ધ્રાંગધ્રામાં સાંજે 6 બાદ સ્વૈચ્છિક લોકડાઉન કોરોનાના કેસ વધતા વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

સમગ્ર ગુજરાતમાં જ્યારે કોરોના એ માથું ઉચક્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં પણ કોરોના સંક્રમણ ના કેસો વધી રહ્યા છે ત્યારે વેપારી મહામંડળ સંગઠન દ્વારા તેમજ વેપારી મંડળ દ્વારા અનેક સંસ્થાઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગનું આયોજન બાદ નિર્ણય લેવાયો કે હાલની પરિસ્થિતિને જોતાં ધાંગધ્રા શહેરમાં 6:00 વાગ્યા બાદ સ્વચ્છીક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો હાલની પરિસ્થિતિ કોરોના નો કહેર વરસી રહ્યો છે ત્યારે આ નિર્ણયને સર્વે વેપારીઓ દ્વારા અમલ કરવા માં આવે એ આપીલ પણ કરવા ના આવી હતી.

જ્યારે ઈમરજન્સી સેવા માટે જેમ કે દૂધ મેડિકલ એજન્સીઓ હોસ્પિટલ વગેરેને ખુલ્લા રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

આઠ દિવસ માટે સાંજના છ વાગ્યા બાદ ધાંગધ્રા માં લોકડાઉનનો ની લેવામાં આવ્યો અને સાથે સાથે વેપારીઓને નમ્ર અપીલ કરવામાં આવી ત્યાં નિર્ણયને સ્વીકારીને તેનું અમલીકરણ કરવું એ સાથે અપીલ પણ કરવામાં આવી હતી.