Abtak Media Google News

only for Boys…!! ગર્લ ફ્રેન્ડને હંમેશા સાથે રાખવા માટે કેટલીક અગત્યની ટિપ્સ…

આદત સે મજબુર…એવા કેટલાંય વ્યક્તિઓ છે જે પોતાની આદતના કારણે એકલા રહી ગયા હોય, તેમાં યુવાનો અને યુવતીઓ બંનેનો સામવેશ થાય છે. બંનેની કેટલીક એવી આદતો હોય છે જે સાથીને ઇરિટેટ કરતી હોવા છતાં તેની લાગણીઓને સમજી ન શકવાને કારણે અંતે તે સંબંધનો અંત આવે છે અને એકલતાનો અનુભવ થાય છે. યુવતીઓ કરતા યુવાનોમાં આ અનુભવ વધુ જોવા મળે છે જેનું મુખ્ય કારણ તેની અસ્તવ્યસ્ત લાઇફસ્ટાઇલ છે. તો આવો જાણીએ યુવાનોની કેટલીક એવી આદતો જેના કારણે તેની ગર્લફ્રેન્ડ તેને એકલો મૂકી ચાલી જાય છે.

ગેમ્સ રમવી… 

Dfe3

પ્રેમીઓ એકબીજા સાથે સમય પસાર કરવા માટે આતુર હોય છે પરંતુ એ બાબતે યુવતીઓ થોડી વધુ આશાવાદી હોવાને કારણે જયારે તે પોતાના બોયફ્રેન્ડને પોતાના કરતા ગેમ્સમાં વધૂ રસ દાખવતો જોવે છે ત્યારે તેને એ બાબત યોગ્ય નથી લગતી હોતી. અને એટલે જે યુવાનો સાથી સાથે હોવા છતાં ગેમ્સ રમવાનું પસંદ કરે છે તેને સાથીથી દૂર જવાનો વારો આવે છે.

લાગણીની અભિવ્યક્તિ…

Pradeep Trivedi Valentined Day1

બંને સાથી એકબીજાને કેટલો પ્રેમ કરે છે તે લાગણીને વ્યક્ત કરવી અથવા તો સાથીને પોતાના પ્રેમની લાગણીનો અહેસાસ કરાવવો એ ખૂબ જ જરૂરી છે. પરંતુ જયારે આ બાબતે યુવાનો થોડા આળસુ હોય છે, અને પોતે સાથીને કેટલો પ્રેમ કરે તે વ્યક્ત કરવામાં કંજુસાઈ કરતા ગર્લ ફ્રેન્ડ એવું વિચારે છે કે એ વ્યક્તિ તેને પ્રેમ નથી કરતી.

અંદાજો લગાવવો…

59Dcd13A2Fe03

મોટા ભાગના યુવાનોની આદત હોય છે કે પોતાની ગર્લફ્રેન્ડ માટૅની તે પહેલાથી જ પૂર્વધારણાઓ બાંધી લેતા હોય છે. જેની તેના વ્યવહારમાં જોવા માલ્ટા ગર્લફ્રેન્ડ તેનાથી દૂર થવાનો નિર્ણય કરતી હોય છે.

આઉટલૂક…

Maxresdefault 7

યુવતીઓને એવા યુવાનો પસંદ આવે છે જે સ્વચ્છ, સુઘડ રીતે રહેતા હોય છે. પરંતુ યુવાનોની વાત કરીએ તો તેના માટે આઉટલૂક એટલો મહત્વનો નથી હોતો જેટલો છોકરીઓ માટે હોય છે. જયારે પણ ગર્લફ્રેન્ડને મળવાની વાત આવે ત્યારે જો એકને એક સ્ટાઇલના કપડાં પહેરીને જશો તો જરૂરથી તમારી સાથી તમારાથી કંટાળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.