લાગણી સાથે ચિત્રો દોરો, આંખો આત્માની બારી છે: આજે પેન્ટિંગ ચિત્ર કરોડો રૂપિયામાં સેલ થાય છે: તમારા બાળક સાથે ચિત્રકામ કરવા બેસવાથી તેનામાં આત્મવિશ્વાસ વધે છે: ચિત્ર એ વાતની યાદ અપાવે છે કે, તમારી અંદરની દરેક વસ્તુ મૂલ્યવાન છે: ચિત્ર દોરવામાં સૌથી વધુ આનંદ બાળકોને આવતો હોય છે.
લેખિત ભાષા પહેલા, માનવી વાર્તા કહેવા અને જીવનનું દસ્તાવેજી કરણ કરવા માટે ચિત્રોનો ઉપયોગ કરતો હતો : વિચારોનું સ્કેચિંગ લોકોને સર્જનાત્મક રીતે વિચારવામાં અને સમસ્યા ઉકેલવામાં મદદ કરે છે : ભારતમાં ૨૦૧૬ માં કલાકારના એક જૂથે ૧૦ કિલોમીટર લાંબી રેખા ચિત્ર બનાવીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો
પેઈન્ટીંગ, કલરિંગ, ડ્રોઈંગ, સ્ક્રિબ્લિંગ અને રંગપૂરણી બાળકોને બહુજ ગમે છે: તેના ચિત્રો ઉપરથી તેમની લાગણી અને સમજનો ખ્યાલ આવે છે: તે જે ચિત્ર દોરે છે તેમાં તેની માનસિકતા અને કલ્પના શકિત પ્રગટ થાય છે.
વિશ્વના ઘણા દેશોમાં આજે ચિત્રકામ દિવસ કે વર્લ્ડ ડ્રોઈંગ ડે તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે નાના બાળકોને આ પ્રવૃત્તિ ખૂબ જ ગમતી હોવાથી તેઓ પેન્સિલ ઉપાડીને કોરા પાના ઉપર અવનવા આકારો સાથે ચિત્રો નિર્માણ કરતા હોય છે. ચિત્ર બનાવવું એટલે મગજ ની દુનિયા બનાવવી, દરેક ચિત્ર લાગણી સાથે દોરાયેલું હોય છે, અને તેની આંખો આત્માની બારી હોય છે.લેખિત ભાષા પહેલા માણસો વાર્તા કહેવા અને જીવનનું દસ્તાવેજીકરણ કરવા માટે ચિત્રનો ઉપયોગ કરતો હતો. ગુફાચિત્રો પ્રારંભિક માનવ અસ્તિત્વની સમજ આપે છે. વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં અનન્ય ચિત્ર શૈલીઓ હોય છે.૨૦૦૮ થી દુનિયાના મોટાભાગના દેશોમાં આ દિવાસ ઉજવાઈ રહ્યો છે. થાઈલેન્ડમાં હાથીઓને પણ બ્રશ પકડાવીને સરળ ચિત્રો બનાવવાની તાલીમ અપાય છે.
જ્યારે તમે તમારા હૃદય અને મનને ખોલવાનું શરૂ કરશો, ત્યારે તમે તમારી સાચી ઊર્જા અને સ્વભાવને બહાર કાઢી શકશો, કલાકારો અપરંપરાગત સામગ્રીનો ઉપયોગ કરીને પણ સર્જનાત્મક ઉજવણી કરતા હોય છે, જેમાં રેતી ચિત્રો, ઝાડની છાલમાં છબી નિર્માણ સાથે વિદેશોમાં રોડની ફૂટપાથ ઉપર છેશાળ કલાકૃતિ બનાવતા જોવા મળે છે.
પ્રાચિન કાળથી માનવી વિવિધ કલા હસ્તગત કરતો આવ્યો છે. આદિકાળના તમામ અવશેષોમાં પથ્થરની દિવાલો પર ફુલ કે પ્રાણીના ચિત્રો વધુજોવા મળે છે. જેમજેમ સમય બદલાતોગયો તેમ શિક્ષણ સાથષ સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને ઈતર પ્રવૃત્તિમાં વિવિધ કલાઓમાં ચિત્રકલા પણ સામેલ થઈ. બાળખોએ જે જોયું છે તેદોરવા તેને પ્રેરણા મળે છે.નાના બાળકોનીરંગીન દુનિયામાં વિવિધ કલરોનું વિશેષ મહત્વ છે ૮ વર્ષ સુધીના બાળકોને રંગ, આકારો, રમકડા, વાર્તા, બાલગીતો, સંગીત, રમત ગમત બહુજ ગમે છે, અને આ માધ્યમો થકી જ તેનો વિકાસ ઝડપી થાય છે આજના શિક્ષણમાં કલાશિક્ષણ અગત્યનો પાયો છે.
