્રદીપભાઈ દવેની ફરીયાના આધારે

ગેરકાયદે કબજો કરનાર ત્રણેય શખસો સામે ગુના તપાસ હાથ ધરી છે.