Abtak Media Google News

ન્યારા ગામમાં ૬ એપ્રિલે ધામધુમથી ઉજવાશે સદગુરુદેવની પુણ્યતિથિ

સદગુરૂ આશ્રમે ર્જીણોઘ્ધાર દાતાઓને સહયોગ આપવા આશ્રમ ટ્રસ્ટની અપીલ

ન્યારા ગામમાં આગામી તા.૬ એપ્રિલના રોજ ન્યારા આશ્રમ ખાતે ગુરુદેવની પુણ્યતિથિની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે હાલ ન્યારા આશ્રમે ર્જીણોઘ્ધાર તથા સંતો માટે વિવિધ સુવિધા વધારવા માટે બાંધકામ થઇ રહ્યું છે.

ન્યારા ગામમાં ૧૯૧૯માં સદગુરુ સ્વામી રણછોડદાસજી બાપુની પુનિત પધરામણી કરી તેના ૧૦૦ વર્ષની ઉજવણી મહોત્સવ નીમીતે સદગુરુ સ્વામી શ્રી હરિચરણદાસ બાપુની આજ્ઞા અને અનુમતિ લઇ તથા મુખ્ય યજમાન પદે તથા કર્તાહર્તા સમાહર્તા તથા દશ દિવસ દરમ્યાન આશ્રમમાં પધરામણી કરીને તા. ૧૪-૧૨-૨૦૧૯ થી તા. ૨૩-૧૨-૨૦૧૯ સુધી સવારના સત્રમાં શ્રી રામચરીત માનસ સમુહપાઠ વ્યાસપીઠ ઉપર રામાયણી શ્યામ સુંદરજી મહારાજ (ચિત્રકુટવાળા) તેમની સુમુધર વાણી સાથે સંગીતમય શૈલીમાં રસપાન કરાવી હતી.

બપોરના સત્રમાં શ્રી દેવી ભાગવત નવાન્હા પારાયણ કથા વ્યાસપીઠ ઉપર ભાગવતાચાર્ય આસ્તીકભાઇ શંકરભાઇ જોષી સંગીતમય શૈલીમાં (રાજકોટવાળા) કરાવી હતી બન્ને સત્રમાં ૧૦ દિવસ સુધી ધામધુમથી ઉજવણી થઇ હતી. તથા બાપુના આમંત્રણને માથે ચડાવીને ગોંડલ, રાજકોટ, વાંકાનેર, ગોરા, ઇન્દોર, ચિત્રકુટ, અયોઘ્યા, બનારસ, ઋષિકેશ, કર્ણપ્રયાગ, પાંડુકેશર બધા જ ગામથી સાધુ સંતો મહંતો બધા જ પધારીને આ પ્રસંગનો ઘણો જ ઉત્સાહ વધારી દીધો હતો. કથા અનુસાર આવતા બધા જ પ્રસંગો ધામેધુમે યજમાનો દ્વારા ધામેધૂમે ઉજવાયા હતા.

૧૦૦વર્ષની ઉજવણી નીમીતે ૧૦ દિવસ રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ જુદા જુદા કલાકારો દ્વારા આપ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન ન્યારા ગામના તથા આજુબાજુના ગામના ભાઇઓ તથા બહેનો આવ્યા હતા તથા દરેક રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉ૫સ્થિત રહીને અનેકગણો ઉત્સાહ વધારી દીધો હતો.

સવારે નાસ્તો, ચા, દુધ, કોફી તથા બપોરના સમયમાં મહાપ્રસાદ તથા બપોરના સત્રની કથા દરમિયાન ચા, દુધ, કોફી તથા રાત્રીના સમયમાં  મહાપ્રસાદ તથા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવ્યા હતા. ભકતો માટે રાત્રીના સમય દરમિયાન નાસ્તો, ચા, દુધ, કોફીની વ્યવસ્થા ન્યારા આશ્રય તરફથી કરવામાં આવી હતી.

4. Thursday 2 2

આગામી શ્રી રણછોડદાસજી બાપુનો ૧૯૨૫નો પ્રથમ ફોટો જેરામભાઇ દેવશીભાઇ તથા ન્યારા ગુરુ પરિવારના ભાઇઓ તથા બહેનોની લાગણી તથા દરેક ઘર દુકાન તેમજ બધી જ જગ્યાએ પૂ. બાપુના દર્શન, પુજન, આરતી કરી શકે એવી લગાણી દર્શાવતા ગુરુદેવ સ્વામી રણછોડદાસજી બાપુએ અનુમતિ આપી હતી. ગુરુમઢી તરીખે ઉપનામે ઓળખાતો જેમ જેમ સમય જતા ટ્રસ્ટની સ્થાપના થઇ ત્યારથી સદગુરુ ઘ્યાન મંદિર ટ્રસ્ટના નામે ઓળખાતા અત્યારે ન્યારા આશ્રમ તરીકે ઓળખાય છે.

