Abtak Media Google News

રાજકોટ રેલવે ડિવીઝનમાં યોગ દિવસની ઉજવણી

1 2 1 3

૨૧ જૂનના રોજ વિશ્ર્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ઠેર-ઠેર જગ્યાએ યોગા કરવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટ રેલવે ડી.આર.એમ.કેમ્પસ ખાતે યોગ કરવામાં આવ્યા હતા. રેલવેના તમામ કર્મચારીઓ દ્વારા યોગા કરવામાં આવ્યા હતા. તા યોગી તા ફાયદાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

મીડિયા સોની વાતચીત દરમિયાન એ.ડી.આર.એમ. એસ.એસ.યાદવે જણાવ્યું હતું કે, રાજકોટ રેલવે મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ડી.આર.એમ. કેમ્પસ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં અમારા રેલવેના તમામ કર્મચારીઓ તા તેમના પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. સાો સા બધશ લોકો પણ જોડાયા છે. આ કાર્યક્રમ અમે પતંજલિ યોગ પીઠના તત્વાધ્યાનમાં કરીએ છીએ. ગોપાલ શર્મા તા તેમના દોસ્તો સો તેઓ આવ્યા છે. ત્યારે વાત કરીએ તો ભારતીયોની પુરાણી પરંપરા છે. યોગની તો આ પરંપરાને લોકો સુધી પહોંચાડવી જોઈએ અને તેની જાગૃતિ લાવવી જોઈએ. તેનાી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ધોરાજીની શાહ કોલેજ ખાતે યોગ દિનની ઉજવણી કરાઈ 

યોગ શારીરિક અને માનસિક બંને રીતે ફાયદાકારક છે એવું તમે સાંભળ્યું જ હશે પરંતુ યોગનો ઇતિહાસ શું છે અને તે ભારતથી બહાર કેવી રીતે પહોંચ્યો એ અંગે તમે જાણો છો? આજે  વિશ્વ યોગ દિવસ છે જેની ઉજવણી દુનિયાભરના લોકો કરવા જઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ૨૧ જૂનને વૈશ્વિક યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી.

યોગ ભારત ની એક પ્રાચીન પરંપરા નો ભવ્ય વારસો છે મનુષ્ય ના સ્વચ્છ તન અને મન તાલમેલ નુ માધ્યમ એટલે યોગ. યોગ વ્યાયામ નો એવો પ્રભાવશાળી પ્રકાર છે કે જેનાથી કેવલ શરીર જ નહી મનુષ્ય ના મન અને આત્મા ને પણ સંતુલિત બનાવી શકાય છે.

આજના આ ભૌતિકવાદી સમાજ મા માણસ તનાવ ગ્રસ્ત જીવનથી ઘેરાયેલ હોય છે સ્વચ્છ જીવનશૈલી અપનાવી ને જીવનમાં સાર્થક બનવા યોગ થી કોઈ ઉતમ પધ્ધતિ નથી તેથી જ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિ ની ઉત્તમ પરંપરા ને યોગ વિદ્યા ને વિશ્ર વિરાસત મા સામેલ કરીને પ્રતીવર્ષ ૨૧ જુન ના દિવસ ને યોગ દિવસ જાહેર કર્યો છે.

ત્યારે ધોરાજી ની નવી ભગવતસિંહજી હાઈસ્કુલ તથા કે ઓ શાહ કોલેજ  ખાતે યોગ દિવસ ની ઉજવણી કરાઈ હતી જેમાં સરકારી કર્મચારી હોદ્દેદારો આગેવાનો અલગ અલગ  શાળા ના વિદ્યાર્થી ઓ શાળા સંચાલકો શિક્ષકો તથા આગેવાનો હાજર રહ્યાં હતા.20190621 085408

