ધીરગુરૂદેવના સાંનિધ્યે જશાપરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી

શોભાયાત્રા, વિમોચન: જય દ્વારકાધીશ દ્વાર-ઉદ્ઘાટન: ધુંવાડાબંધ ગામ જમણ

જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ.ધીરગુરૂદેવના સાંનિધ્યમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. ચાતુર્માસ કમિટિના ક્ધવીનર કે.ડી.કરમુરના જણાવ્યાનુસાર તા.18ને ગુરૂવારે રાત્રે માલિની કિશોર સંઘવી સેવા સંકુલ ખાતે લોક ડાયરો અમારૂં ગામડું જેમાં લોક સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી અને ભજનીક પરેશદાન ગઢવી, જગદીશ મહેર પ્રસ્તુતિ કરશે. પ્રમુખ પદે પ્રફુલભાઇ અને હરેશભાઇ મોદી (કલકતા) રહેશે.

જ્યારે તા.19ને શુક્રવારે સવારે 7.30 કલાકે જન્માષ્ટમી શોભાયાત્રા મહાવીર માર્ગ થઇ ભારતીબેન સુમતિભાઇ અજમેરા હ. શૈલેશ દિપ્તિ શાહ પ્રેરિત જય દ્વારકાધીશ પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન ત્યારબાદ ડુંગર દરબારમાં 9.30 કલાકે ચંદ્રવદનભાઇ દેસાઇના પ્રમુખ પદે “કનૈયા સભી કા હૈ” પ્રવચન અને માતુશ્રી તારાબેન જેઠાલાલ મોદી પરિવાર પ્રેરિત અવનીનું અમૃત મા-બાપ અને આગમ ઉપવનના સુમન પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.

અમીશા નીરજ વોરા તરફથી ધુંવાડાબંધ ગામ જમણનું આયોજન કરાયું છે.  શ્રી નંદકિશોર ગૌશાળાના નૂતનીકરણમાં ગૌમાતા વિશ્રાંતિ ગૃહમાં પ્રમોદાબેન કોટીચા, મનહરલાલ વનેચંદ સંઘવી, અનિલભાઇ મણિલાલ વિરાણી, અલ્પના પિયુષભાઇ ઉદાણી, રમાબેન છોટાલાલ દફ્તરી, કસુંબાબેન ઝીણાભાઇ મણિયારએ લાભ લીધેલ છે. ઘાસચારા ઘરનો બીનાબેન અજયભાઇ શેઠએ જશવંતીબેન જયંતિલાલ વારીયાની સ્મૃતિમાં લાભ લીધેલ છે. સમસ્ત ગ્રામજનો મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે.

30 ઉપવાસના તપસ્વી રેખાબેનનું સન્માન

શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ.ધીરગુરૂદેવના સાંનિધ્યે રંગેચંગે ચાતુર્માસની ઉજવણીથી અનેરો ધર્મોલ્લાસ છવાયો છે.

પ્રથમ જ વાર રેખાબેન બી.જોટંગીયા (નાઇ પરિવાર) 30 ઉપવાસ, મૃત્યુંજય તપની ઉગ્ર આરાધના કરી રહેલ છે. જેના પારણા તા.20ના થશે. મોતીબેન કરમુર તપસ્યામાં આગળ વધી રહ્યા છે.