Abtak Media Google News

ડિજીટલાઈઝેશનના યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ અને વ્યાપકતા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે વપરાશકારોની અંગત વિગતોનો દૂરઉપયોગ અને સલામતીનો પણ પ્રશ્ર્ન એટલો જ રોચક બન્યો છે. સરકારની અગ્રણી સાયબર સિક્યુરીટી સંસ્થા સીઆરટીઈન દ્વારા ફેસબુકના વપરાશકારોને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તેમની પ્રોફાઈલની માહિતી અંગે સજાગ રહેવાની જરૂર છે. ભારતના 61 લાખ જેટલા વપરાશકર્તાની વિગતો સહિત વૈશ્ર્વિકસ્તરે 353 મીલીયન ફેસબુક યુઝર્સના અંગત ડેટા લીક થઈ ગયા હોવાની વિગતોથી સાયબર સિક્યુરીટી સંગઠન સચેત બન્યું છે. ઓનલાઈન અને હેકિંગ ફોમ પર આ વિગતો વાયરલ કરી દેવામાં આવી છે. કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે સોમવારે એક ચેતવણી બહાર પાડતા જાહેરાત કરી છે કે, વૈશ્ર્વિક સ્તરે ફેસબુક પ્રોફાઈલની માહિતી મોટા પ્રમાણમાં લીકેજ થઈ હોવાની વિગતો સામે આવી છે.

જાહેર થઈ ગયેલી માહિતીમાં વપરાશકારોના ઈ-મેઈલ આઈડી, પ્રોફાઈલ આઈડી, પૂરું નામ, વ્યવસાય, ફોન નંબર અને જન્મ તારીખ જેવી વિગતોનો સમાવેશ થઈ હશે. ફેસબુક અનુસાર સ્ક્રેપ કરેલી માહિતીમાં નાણાકીય, આરોગ્ય અને પાસવર્ડની વિગતો લીક થઈ નથી. કંપનીએ એવો દાવો કર્યો છે કે, આ અંગેની તપાસમાં ડેટાના દૂરઉપયોગની ધમકીઓ આપનારાઓને શોધવામાં આવી રહ્યાં છે. જે વપરાશકારોને ફોન નંબરનો દૂરઉપયોગ થવાની દહેશત છે તેમને ડેટાની તપાસની બાહેધરી આપવામાં આવી છે. વપરાશકારોને પ્રોફાઈલના સેટીંગને ખાનગી અથવા મિત્ર બદલવા માટે જ ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે, ડેટા સ્ક્રેપર કોઈપણ વ્યક્તિની જાહેર માહિતીને મેચ કરવા અને એકાઉન્ટનો દૂર ઉપયોગ કરવા માટે ડેટાનો ઉપયોગ કરે છે. વપરાશકર્તાઓને તેમની સેટીંગને ફેસબુક પર કોણ શોધી શકે છે અને તેનો સંપર્ક કોણ કરી શકે છે તેની ગોઠવણ કરવા અને સિક્યુરીટી કોડને મજબૂત બનાવવા માટે ફ્રેન્ડ લીસ્ટમાં સામેલ કરવા તાકીદ કરી છે.

ફેસબુક પ્લેટફોર્મ દિવસે-દિવસે વધતું જાય છે. વપરાશકારના ખાતાના ભાગો અને તેમની વિગતો જાહેર થઈ શકે છે. જે ડેટા તમે જાણતા નથી તે પણ એકત્રીત કરી શેર કરી શકવાની આ સવલતને સીઈઆરટીએ ગંભીર ગણીને વપરાશકારોને સારી સાયબર હાઈઝીન વ્યવસ્થાનું પાલન કરવું અને ફેસબુક વ્યક્તિને ખાતરી પૂર્વક અને ખાનગી વિગતોને જાળવી રાખવાનું સેટીંગ પોતાની મેળે જ કરવા અને જે વિગતો જાહેર કરવાની હોય અને કોણ-કોણ તેને જોઈ શકે છે તેવી વ્યવસ્થા ઉભી કરવા જણાવાયું છે.

ફેસબુકે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ખાતા ધારકોને પ્રમાણીત ધોરણે સક્ષમ કરવા માટેની 2એફએ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ટેકનોલોજી અને પ્રારંભીક માહિતી સાથે જોડાઈને ખાતા ધારક બોક્ષ ઉપર પહોંચાડેલા તાજા સમાચાર અને વિગતો વાંચી શકશે. ડેટા ફેસબુક, ડેટા લીંકીનીયન, કોમ્પ્યુટર ઈમરજન્સી ટીમને સલામતી અંગે તાકીત કરવામાં આવી છે. જો કે ફેસબુક પર તમામ વિગતો ગુપ્ત રાખવાની કલ્પના નરી મુર્ખતા છે કારણ કે સોશિયલ મીડિયા વિગતો ફેલાવવા માટે છે. સીઈએઆરટીએ ફેસબુકના ભારતીય ઉપભોગતાને પોતાના ડેટા સાચવવા તાકીદ કરી છે.

 

ફેસબુક પર ખોટી માહિતી અને જાહેરાત આપી ભારત સહિતના 84 દેશોના કરોડો લોકોના એકાઉન્ટ હેક થયાની વિગતો બહાર આવી છે. સિંગાપુરની સાયબર સિક્યુરીટી ફર્મ ગ્રુપ આઈબીએ જાહેર કર્યું છે કે, સાયબર ગુનેગારોએ ખોટી જાહેરાત આપીને ફેસબુક મેસેંજરના માધ્યમથી ભારત સહિતના 84 દેશોના કરોડો ફેસબુક યુઝર્સના ખાતાઓ હેક કર્યા છે. આ હેકરોએ યુઝર્સને અપડેટ માટે ક્લીક જાહેરાત આપી હતી અને જે લોકોએ ફેક લોગીંગ પેજમાં ક્લીક ર્ક્યું હતું તેવા તમામના એકાઉન્ટ હેક થયા હતા. ઓછામાં ઓછા 1.3 બીલીયન વપરાશકારોનું વોટ્સએપના માધ્યમથી હેકરોએ ભોગ બનાવ્યા હતા. 1 હજાર ફેક એકાઉન્ટના ફેસબુકના ગ્રુપ દ્વારા આ કૌભાંડ રચવામાં આવ્યું હતું. સ્કેમસ્ટર રજીસ્ટરીંગ એકાઉન્ટ પર મોકલવામાં આવેલ મેસેજ આ વર્ષે એપ્રીલ મહિનામાં રીલીઝ થયું હતું અને 5700 જેટલા લોકોના સંપર્કમાં આવ્યું હતું. ગ્રુપ આઈબીએ ફેસબુકને આ અંગે જાણ કરી હતી. આ અંગેની તપાસની સાથે સાથે સાવચેતીની તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.