Abtak Media Google News

સુધારાઓ શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮થી લાગુ થશે: એસેસમેન્ટ અંગે યુનિફોર્મ સિસ્ટમ લાગુ કરાઈ

સીબીએસઈએ ધો.૬ અને ૯ માટે નવું પરીક્ષા માળખુ જાહેર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશને ધો.૬ અને ૯ના છાત્રો માટે સીસીઈ સ્કીમ (ક્ધટીન્યુ કોમ્પ્રીહેન્સીવ ઈવેલ્યુશન) દાખલ કરી છે. શિક્ષણ વર્ષ ૨૦૧૭-૧૮ થી સીબીએસઈ ધો.૬ અને ૯ના છાત્રો માટે સીસીઈ સ્કીમ દાખલ કરે છે. જે નવા ફોરમેટ રૂપે અમલમાં આવશે. આ સુધારા અથવા નવુ માળખુ એસેસમેન્ટ સીસ્ટમને લગતા છે.

સીબીએસઈના સુત્રોએ જણાવ્યુ હતું કે ધો.૬ અને ૯ના તમામ છાત્રોને સમાન પરીક્ષા અને રીપોર્ટ કાર્ડના માળખા તળે લવાશે. જેથી જે તે છાત્ર સીબીએસઈ અંતર્ગત અભ્યાસ કરે છે અથવા પરીક્ષા આપી રહ્યો છે તે ફલિત થશે. બોર્ડના ચેરપર્સન આર.કે.ચર્તુવેદીએ જણાવ્યું હતું કે છાત્રોને ગુણવતાસભર શિક્ષણ આપવાની દિશામાં સીબીએસઈનું આ વધુ એક કદમ છે. તેનાથી શિક્ષણ વ્યવસ્થાનું સરળીકરણ થશે.

ચતુવેર્દીએ આગળ જણાવ્યું હતું કે સીબીએસઈ હેઠળ અત્યારે ૧૮૬૮૮ સ્કૂલ છે. આ તમામ શાળાઓને યુનિફોર્મ એટલે કે એક સમાન સિસ્ટમ લાગુ કરાશે. આ સુધારો ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષથી જ અમલી બનશે. સીસીઈ સ્કીમ હેઠળ છાત્રોનું બે ટર્મના આધારે એટલે કે વર્ષાંતે એસેસ્ટમેન્ટ કરાશે. આ એસેસમેન્ટ એક વિસ્તૃત રીપોર્ટ કાર્ડના ફોરમેટમાં હશે. આનાથી છાત્રને નવી શાળામાં એડમિશન મેળવવામાં વધુ સરળતા રહેશે.

ઉલ્લેખનીય છે કે સીબીએસઈએ શિક્ષણ ક્ષેત્રની એક મોટી બોડી છે. તેઓ પરીક્ષા માળખામાં કોઈ ફેરફાર કરે તો તેમાં તજજ્ઞોનો મત લેવાતો હોય છે. ખુબ જ વિચાર વિમર્શ બાદ જ સુધારા લાગુ કરવામાં આવે છે. જેમાં ઉતરોતર નવુ ફોરમેટ લાગુ કરવામાં આવે છે. ખાસ કરીને છાત્રોની ક્ષમતાને અને તેમની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને ફોરમેટ નકકી કરાતું હોય છે. જેમાં ગુણવતાસભર શિક્ષણ, ઉચ્ચ સ્તરીય શિક્ષણ, આકારણી, પરીક્ષા, રીપોર્ટ કાર્ડ વિગેરે સામેલ છે. એકંદરે સીબીએસઈએ ધો.૬ અને ૯ માટે નવુ પરીક્ષા માળખું જાહેર કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.