Abtak Media Google News

કાચિંડાની જેમ રંગ બદલવાની ‘લાક્ષણિકતા’ ધરાવતા કોવિડ-19ના વધુ ઘાતકરૂપનું દેશમાં આગમન: 10 રાજ્યોમાં નવા વાયરસનું સંક્રમણ 

સમગ્રવિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસથી જલ્દીથી પીછો છુટે તેમ નથી. દેશમાં કોરોનાની નવી આવૃતિનું આગમન થઈ ચૂક્યું હોવાના પુરાવાઓએ દેશના આરોગ્ય મંત્રાલયને હચમચાવી મુક્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સુત્રોએ માહિતી જાહેર કરી છે કે, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ર્ચિમ બંગાળ, ગુજરાત, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં બ્રિટન અને અમેરિકામાં જોવા મળતા કોરોનાના ડબલ મ્યુટન્ટ સ્ટ્રેઈનના લક્ષણો દર્દીઓમાં જોવા મળી રહ્યાં છે. ડબલ મ્યુટન્ટ વાળા કોવિડ વાયરસના દેશના 10 રાજ્યોમાં સંક્રમણના પુરાવા મળ્યા છે. આ સંક્રમણ ઝડપથી ફેલાવામાં અને તેની આડઅસરો વધુ ઘાતક હોવાનું જણાવાયું હતું.

મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ર્ચિમ બંગાળ, ગુજરાત, કર્ણાટક અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં અમેરિકા અને બ્રિટનમાં જોવા મળે છે તેવા નવા વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વિસ્ફોટક રીતે વધારો થઈ રહ્યો છે. અત્યારે કોરોનાનો પ્રસાર જે રીતે વધી રહ્યો છે તે સંપૂર્ણપણે ડબલ મ્યુટન્ટવાળા નવા વાયરસના આભારી છે કે કેમ ? તે નિશ્ર્ચિત પણે કહી શકાય તેમ નથી. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં જે વાયરસ મળ્યા છે તે યુકેના સ્ટ્રેઈનમાંથી ડબલ થયા છે. પંજાબમાં પણ બ્રિટીશન સ્ટ્રેઈનના વાયરસથી 80 ટકા લોકોને સંક્રમણ થયું છે. મહારાષ્ટ્રમાં પણ ડબલ સ્ટ્રેઈનથી 60 ટકાને રોગ લાગુ પડ્યો છે. દેશમાં 18 થી 19 રાજ્યો અને 70 થી 80 જિલ્લાઓમાં બ્રિટનના સ્ટ્રેઈનમાંથી ડબલ થયેલા વાયરસ કે જે અત્યારે દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલમાં જોવા મળે છે તેનું સંક્રમણ દેખાઈ રહ્યું છે.

એક સામાન્ય કોવિડ-19 વાયરસનું ડબલ મ્યુટન્ટનું ત્યારે જ સર્જન થાય છે જ્યારે 2 સંક્રમીત વાયરસથી ત્રીજાનું સર્જન થાય છે. ભારતમાં અત્યાર સુધી ઈ-484 ક્યુ અને એલ-452 આરના સંયોજનથી એલ-452 આર કે જે અમેરિકાના કેલીફોર્નિયા અને ઈ-484 ક્યુનું બ્રિટનમાં સંક્રમણ જોવા મળ્યું છે.

આ પ્રકારના વાયરસ હવે ગુજરાત સહિત ભારતના 10 રાજ્યોમાં આવી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે જે અત્યારે ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના વાયરસ માટે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઝડપથી ફેલાઈ રહેલા વાયરસમાં અત્યારે દરરોજના 2 લાખ વ્યક્તિનો ઉમેરો થાય છે. નવા સ્ટ્રેઈનના કારણે 1.4 કરોડ લોકોનું સંક્રમણ થઈ ચૂક્યું છે. આ પરિસ્થિતિ ઘણા ચિંતાજનક માનવામાં આવે છે.

ડબલ સ્ટ્રેઈનનું સર્જન થાય છે આ રીતે

ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસે નવું રૂપ ધારણ કરી લીધાનું બહાર આવ્યું છે. અમેરિકા, બ્રિટન અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલના રોગગ્રસ્ત વિસ્તારોમાં ફેલાઈ રહેલી મહામારીમાં મળી રહેલા વાયરસ જેવા સંક્રમણના દર્દીઓ ભારતમાં મળ્યા લાગ્યા છે ત્યારે કોરોનાના આ નવા રંગરૂપનું સર્જન કેવી રીતે થાય છે તેની વૈજ્ઞાનિકોએ કરેલી સ્પષ્ટતામાં કોઈપણ એક કોવિડ વાયરસ અન્ય 2 વાયરસ સાથે સંયોજન કરીને નવું રૂપ મેળવે છે. અત્યારે ભારતમાં અમેરિકા અને બ્રિટનના વાયરસ જેવા ડબલ સ્ટ્રેઈનના કેસ મળે છે. ઈ-484 ક્યુ અને એલ-452 આરના સર્જનમાંથી ઈ-484 ક્યુનું સર્જન થાય છે. આવું જ સર્જન ડબલ સ્ટ્રેઈન કહેવાય છે જે ઝડપથી ફેલાનાર વાયરસ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.