Abtak Media Google News

ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ‘ઈ-પાન’ની યોજના સમગ્ર દેશમાં અમલમાં મૂકવા આવકવેરા વિભાગની કવાયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર ડિઝીટલ ઈન્ડીયાના વિચારને વ્યવહારૂ બનાવવા માટે વિકસીતના અશ્ર્વમેદાન ચારગણી રફતારથી દોડાવી રહી છે. આયકર વિભાગ હવે પાનકાર્ડ તાત્કાલીક ધોરણે ઓનલાઈન ઈસ્યુ થાય તે માટેની વ્યવસ્થાને અંતિમ ઓપ આપી રહ્યું છે. દેશમાં આધાર કેશબેઈઝની ઓનલાઈન ઉપલબ્ધ હવે પાનકાર્ડના અરજદારોને પાનકાર્ડ મેળવવા માટે અરજી કર્યા બાદ લાંબા સમય સુધી પ્રતીક્ષા કરવાની ગણત્રીમાંથીમૂકિત અપાશે

આવકવેરા વિભાગના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળષલી વિગતો મુજબ આ સેવા આગામી થોડા જ અઠવાડીયામાં લોકોને મળતી થઈ જશે આ ઉપરાતં પાનકાર્ડની ડુપ્લીકેટ ઈ-પાનકાર્ડ જેવી સુવિધાઓતો તદન વિનામૂલ્યે અને આંખના પલકારા પ્રાપ્ત થવાનો સમય હવે દૂર નથી. જે લોકોને ઈ પાન જોઈએ છે તેઓને માત્ર આધાર અને વનટાઈમ પાસવર્ડ ઓટીપીના વેરીફીકેશન બાદ તુરંત જ પ્રાપ્ત થશે. આધારમાં સરનામું પિતાનું નામ જન્મતારીખ, ઓનલાઈન જ મળી જશે.પ્રાથમિક માહિતી સિવાય કોઈ વધારની માહિતી અપલોડ કરવાની રૂર નહી રહે એક વખત પાનકાર્ડનિકળી ગયા પછી અરજદારો ડીઝીટલ સાઈન અને કયુઆર કોડ સાથે ડેમોગ્રાફીક ડેટા અને અરજદારને ફોટાસાથે કાયમી ધોરણે હાથવગુ રહેશે.

અરજદારની વ્યકિતગત માહિતીનો દૂરૂપયોગ અને છેતરપીંડીમાં ઉપયાગે ન થાયત માટે કયુઆર કોડ આવી માહિતીને સુરક્ષીત રાખશે. ઈ-પાનના આ પાયલોટ પ્રોજેકટ અંતર્ગત આઠ દિવસ ૬૨ હજાર જેટલા ઈ બાન ઈસ્યુ કરવામાં આવ્યા હતા હવે આ સુવિધાને તમામ કરદાતાઓ માટે આગામી થોડા જ અઠવાડિયામાં રાષ્ટ્ર વ્યાપી બનાવવામાં આવશે.

દેશમાં ડિઝીટલ અભિયાનને વ્યાપક બનાવવા આવકવેરા વિભાગ પોતાના તમામ કરાતાઓ અને અરજદારો ઈ પાન ની સુવિધા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ કચેરીમાં ધકકો ખાધા વગર ઓનલાઈન પાન નંબર આપવાની યોજનાનો ટુંક સમયમાં અમલ શરૂ કરવા જઈ રહી છે.સુપ્રીમ કોર્ટના આધારકાર્ડને પાન કાર્ડ સાથે જોડાવાના ચૂકાદાને લઈને સરકારે પણ મોટી રકમના ટ્રાન્જેકશન માટે પાનનંબર ફરજીયાત કરવાનાં નિર્ણયના પગલે દરેકને પાનકાર્ડની જરૂર પડવાની છે. ત્યારે જે લોકો પાસે પાન નંબર નથી તેઓને આધાર કાર્ડ આધારીત પાન ત્વરીત મળી જાય તે માટે સરકાર કટીબધ્ધ બની છે. અને આવકવેરા વિભાગ આગામી થોડા જ અઠવાડીયામા કરદાતાઓને ઓનલાઈન પાનકાર્ડ ઈસ્યુ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.