Abtak Media Google News

ઝડપથી સંક્રમણ ફેલાવવા સક્ષમ કોરોના ડબલ મ્યુટન્ટ વાયરસ
એન440કે દક્ષિણ ભારતમાં ઝળક્યો

સમગ્ર વિશ્ર્વને હચમચાવી હજારો નહીં પરંતુ લાખો માનવીઓને ભરખી જનાર કોવિડ-19 વાયરસ માનવ સમાજનો લાંબા સમય સુધી પીછો નહીં છોડે અને કાચિંડાની જેમ સમય મુજબ રંગ બદલતો રહેશેની આગાહી અક્ષરસ: સાચી સાબીત થઈ રહી છે. હજુ તો બીજી લહેરને રોકવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે ત્યાં કોરોનાએ વધુ એક રૂપ લઈ લીધુ હોય તેમ એન449કેનું નવું વોરીયન્ટનો દક્ષિણ ભારતમાં પગપેસારો થયો હોવાનો વૈજ્ઞાનિકોએ દાવો ર્ક્યો છે. આ નવું સ્વરૂપ હાલના વાયરસ કરતાં 15 ગણું વધુ ખતરનાક હોવાનું મનાઈ રહ્યું છે. બી-1.617 વેરીએન્ટને ડબલ મ્યુટન્ટ અને ઝડપથી ફેલાતું એન440કે તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા પ્રકારના વાયરસ દક્ષિણ ભારતમાં દેખાવા લાગ્યા છે. સેન્ટર ઓફ સેલ્યુલર મોરેક્યુલર બાયોલોજીના વૈજ્ઞાનિકોએ કોરોનાનું નવું રૂપ અંગે માહિતી આપી હતી.

કોવિડ-19 વાયરસ જન્ય કોરોના સતત નવા રૂપ સાથે ત્રાટકતું રહે તેવી શકયતાઓ હવે બની છે હકીકત: વૈજ્ઞાનિકોએ નવા વાયરસની દક્ષિણ ભારતમાં એન્ટ્રી થયાનો કર્યો દાવો

સીસીએમબીના પૂર્વ ડાયરેકટર રાકેશ મિશ્રાએ કહ્યું હતું કે, ડબલ મ્યુટન્ટ કર્ણાટક, આંધપ્રદેશ અને તેલંગણામાં દેખાઈ રહ્યાં છે. 5 હજાર જેટલા અલગ અલગ વેરીએન્ટની ચકાસણીમાં સીસીએમબીને ઝડપથી ફેલાતું એન440કેના પ્રમાણ હાથ લાગ્યા હતા. અગાઉના વેરીએન્ટ કરતા બી-1.617નું નવું રૂપ એન440કે કેરળમાં કોરોનાને વધુ ઝડપથી ફેલાવતું હોવાનું વૈજ્ઞાનિક દિવ્યતેજ સોપતિએ દાવો કર્યો હતો. આ નવા વાયરસમાં સંક્રમણની ક્ષમતા વધી છે અને 15 જેટલા નવા લક્ષણો સાથે એ ઝડપથી ચેપ ફેલાવી રહ્યાં છે.અગાઉ ઈ484કયુ અને એલ452આરથી આ નવું વાયરસ 50 ટકાથી વધુ ઝડપથી ફેલાય છે. દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં બ્રિટનનું આ વેરીએન્ટ પગપેસારો કર્યો હોવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.