Abtak Media Google News

ઈન્ફેકશનના કારણે આંખોમાં અંધાપો, પેરેલીસીસ, ન્યુમોનિયા સહિતની તકલીફ ઉભી થાય છે: 50 થી 90 ટકા દર્દીઓ મોતને ભેટતા હોવાના કિસ્સા 

હાલમાં જયારે કોરોનાનો કાળો કહેર ચાલુ છે તેવામાં નાક અને સાઇનસ માં થતું ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાયકસીસના કેસોમાં ખૂબજ વધારો જોવા મળીયો છે.આ એક ગંભીર રોગ છે જેમાં ખાસ કરીને કોરોનાના દર્દીઓને જયારે સ્ટીરોઈડ આપવા પડે અને જો દર્દીને ડાયાબિટીસ હોય તેવા સંજોગોમાં આ રોગ થતો હોય છે.

દર્દીને તાવ અવવો, નાક બંધ થઈ જવું નાકમાંથી કાળું પ્રવાહી નીકળવું  માથું દુખવું, આંખ અને મોંઢાના ભાગ ઉપર સોજો આવવો. આંખની આસપાસ અને મોઢાની ચામડી કાળી પડવી.કફ થવો. જયારે ફંગલ ઇન્ફેક્શન મગજ સુધી પહોંચે છે ત્યારે આંચકી આવવી પેરાલિસિસનો એટેક આવવો સહિતની મુશ્કેલી ઉભી થાય છે. ફેફસામાં ફંગલ ઇન્ફેક્શન પહોંચે છે ત્યારે ન્યૂમોનિયા થવો શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેક્શન છે.આંખોમાં જયારે ફંગલ ઇન્ફેકશન પ્રવેશે છે ત્યારે અંધાપો આવી શકે છે અને 50 થી 90 %  કેસોમાં દર્દીનું મૃત્યુ થાય છે. નિદાન માટે દરદીના નાકમાંથી જે પ્રવાહી નીકળે છે તેનું ફંગળ કલ્ચર કરવામાં આવે છે અને મગજને નાક તથા સાઇનસ અને ફેફસાનો સીટી સ્કેન કરવા માં આવે છે. સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબિન વડે ઓપરેશન કરી ડેબ્રીડેમેન્ટ કરી ફંગસ દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ બાયોપ્સી તપાસ કરવામાં આવે છે. દર્દીને એન્ટી ફંગલ દવાઓ જેવી કે ઈન્જ એમ્ફોટેરીસીન બી ઈન્જ ઈસાવુકોનાઝોલે, ઈન્જે. પોસોકોનાએ લાંબો સમય આપવા પડે છે. જે દર્દીઓને કોરોના થયેલ હોય અને તેને ડાયાબિટીસ હોય અને જેની રોગપ્રતિકારક શક્તિ ખુબજ ઓછી છે. તેવા દર્દીઓને આ ફંગલ ઇન્ફેકશન થવા ની શક્યતા ખુજ જ વધારે હોય છે.

જેથી ખુબજ ધ્યાન રાખવું અને ઉપરોક્ત ચિન્હો જણાય તો તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી.કારણ કે આ ફંગલ ઇન્ફેકશન  ખુબજ ઝડપી આખા શરીરમાં ફેલાઈ શકે છે અને જો તાત્કાલિક સારવાર કરવામાં ના આવે તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે. જેથી ખુબજ સાવચેતી રાખવી જરૂરી છે. આવી સ્થિતિમાં ઠક્કર હોસ્પિટલમાં આધુનિક સાધનો વડે કાન નાક તથા ગળાના રોગોની તમામ સારવાર અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. આ હોસ્પિટલ ડો. ઠક્કરની દાંત તથા કાન, નાક ગળાની હોસ્પિટલ 202 લાઇફ લાઈન બિલ્ડીંગ વિદ્યાનગર મેઈન રોડ ખાતે આવેલી છે. સંપર્ક નં.7990153793 છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.