Abtak Media Google News

વિશ્વભરના તમામ દેશો, ડોક્ટરો-નર્સ, આંતરરાષ્ટ્રીય સંગઠનો કોરોના મહામારીમાંથી ઉગારવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમ છતાં આ વાયરસની તીવ્રતાએ હજુ ઓછી અંકાઈ નથી. કોવિડ-19ની બીજી તરંગ તીવ્ર અને વધુ ઘાતકી બની રહી છે. દૈનિક કેસ 2-લાખને પાર થઈ છે.  અગાઉના દિવસની સંખ્યાની સરખામણીએ દરરોજ કેસ લગભગ 9% વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેસ 2.16 લાખ નોંધાયા છે. તો વાયરસથી થતાં મૃત્યુ 1,184 પર પહોંચી ગયા છે જે 18 સપ્ટેમ્બર પછી સૌથી વધુ છે.

આ સાથે જ દેશમાં સક્રિય કેસ 1.5 મિલિયન (15 લાખ) ને પાર થઈ ગયા છે. અને વિશ્વમાં ભારત વધતા કોરોનાની સંખ્યામાં બીજા નંબરે ફરી પહોંચી ગયો છે. જે ખતરાની ઘંટડી સમાન છે. આ મહિને કોરોનાની સુનામી આવી હોય તેમ  સક્રિય કેસોમાં 2.5 ગણો વધારો થયો છે. જેનો આંક 31માર્ચે 6 લાખ કરતા પણ ઓછો હતો.

14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં દૈનિક કેસોમાં સૌથી વધુ વૃદ્ધિ થઈ છે જેમાં મહારાષ્ટ્રમાં 61,695 કેસો નોંધાયા છે. ભારતમાં ગુરુવારે, 2,16,902 ફ્રેશ

કેસ નોંધાયા છે. ચાર રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં પ્રત્યેક 100થી વધુ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સતત ગુરુવારે 349 લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ છત્તીસગ(135), દિલ્હી (112) અને ઉત્તર પ્રદેશ (104). ગુજરાતમાં પણ મોતના આંકડા વધ્યા.

ઉલટી ગંગા; પહેલા નિકાસ કરી હવે રસીની આયાત કરવી પડે છે!!!

વર્તમાન સમયે દેશમાં કોરોના ના કેસ સતત વધ્યા છે. કોરોના સામે લડવા રસીકરણ સરકારનું હથિયાર છે. ભારત રસી ઉત્પાદનમાં ટોચના ક્રમે છે. ભારતનું સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વિશ્વમાં સૌથી મોટા એના ઉત્પાદક પૈકીનું એક છે. જેથી રસીકરણમા સમગ્ર વિશ્વની મદદ ભારતે કરી હતી. મોદી સરકાર ઘર આંગણે સામે લડવાની સાથોસાથ આફ્રિકા સહિતના ગરીબ રસીકરણ અભિયાન ચલાવી રહી છે. પરંતુ હવે એવો તબક્કો આવી ગયો છે કે રસીની નિકાસની જગ્યાએ રસી આયાત કરવી પડશે! ફટાફટ રસીની આયાત કરી શકાય તે માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. દેશભરમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી છલકાય રહ્યા છે. ભારતે 12 લાખ ડોઝ નિકાસ કર્યા હતા. જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન 6.4 કરોડ ડોઝની નિકાસ થઈ હતી. વૈશ્વિક કક્ષાએ કોવેક્સ યોજના ચાલી રહી છે. જેમાં પણ હવે શોર્ટેજ અનુભવાય છે. બ્રિટન, કેનેડા અને સાઉદી અરેબિયા જેવા દેશો પણ રસીની તંગી અનુભવી રહ્યા છે ને એસ્ટ્રાજેનેકાના ઉત્પાદન વધારવા દબાણ કરી રહ્યા છે. તૈયાર કર્યા બાદ તેને સંગ્રહવાની જગ્યાની પણ ચેલેન્જ છે. ઊીંદ100 પ્રોગ્રામ હેઠળ એક બિલિયન થી વધુ ડોઝની દિલ થઈ હતી પરંતુ હજુ સુધી દોસ્ત મળ્યા નથી એસ્ટ્રાજેનેકા રસી મે મહિના સુધીમાં આવી જાય તેવી શક્યતા હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.