ટીચીંગ લર્નીંગ મટીરીયલ અને એકટીવીટ બેઝ લર્નીંગ જ આનંદમય શિક્ષણનો પાયો હોવાથી ચિત્રકલાજ તેને એકાગ્રતા, કલ્પનાઅને યાદ શકિત જેવા ગુણો વિકસાવે છે. બાળકોમાં રહેલી વિવિધ છુપી કલામાં ચિત્રકલા પણ મોખરે છે. બાળક જોઈને ૮૦ ટકાથી વધુ શીખી જાય છે.નાના બાળકને તમે કોઈપણ ચિત્ર બતાવો તોતે તેના વિશે બે ત્રણ વાકયો બોલવા માડે છે. આજ ચિત્રોની તાકાત છે.ચિત્ર બતાવીને તમે વાર્તા કે પશુ પક્ષી કે પ્રાણી વિશે સમજાવશો તોતે ઝડપથક્ષ યાદ રાખશે અને શીખશે પણ ઝડપથી
બાળકોને પ્રોત્સાહન આપવા તેના ચિત્રોને સરસ ફ્રેમમાં મઢાવીને દિવાન ખંડમાં રાખવા જોઈએ. આજે તો ઘણી કોર્પોરેટ ઓફીસના ગ્લાસ ડોરમાં અને શાળાની દિવાલ કે શાળ નોટીસ બોર્ડમાં બાળકોના ચિત્રો, રંગબેરંગી ચિત્રો શોભા વધારી રહ્યા છે. બાળકોએ દોરેલા ચિત્રો તેના વ્યકિતત્વ સાથે તેની ઈચ્છા પણ દર્શાવે છે. પેઈન્ટીંગ, કલરીંગ, ડ્રોઈંગ, રંગપૂરણી જેવા ચિત્રો બાળકોને બહુજ ગમતા હોવાથી મા-બાપે અને શાળાએ તેને પ્રોત્સાહન આપવું, સારા ચિત્રો દોરનારના અક્ષરો પણ સારા થવાનું કારણ તેના વણાંક સાથેની સમજ અને ધીરજ, એકયુરસીને લીધે બને છે.બાળકોના ચિત્રો ઉપરથી તેની લાગણી અને તેની સમજ નો ચિતાર જોવા મળે છે. તેજે ચિત્ર દોરે તેમા તેની માનસીકતા અનેકલ્પના શકિત જોવા મળે છે.
બાળકને ટ્રેસ મુકત આનંદ-ઉત્સાહ સાથે રહેવાનું ચિત્ર જ શીખવે છે. આંગળીઓની વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ, કલરની પસંદગીને ચિત્ર બહાર કલર ન નીકળી જાય તેની તકેદારી જેવા વિવિધ ગુણ સાથે એકાગ્રતા અને દ્રષ્ટિ કેળવાય છે. બાળકોના ચિત્રો ભાઈ બંધ છે, તે તેને ઘણુ શિખવે છે. ઘરની આસપાસનાં વાતાવરણમાં જોતા આંગણાના પશુ પંખી તે ઝડપથી દોરતા શીખી જાય છે. આજે તો વોટર કલર, મીણીયાકલર, સ્કેચ પેન જાડી-પાતળીને વિવિધ આકાર કટવાળી આવે છે. જેના થકી શ્રેષ્ઠ આકારો આપીને ચિત્રો દોરવા ખુબજ આનંદ બાળકને મળે છે. નવરાશની પળોમાં વિવિધ કલા પૈકી ચિત્રકલાના વિકાસ માટે બાળકોને પ્રેરણા આપવી જરૂરી છે. તેની કલાને વેગ આપવા જરૂરી તમામ સહાય તેને આગળ વધવા મદદ કરે છે.
પોતાના સંતાનોને રૂચિ શેમા છે તે મા-બાપે પ્રથમ જાણવું જરૂરી છે. કલા એક મૌનની ભાષા છે. તમે નાના બાળકને જયારે કલર આપો ત્યાર તે આડા અવળા લીટા કરે છે, અને જયારે તે પેપર પર વર્ક કરે છે. ત્યારે તેના મગજમાં રહેલા વિચારોને પ્રગટ કરે છે.સફરજનને કલર કરવાનું કહોતો તેલાલ કલરજ ઉપાડે તો મરચામાં લીલો અને લીંબુમાં પીળો કલર જ કરશે કારણ કે તે તેને જોયું હોવાથી ઝડપથી યાદ આવી જાય છે. બાળકોને કલર સાથે વસ્તુ ઓળખનું પાયાનું જ્ઞાન અપાય છે. ધો.4 થી બાળક 10 વર્ષનો થતા તેના સમજશકિત ખીલતા તેની ચિત્રકલામાં રૂચી વધે છે. વિદ્યાર્થીના જીવનમાં કલાનું મહત્વ શિક્ષણ સાથે જોડાયેલું છે.
