Abtak Media Google News

અબતક – નવીદિલ્હી

તામિલનાડુના કુંનૂર ખાતે ભારતીય સૈન્યનું એમઆઈ 17 વી5 હેલિકોપટર ક્રેસ થઈ ગયું છે જેમાં ભારતના પ્રથમ સીડીએસ બિપિન રાવત નું પણ મૃત્યુ નિપજયું છે એટલું જ નહીં આ હેલિકોપ્ટરમાં સવાર 14 લોકો પૈકી 13 લોકોના મોત નિપજ્યા છે જે અત્યંત દયનીય છે. જે હેલિકોપ્ટરમાં રાવત મુસાફરી કરતા હતા તે રશિયન હેલિકોપ્ટર અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે અને તે હેલીકોપ્ટર ઓલ વેધર હેલિકોપ્ટર તરીકે પણ ઓળખાય છે ત્યારે છે ઘટના ઘટિત થઈ છે તે અકસ્માત કે ટેકનોલોજી ફેલિયર તે અંગેના સરકાર દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. હાલ જે અકસ્માત થયો છે તેમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંગ ની હાલત ખરાબ છે પરંતુ અન્ય લોકો કે જે હેલિકોપ્ટરમાં સફર કરતા હતા તેમનું મૃત્યુ નિપજ્યું છે.

MI 17 વી5 હેલિકોપટર અત્યંત સુરક્ષિત ચોપર,
રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને વીવીઆઈપી લોકો આ હેલિકોપ્ટરમાં કરે છે પ્રવાસ

આ ઘટના અંગે કર્નલ પી.પી વ્યાસ વેટરન આર્મી ઓફિસર કે જેવો હેલિકોપ્ટર પાઈલટ તરીકે ભારતીય સૈન્યમાં ફરજ બજાવી અને 6000 કલાકનો વિશાળ અનુભવ હોવા થી તેઓએ અટક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે એમઆઈ 17 વી5 હેલિકોપટર રશિયન હેલિકોપ્ટર છે કે જેમાં બે એન્જિન હોય છે આ હેલિકોપ્ટર ખૂબ જ સુરક્ષિત છે અને જ્યારે આ જો પરમાં કોઈ વીઆઈપી લોકો અથવા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન સફર કરતા હોય તે પૂર્વે આ હેલિકોપ્ટર ની ચકાસણી પૂર્ણત: કરવામાં આવતી હોય છે અને ચેકલીસ્ટ મુજબ તેની ચકાસણી થાય છે જેમાં સર્વપ્રથમ મેકેનિકલ દ્વારા હેલિકોપ્ટર ચેક કરવામાં આવે છે ત્યાર બાદના તબક્કે એન્જિનિયર દ્વારા અને બાદમાં આર્મી ઓફિસર દ્વારા હેલિકોપ્ટર ચેક થયા બાદ જ પાઇલટને જે તે ચોપર સોંપવામાં આવતું હોય છે.

પરંતુ સીડીએસ રાવત સાથે જે દુર્ઘટના ઘટી તેમાં સૌથી મોટું કારણ વાતાવરણ અને સિસ્ટમ બેય હોઈ શકે છે જે અંગે વધુ તપાસ હાથ ધર્યા બાદ જ સાચી વિગતો સામે આવી શકશે. તેઓએ જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટર માં કોઈપણ સતી ઉદભવી થાય તો તે હશયિં ળજ્ઞમ દ્વારા તેનું લેન્ડિંગ સફળ થઈ શકે છે પરંતુ જે દુર્ઘટના ઘટી તેમાં એક પણ સેક્ધડનું ચાન્સ મળ્યો ન હતો પરિણામે હેલિકોપ્ટર ક્રેશ થયું છે સાથોસાથ કર્નલ પીપી વ્યાસે જણાવ્યું હતું કે સમયાંતરે ટેકનોલોજીમાં બદલાવની સાથે અપગ્રેડેશન ખાવું પણ એટલું જ જરૂરી છે.

 

MI 17 વીપ હેલિકોપટરની ખાસિયતો

MI 17 વી5 હેલિકોપટરને મીડિયમ લીફટર હેલિકોપ્ટર તરીખે ઓળખાય છે બે એન્જિનથી સજ્જ છે.

હેલિકોપ્ટર વિશ્વનું સૌથી ભરોસા મંદ હેલિકોપ્ટર તરીકે પણ ઓળખાય છે.

હેલિકોપ્ટર રશિયન મેડ હોવાથી દરેક વાતાવરણમાં યોગ્ય રીતે ઉડાન ભરી શકે છે.

હેલિકોપ્ટરનો ઉપયોગ ટુકડી અને શસ્ત્રોના પરિવહન, ફાયર સપોર્ટ, કોન્વે એસ્કોર્ટ, પેટ્રોલિંગ અને શોધ અને બચાવ માટે કરવામાં આવે છે.

આ હેલિકોપટરમાં મિસાઈલ, એસ 8 રોકેટ, 23એમએમ મશીનગન, પીકેટીમશીનગન અને એકેએમ સબ-મશીન ગન લોડ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.