Abtak Media Google News

વેક્સિનના બે ડોઝ લેનાર ગરબીઓમાં ભાગ લઇ શકશે

શેરી,સોસાયટી અને ફ્લેટમાં 400 વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે

આઇ-વે પ્રોજેક્ટ ,ડ્રોન કેમેરા અને ઘોડેસવાર આવારા તત્વો પર વોચ રાખશે:રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા અને રેસ્ટોરન્ટને છુટ

કોરોના  મહામારી સમયે નવરાત્રી પર્વની ઉજવણી તકેદારી રાખી સરકારની માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરી કરવા અંગે હાલમાં તા .07 / 10 / 2021 થી નવરાત્રી પર્વની શરૂઆત થનાર છે જે નવરાત્રી પર્વ દરમ્યાન લોકો માતાજીની પુજા અર્ચના કરવામાં આવે છે તેમજ સોસાયટી વિસ્તારમાં દિકરીઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે જે હાલના સંજોગોમાં સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઇ અને ફકત પ્રાચીન ગરબીને મંજુરી આપવામાં આવેલ છે .

કોરોના વાયરસની મહામારી ધ્યાને રાખી સરકાર દ્વારા નવરાત્રી દરમ્યાન આપવામાં આવેલ છુટછાટ દરમ્યાન પણ ખુબજ તકેદારી રાખવી જરૂરી છે જેથી આગામી નવરાત્રી પર્વ દરમ્યાન આસ્થા સાથે સાથે કોરોનાને ધ્યાને રાખી નવરાત્રી પર્વની ઉજવણી કરવા અપીલ કરવામાં આવેલ છે જે સરકાર દ્વારા નવરાત્રી પર્વ દરમ્યાન ની ઉજવણી સંદર્ભે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ છે જે બાબતે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ  દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે જે નવરાત્રી પર્વ દરમ્યાન શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી જાહેરનામાનુ પાલન કરાવવામાં આવશે.

નવરાત્રી દરમ્યાન  શહેરમાં રાત્રીના 24/00 વાગ્યા સુધી શેરી , સોસાયટી , ફલેટમાં 400 વ્યકિતઓની મર્યાદામાં ગરબાનુ આયોજન તેમજ દુર્ગા પુજા , શરદ પુર્ણીમા , દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે એટલે કે હાલમાં ફકત પ્રાચીન ગરબાના આયોજનની છુટ આપવામાં આવેલ છે જેના આયોજન કરતાઓએ રાત્રીના 24/00 વાગ્યે તમામ લોકો પોતાના ઘરે પહોંચી જાય તેવીરીતે આયોજન કરવાનુ રહેશે જો કોઇ રાત્રીના 24/00 બાદ મળી આવશે તો તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે . તેમજ ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યકિતઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલ હોવા જોઇએ તેમજ ગરબા દરમ્યાન ભાગ લેનાર લોકોને વેક્સિન લેવા અંગે જાગૃત કરવા  લેવા પ્રોત્સાહીત કરવા અપીલ કરવામાં આવે છે .

તેમજ ગરબાના આયોજન દરમ્યાન ઉપયોગ થતા લાઉડ સ્પીકર / ધ્વની નિયંત્ર અંગે  સુપ્રીમ કોર્ટના આદેશોનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે તેમજ પ્રાચીન ગરબાનુ આયોજન કરનાર આયોજનકોએ ગરબાના આયોજનમાં લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે લાગતા વળગતા પોલીસ સ્ટેશન ખાતે મંજુરી મેળવવી ફરજીયાત છે જે મંજુરી મેળવેલ નહી હોય તેઓ વિરૂધ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે . તેમજ  શહેરમાં પાર્ટી પ્લોટ , ક્લબ , ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઇપણ જગ્યાએ કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનુ આયોજન કરવામાં આવતુ હોય તેવા સ્થળોએ નવરાત્રીની ઉજવણીની પરવાનગી આપવામાં આવેલ નથી  તેમ છતા કોઇ દ્વારા આવુ આયોજન કરવામાં આવશે તો  શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે .

