- ફાગણ માસમાં પ્રકૃતિનો અનોખો શણગાર, ઔષધીય ગુણોથી ભરપૂર કેસુડાના ફૂલો
ફાગણ માસની શરૂઆત સાથે પ્રકૃતિએ પોતાનો રંગીન શણગાર સજ્યો છે. કેસુડાના વૃક્ષો પર કેસરી રંગના ફૂલો ખીલી ઊઠ્યા છે. સ્થાનિક ભાષામાં રોયડો અથવા ખાખરો તરીકે ઓળખાતા આ વૃક્ષની વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં તેના પાન ખરી જાય છે અને ત્યારબાદ ફૂલો ખીલે છે.
કેસુડાના ફૂલો માત્ર સૌંદર્ય માટે જ નહીં, પરંતુ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. આ ફૂલોનો ઉપયોગ ચામડીના રોગોની સારવાર માટે થાય છે. ફૂલોને ગરમ પાણીમાં ઉકાળીને અથવા રાત્રે પલાળી રાખી સવારે તેના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત મળે છે. નાના બાળકો માટે પણ આ ફૂલોનું પાણી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
હોળી આવવાની સાથે આ દિવસોમાં કેસૂડાના ફૂલો ખીલે છે. હોળીના તહેવારમાં આ ફુલનો ઉપયોગ રંગો બનાવવા માટે થતો હતો. લોકો હોળીના ઘણા દિવસો પહેલા આ સુંદર લાલ ફૂલને પાણીમાં પલાળીને રંગો બનાવવા માટે ઉકાળતા અને આ રંગથી હોળી રમવામાં આવતી હતી. આજે પણ તેનો ઉપયોગ હોળી દરમિયાન મથુરા, વૃંદાવન અને શાંતિનિકેતન વગેરે સ્થળોએ થાય છે. કેસૂડાના ફૂલમાં અનેક ઔષધીય ગુણો છે. કેસૂડાના ઝાડના ફૂલો અને બીજનો દવાઓ બનાવવામાં આવે છે અને આયુર્વેદમાં પ્રાચીન સમયથી તેનો ઉપયોગ કરવામાં આવે છે.કેસૂડામાં અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે. કેસૂડાના ફૂલ રંગને કારણે આકર્ષણનનું કેન્દ્ર બની જાય છે. કેસૂડાને જ્વાલા વૃક્ષ પણ કહેવામાં આવે છે. કેસૂડાના ફૂલ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ જ કારણ છે કે આ ફૂલોને આયુર્વેદમાં શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં માટે કરવામાં આવે છે.
ત્વચાની તમામ સમસ્યામાં માટે અકસીર
કેસૂડાના બીજની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવામાં આવે તો ખરજવું અને ત્વચાના અન્ય રોગો મટે છે. આ પેસ્ટ ખંજવાળ અને શુષ્કતાની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક છે. તેમાં રહેલા એસ્ટ્રિજન્ટ ગુણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે જો તમે કેસૂડાના પાણીથી સ્નાન કરો છો તો શરીરની ગરમી ઓછી થાય છે તેમજ ઓરી અઠબળા સહિત ત્વચાની સમસ્યામાં રાહત મળે છે
પથરી માટે કેસૂડાના ફુલ ફાયદાકારક
પથરીના રોગ માટે કેસૂડાના ફુલના ફૂલ ફાયદાકારક છે. આ ફૂલને ઉકાળીને આ પાણી પીવાથી પથરી તૂટી જાય છે અને મૂત્ર માર્ગે નીકળી જાય છે.
કૃમિનાશ માટે કેસૂડો આશિર્વાદ
કેસૂડાના બીજમાં કૃમિ વિરોધી ગુણ જોવા મળે છે. આયુર્વેદમાં તેના બીજને પીસીને પેટના કીડાનો નાશ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેસૂડાના બીજનું ચૂર્ણ નિયમિત સેવન કરવામાં આવે તો પેટના કીડા નાશ પામે છે. તમે તેને સવારે ખાલી પેટ એક ચમચી મધ સાથે ખાઈ શકો છો.