પડધરીમાં વિશ્ર્વ યોગ દિનની ઉજવણી

આજે વિશ્ર્વ યોગ નિમિત્તે  પડધરી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના ગ્રાઉન્ડમાં યોગ દિવસ અંતગર્ત કાર્યક્રમ યોજાયો હતો તે દરમિયાન દિપ પ્રાગટ્ય કરીને  કાર્યક્રમ ની શરૂઆત કરી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે  રાજકોટ જીલ્લા મદદનીશ કલેકટર ડો ઓમપ્રકાશ સાહેબ તથા તેમનો સ્ટાફ પડધરી મામલતદાર સાહેબ શ્રી પ્રકાશ ગોઠી સાહેબ પડધરી તેમનો સ્ટાફ તેમજ પડધરી સરપંચ ડો પરમાર સાહેબ પડધરી શહેર ના આગેવાનો પડધરી પોલીસ સ્ટાફ પડધરી સ્કુલ કોલેજ ના બાળકો તથા શિક્ષકો આચાર્ય વગેરે આજે વિશ્ર્વ યોગ દિવસ નિમિત્તે સરકારી વાણિજ્ય કોલેજના ગ્રાઉન્ડમાં યોગ કાર્યક્રમમા બહોળી સંખ્યામાં જોડાયા હતા.

મેટોડા જીઆઈડીસી ખાતે વિશ્ર્વ યોગ દિવસ ઉજવાયો

ડેકોરા ભવનમાં લોકોએ કર્યા સામુહિક યોગા

અત્યારે સમગ્ર ભારતદેશમાં ૨૧ જૂન વિશ્ર્વ યોગ દિવસ તરીકે ઉજવાય રહેલ છે. ત્યારે લોધીકા તાલુકાનો વિશ્ર્વ યોગ દિવસ મેટોડા જીઆઈડીસીમાં આમ બને જગ્યાએ વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિહ જાડેજા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઈ પાંભર તાલુકા વિકાસ અધિકારી કુમારી મીરા સોમપુરા સરદાર શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક ગણ તેમજ ગાયત્રી વિદ્યામંદિરના વિદ્યાર્થી સ્ટાફ ગણ અને શિક્ષણ ખાતાના અધિકારીઓ લોધીકા મામલતદાર એ.સી. પ્રજાપતી મામલતદાર કચેરી સ્ટાફ લોધીકા કુમાર ક્ધયા પ્રા.શાળા ખીમાણી હાઈસ્કુલ સ્ટાફ વિદ્યાર્થીઓ તેમ ગામ લોકો લોધીકા પોલીસ સ્ટાફ વિગેરેની ઉપસ્થિતિમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ .

સોમનાથ મંદિરના સાનિધ્યે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાય

ગીર સોમનાથ જીલ્લા કક્ષાની ઉજવણી શ્રી સોમનાથ મંદિર પરિસરમાં કરવામાં આવેલ હતી. જેમાં બિજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાના અધ્યક્ષ સ્થાને દિપ પ્રાગટ્ય થી આ પ્રસંગનો શુભારંભ કરેલ, ત્યાર બાદ સ્પોર્ટ તથા યોગ ક્ષેત્રે ખ્યાતી પામેલ યુવક-યુવતીઓને સન્માનીત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે પુર્વ રાજ્યમંત્રી જશાભાઇ બારડ, પાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડિડિઓ રહેવર, અધિક કલેક્ટર એચ આર મોદી, ચીફ ઓફિસર જતિન વ્યાસ, મામલતદાર દેવ કુમાર આંબલીયા સહિત સ્થાનીક સામાજીક અગ્રણીઓ, વિવિધ કોલેજો-શાળા ના વિદ્યાર્થીઓ સહીત સૌ લોકોએ યોગ કરેલ હતા. સૌ લોકોને રીફ્રેશમેન્ટ લીંબુ શરબત તથા   બિસ્કીટ નુ વિતરણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ હતુ.

રાજુલામાં  “વિશ્વ યોગ દિવસ ઉજવાયો

રાજુલા તાલુકા કક્ષાની ઉજવણી બાલકૃષ્ણ વિદ્યાપીઠ-રાજુલા ખાતે કરવામાં આવી જેમાં પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી,પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, શિક્ષણ વિભાગ સહિત બાલકૃષ્ણ વિદ્યાપીઠનો સમગ્ર પરિવાર આ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશના ભગીરથ કાર્ય માં સહભાગી બન્યાં છે ત્યારે તમામ માં ભારતી ના સંતાનો ને સો સો સલામ..

આ દિવસ એટલે આપણા દેશનું ગૌરવ કે જે દિવસ સમગ્ર વિશ્વ ઉજવી રહ્યો છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.