પોલીસ દ્વારા નવરાત્રીના પર્વ દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે તેમજ વધુમાં વધુ પેટ્રોલીંગ ફરવામાં આવશે નવરાત્રી પર્વ દરમ્યાન  શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ , સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ  , નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા  ઝોન -1 , નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા સાહેબ ઝોન -2 નાઓના સુપરવિઝન હેઠળ રાજકોટ શહેરના મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીઓ -8 , પોલીસ ઇન્સ્પેકટર -18 , પોલીસ સબ ઇન્સ્પેકટર -100 , એ.એસ.આઇ. /એચ.સી . -970 , હોમગાર્ડ 400 , ટી.આર.બી જવાનો -600 , જી.આર.ડી. -120 નાઓનો ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે તેમજ  શહેરમાં કાર્યરત આઇ – વે પ્રોજેકટના સી.સી.ટી.વી. કેમેરા મારફત સતત વોચ રાખી મોનીટરીંગ કરવામાં આવશે તેમજ ડ્રોન કેમેરા દ્વારા સોસાયટી વિસ્તારોમાં સતત વોચ રાખવામાં આવશે તેમજ ધોડેસવાર પોલીસ તથા ક્યુ.આર.ટી. ટીમ દ્વારા સતત પેટ્રોલીંગ રાખવામાં આવશે તેમજ તેમજ રાજકોટ શહેર મહિલા પોલીસ ના 230 અધિકારી / કર્મચારીઓ દ્વારા નવરાત્રી દરમ્યાન  શહેર વિસ્તારમાં ખાનગી કપડામાં તેમજ યુનિફોર્મમાં સતત આવારા તત્વો ઉપર વોચ રાખવામાં આવશે અને કોઇ ઇસમો દ્વારા કોઇ ગે.કા. પ્રવૃતિ આચરવામાં આવી ધ્યાને આવશે તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે .

તેમજ શહેર પોલીસ દુર્ગાશકિત ટીમ કાર્યરત છે જેઓ દ્વારા શહેરમાં કાર્યરત ટ્રાફિક ભરોશા કેન્દ્ર ખાતે હાજર રહી અને કોઇ આવારા તત્વો કે કોઇ મહિલાઓ સંબંધી કોઇ પ્રશ્ન ઉપસ્થીત થયે તેઓ દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે તેમજ દુર્ગાશકિત ટીમની સાથે સખી વોલીએન્ટર સ્કીમમાં બહેનો જોડાયેલ છે તેઓ પણ મદદમાં રહેશે અને તેઓ દ્વારા દુર્ગાશકિત ટીમને કોઇ રજુઆત કરવામાં આવ્યું તે બાબતે દુર્ગાશકિત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમજ  પોલીસ સહરક્ષકો દ્વારા પણ વિસ્તારમાં કોરોના વાયરસ અંગેની માર્ગદર્શીકાનું પાલન થઇ રહેલ છે કે કેમ તે બાબતે પોલીસ મદદમાં રહેનાર છે .

નવરાત્રી પર્વ દરમ્યાન તમામ દુકાનો , વાણિજયક સંસ્થાઓ , લારી – ગલ્લાઓ , શોપીંગ કોમ્પ્લેક્સ તેમજ રેસ્ટોરન્ટ્સ જે રાત્રીના 22/00 વાગ્યા સુધી એસ.ઓ.પી. ને આધીન ચાલુ રાખી શકાશે તેમજ રેસ્ટોરન્ટ્સમાં રાત્રીના 24/00 કલાક સુધી ઇંજ્ઞળય ઉયહશદયિુ ની સુવિધા ચાલુ રાખી શકાશે તેમજ તેનુ પાલન નહીં કરનાર વિરૂધ્ધ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે .

રાજકોટ શેહરની જાહેર ધર્મપ્રેમી જાહેર જનતાને રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા અપીલ કરવામાં આવે છે કે આગામી નવરાત્રી પર્વ દરમ્યાન સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરવુ તેમજ નવરાત્રી પર્વ દરમ્યાન કોરોના વાયરસની મહામારી ધ્યાને રાખી ગરબાના આયોજન દરમ્યાન શોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરી માતાજીની પુજાઅર્ચના કરી પોતે તથા પોતાના પરિવારને સ્વસ્થ અને સુરક્ષીત રાખવા અપીલ કરવામાં આવે છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.