- ડેપોના ડ્રાઇવર, કંડકટર, મિકેનિકલ અને મુસાફરોની આરોગ્ય તપાસ કરાઈ
વેરાવળ એસ.ટી.ડેપો ખાતે વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ઉપલક્ષમાં વેરાવળ એસ.ટી.ડેપો ખાતે સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા આરોગ્ય વિષયક કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં ડેપોના ડ્રાઇવર, કંડકટર, મિકેનિકલ સ્ટાફ અને મુસાફરોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા હાઈપર ટેન્શનના જોખમો કઈ રીતે ઘટાડી શકાય? તેમજ હાઈપર ટેન્શનના જોખમી પરિબળો વિશે સમજૂતી આપવામાં આવી હતી.
વેરાવળ એસ.ટી.ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે વેરાવળ સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા ડેપો ખાતે આવીને ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક સ્ટાફ, વહીવટી સ્ટાફ તેમજ મુસાફર જનતા માટે વિના મૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરી આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
અહેવાલ: અતુલ કૉટૅચા