વિવિધ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવડાવી વિષય આધારીત કે ગમતાં ચિત્રો દોરવાથી તેને પ્રોત્સાહન મળે છે. જેમજેમ તેને કલાનો અનુભવ મળે છે.તેમ તેને કલરનું યોગ્ય માર્ગદર્શન પણ મળે છે. ખાસ તો નેશનલ કે ઈન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લે ત્યારે તેની એકાગ્રતા વધી જાય છે. રાજય પરીક્ષા બોર્ડ તરફથી પ્રાથમિક અને માધ્યમિક કક્ષાની ચિત્ર પરીક્ષા યોજાય છે. આજે તોદરેક શાળામાં ચિત્ર શિક્ષક પણ હોય છે. નવી શિક્ષણ નીતિમા તો ચિત્ર વિષય તરીકે જ દાખલ થઈ રહ્યો છે. શાળાએ પણ બાળકોનાં ચિત્રોનાં પ્રદર્શન યોજવા જોઈએ. જેમ બાળક ઉચ્ચ શિક્ષણ તરફ આગળ જાય તેમ તેના બાળપણના ચિત્રો જ તેને પ્રેરણા આપે છે.
ફેશન ડિઝાઈન, આર્ટટીચર ડિપ્લોમાં ફાઈન આર્ટ, ઈન્ટિરીયલ ડેકોરેશન વગેરેમાં બાળપણનો ચિત્રોનો શોખ ઘણો જ ઉપયોગી થતા સફળતા ઝડપથી મળે છે. આજે વેકેશનમાં વિવિધ સમર ટ્રેનિંગ કલાસીઝમા ડ્રોઈંગ, પેઈન્ટીંગ, આર્ટ અને ક્રાફટ વિગેરે હોબીમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ ને નવું નવું શીખવા જાય છે. એને કારણે તેનામાં ઘણા ગુણો વિકસે છે. અને જીવન કૌશલ્યો ખીલે છે. નવી શિક્ષણ પધ્ધતિ મુજબ બૌધ્ધિક વિકાસ અને પ્રવૃત્તિમય શિક્ષણમાં કલા યોગ્ય માર્ગદર્શન સાથે સ્કિલ ડેવલપમેન્ટ કરે છે. આજે તો બાળકોને ચિત્રો દોરવા, જોવા અને શિખવવા ઘણી આધુનિક પધ્ધતીઓ અમલમાં છે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. આજનું બાળક ટેકનોલોજી યુગમા ભણે છે તેથી આ ટેકનીકનો ઉપયોગ કરવો જરૂરી છે. નાના બાળકોનાં ચિત્રો મા-બાપ કે પરિવાર માટે કિંમત હોય છે. બાળકોના બેડરૂમમાં આજે તો ઘણા ચિત્રો અને રેખાકનો સાથે કાર્ટુન તથા ટીવી કાર્ટુનના વિવિધ કેરેકટર જોવા મળે છે.
મગજમાં પડેલી છાપ બાળકના ચિત્રો દ્વારા વિવિધ આકારમાં પ્રગટ થાય છે
નાના બાળકોની અભિવ્યકિત અને કલ્પના શકિત શીખવવા ચિત્ર પધ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે. બાળ મનોવિજ્ઞાન પણ કહે છે કે બાળક જોઈને સૌથી વધુ શીખે છે. બાળક ચિત્ર જોઈને તેની નિરીક્ષણ શકિત પાવર ફુલ બનાવે છે.ચિત્ર દ્વારા જ રસમય શિક્ષણનો અનુબંદ બાંધી શકાય છે. આજના યુગમાં ઈન્ટરનેટ પર ઘણી ચિત્રોની એપ્લીકેશન ઉપલબ્ધ છે. તેમાંથી ચિત્રો ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી બાળકને દોરવા કે રંગો પૂરવા આપી શકાય છે. પેઈન્ટીંગ વર્ણન ટકેનીક બાળખોને ચિત્રમાંથી વાર્તા અને પ્લોટ ચિત્રોની શ્રેણી શીખવે છે . નોલેજ બેઝ કાર્યમાં ચિત્રો સૌથી અગત્યના છે. ઘોડીયામાંથી જ વિવિધ નવરંગી રમકડા જોતો આવતો બાળક સમજણો થતાં તે તેવા ચિત્રો દોરવા રસ દાખવે છે. દરેક બાળક એની ક્ષમતા મુજબ તે કલામાં રસ લેતો હોય છે. બાળકને નેચર ડ્રોઈંગ સાથે પ્રાણીઓના ચિત્રો દોરવા વધુ ગમે છે. મગજમાં પડેલી છાપ બાળકનાં ચિત્રો દ્વારા વિવિધ આકારોના મદદથી પ્રગટ થાય છે.
અરુણ દવે