કથા દરમ્યાન ગુરુદેવ હરીચરણદાસબાપુને ૨૦૨પમાં ગુરુદેવના પ્રથમ ફોટાની ભવ્ય ઉજવણી કરવાની વાત કરતા બાપુએ નિખાલશ થયો આજ્ઞા આપી હતી તથા સમય જેમ જેમ જતો હોય તેમ આશ્રમનો ર્જીણોઘ્ધાર કરવા તથા આશ્રમના પટાંગણના નીચેના ભાગે લેડીઝ તથા જેન્ટસના ટોઇલેટ તથા વોશીંગ એરીયા બનાવા તથા ઉપરના ભાગે નવા ૧૦  રૂમ એટેચ્ડ સંડાસ-બાથરૂમ, ફર્નીચરવાળા બનાવવાની વાત કરતા બાપુએ નિખાલસતાથી સ્વીકારી હતી. આ અંગે સાંજની ધર્મ સભામાં જાહેરાત કરતા બધા જ ગુરુભાઇઓ તથા બહેનોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

તા. રર-૧૨-૨૦૧૯ને રવિવારે શુભ ચોઘડીયા ન્યારા આશ્રમમાં ગુરુદેવ ના સાનિઘ્યમાં પધારેલ સંતો તથા ગુરૂભાઇઓ તથા બહેનોના આશ્રમના ટ્રસ્ટી મંડળ તથા સ્થાનીક કમીટીના સભ્યો બધા જ ની હાજરીમાં ભૂમીભુજન મંગલમય વાતાવરણમાં થયું હતું.

હાલમાં નવા બાંધકામના પૂ. શ્રી ગુરુદેવની અનન્ય ભકિત તથા તેમના નજીકના ગુરુભાઇ આકીટેક મનીષભાઇ રૂપારેલીયા બાપુની આજ્ઞાથી બાંધકામ સંભાળ્યું છે. આશ્રમની અંદર ભવ્ય દર્શન શ્રી ગૌવકર્ણેશ્ર્વર મહાદેવ તથા પાછળની બાજુએ બાપુજીની સમાધી તરીકે ઓળખાય છે. કોઇને ઝેરી જનાવર કરડે તો શ્રીફળની માનતા ફળે છે તેવી લોકવાયકા છે તથા સામેના ભાગમાં નાનું શંકરજીનું મંદિર આવેલ છે તથા નવા બાંધકામની શુભ શરુઆત કરાઇ છે.

ગુરુદેવશ્રી રણછોડદાસજી બાપુની હાજરીમાં ન્યારામાં નાની રૂમ બનાવી હતી તેમજ સમય જતાં ત્રણથી ચારવાર ગુરુમઢીનું પુન: નિર્માણ કરાવ્યુઁ હતું. હવે વિશાળ તપોભૂમિ થવા થઇ રહી છે. ગુરુદેવ બાપુની હાજરીમાં તપ, જપ દરમ્યાન થયેલ ઉર્જાને સાચવી રાખવા તથા તે બધા જ પથ્થરોને તીર્થના પવિત્ર જળનો છંટકાવ કરીને ભકતો માટે દર્શન કરવા સાચવવામાં આવશે તથા જયારે નવા બાંધકામમાં તેનો ઉપયોગ કરીને ગુરુદેવની તણોભૂમિની ઉર્જા જળવાઇ રહે તે રીતે ઉપયોગ કરવામાં આવશે.

ભુમિ પુજનના ઉત્સવ દરમ્યાન બાપુના આશીર્વાદ પ્રવચનમાં પૂ. બાપુએ ગુરુદેવની તપોભૂમિમાં નવા બાંધકામમાં તથા મંદિર ર્જીણોઘ્ધારમાં તન, મન, ધનથી આ ભગીરથ કામમાં તન, મન, ધનથી સહયોગ આપીને સહુ સહભાગી થાય તેવો આશીર્વાદ પ્રવચનમાં આપ્યા હતા. (સંસ્થાને મળતું દાન દાન આવકવેરામાંથી મુકત છે)

ગુરુદેવની આગામી પુણ્યતિથિ તા. ૬-૪-૨૦૨૦ ને સોમવારે ન્યારા આશ્રમમાં ધામધુમથી ઉજવાશે. દરેક ધર્મપ્રેમી ગુરુભાઇઓ તથા બહેનો લાભ લેવા જાહેર આમંત્રણ અપાયું છે.

નવા ર્જીણોઘ્ધારમાં પુ. બાપુએ જ પહેલા દાનની જાહેરાત કરતા આ કામ પણ શ્રી સીતારામ ભગવાનની કૃપાથી વહેલું પુરુ થઇ જશે તેમ બાપુએ આશીર્વાદ આપ્યા છે. તપોભૂમિમાં પધારીને દર્શન કરવા તથા આ ભગીરથ કાર્યનો જીણોઘ્ધારમાં જોડાવા ટ્રસ્ટી મંડળે એક યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.