Abtak Media Google News

કરદાતાઓ ૧૫મી ઓગસ્ટ સુધી બંને ફોર્મ સબમીટ કરી શકશે: નવા પોર્ટલ પર થતી સમસ્યાઓને ધ્યાને રાખી લેવાયો નિર્ણય

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ(સીબીડીટી) દ્વારા કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. ઇન્કમ ટેક્ષના ફોર્મ ૧૫ સીએ અને ૧૫ સીબી મેન્યુઅલી ભરવાની અંતિમ તારીખને લંબાવી ૧૫ ઓગસ્ટ કરી દેવામાં આવી છે. અગાઉ આ ડેડલાઈન ૧૫મી જુલાઈની હતી જેને વધારી દેવામાં આવી છે. ઇન્કમ ટેક્ષના ઇ-ફાઈલિંગ પોર્ટલ થસી રહેલી સમસ્યાઓને ધ્યાને રાખીને આ નિર્ણય સીબીડીટી દ્વારા લેવામાં આવ્યો છે.

ઇન્કમ ટેક્સ એકટ ૧૯૬૧ મુજબ, આ બંને ફોર્મને ઇન્કમ ટેક્ષના પોર્ટલ પરથી ઇ-ફાઈલિંગ કરવું જરૂરી છે. ફોર્મ ૧૫સીએ રેમીટર દ્વારા જાહેર કરવામાં આવે છે કે, નોન-રેજીડેન્ટને કરાયેલી ચુકવણીના સોર્સ પર ટેક્સ ચુકવણું કરી દેવામાં આવ્યું છે. તેમજ ઓવરસીઝ પેમેન્ટ સમયે પ્રાસંગિક કર સંધી અને આઇટી એકટના નિયમોનું પાલન કરાયું છે તેનું સર્ટિફિકેટ ફોર્મ ૧૫સીબી છે.

સીબીડીટીએ કહ્યું છે કે, હવે કરદાતાઓ ફોર્મ ૧૫ સીએ-સીબી મેન્યુઅલ ફોર્મેટમાં અધિકૃત બેંકને ૧૫મી ઓગસ્ટ ૨૦૨૧ સુધી રજૂ કરી શકશે. બેંકોને પણ આ ફોર્મ ૧૫મી સુધી જમા લેવા સૂચના આપી દેવામાં આવી છે. સીબીડીટીએ વધુમાં કહ્યું છે કે, આ ફોર્મને આગાઉની મુદ્દત બાદ પણ સબમિટ કરવા માટે આઈટી પોર્ટલ પર અપલોડ કરવા સુવિધા આપવામાં આવશે. જેથી ડોક્યુમેન્ટેશન આઇડેન્ટિફિકેશન નંબર જનરેટ થઈ શકે. ઇન્કમટેક્ષ વિભાગે કરદાતાઓની સુવિધા માટે ૭મી જૂને નવું પોર્ટલ લોન્ચ કર્યું હતું પરંતુ નવા પોર્ટલ પર હાલ ટેક્નિકલ ખામીઓની સામનો કરવો પડી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.