Abtak Media Google News

101 કુંડી મહાયજ્ઞ, મહારકતદાન કેમ્પ, સમુહ લગ્નોત્સવ યોજાશે

રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા તા. 1 થી 3 ફેબ્રુઆરી સુધી વિશ્વકર્મા જયંતી મહોત્સવ તથા શતાબ્દી વર્ષ અંતર્ગત 101 કુંડી મહાયજ્ઞ,   વિશ્વકર્મા દાદાની દશાવતારની ઝાંખી, મહારકતદાન શિબિર, વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા, સમુહ લગ્નોત્સવ, દાતા સન્માન  વગેરેનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

વિશ્વકર્મા પ્રભુજીનું મંદીર દીવાનપરા, રાજકોટ ખાતે  બિરાજમાન ભગવાન વિશ્વકર્માદાદાની પ્રાણ પ્રતિષ્ઠાને 100 વર્ષ પુર્ણ થતા શતાબ્દી વર્ષ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ભગવાન વિશ્વકર્મા પ્રભુજી નુતન સુવર્ણ સિંહાસનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સુવર્ણ સિંહાસનનો જેમણે મહાસંકલ્પ કરેલ તેવા મુખ્યદાતા પ્રવીણભાઇ જેરામભાઇ અઘારા અને રમેશભાઇ અંબારામભાઇ તલસાણીયા તેમજ અન્ય દાતા સુવર્ણદાનથી શતાબ્દી વર્ષે પુન: પ્રાણપ્રતિષ્ઠાનાપાવન અવસરે કનકેશ્વરી દેવીજી, ( ખોખરા હનુમાનજી ધામ, મોરબી) અને પુ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી (સંયોજક હિન્દુ ધર્મ આચાર્ય સભા) અધ્યક્ષ આર્ષ વિદ્યા મંદીર, રાજકોટના શુભ હસ્તે દર્શનાર્થીઓ માટે સૂવર્ણ સિંહાસન ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

વિશ્વકર્મા પ્રભુજીનું સુવર્ણ સિંહાસનનું અનાવરણ કરાયું: રસિકભાઇ બદ્રકીયા

રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ રસિકભાઇ બદ્રકીયાએ અબતક સાથે થયેલી વાતચીતમા જણાવ્યુ હતું કે અમારા ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિરના દાદાના પ્રાણ પ્રતિષ્ઠાના 100 વર્ષ પુર્ણ થતા શતાબ્દી વર્ષ મહોત્સવ ઉજવણીનું આયોજન કર્યું છે. શતાબ્દી મહોત્સવ ભાગરૂપે ભગવાન વિશ્વકર્મા પ્રભુજીનું નુતન સુવર્ણ સિંહાસનનું અનાવરણ કરવામાં આવ્યું છે.શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ અંતર્ગત પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કનકેશ્વરી દેવીજી, અને  પુ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના  શુભ હસ્તે દર્શનાર્થીઓ માટે સુવર્ણ સિંહાસન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. 1થી 3 ફેબ્રુઆરી સુધી પુન: પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞ શરુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.