Abtak Media Google News

રેશનીંગના ઘઉ, ચોખા, ગરીબો પાસેથી મફતમાં પડાવવા છકડા-રીક્ષાઓની સતત ફેરી સામે તંત્રના આંખ

 

અબતક, અબ્બાજાન નકવી, કોડીનાર

કોડીનારના એક રેશનિંગ ની દુકાન ધરાવતા એજન્ટ દ્વારા ચાર તાલુકાઓના રેશનિંગની દુકાન ધરાવતા વિક્રેતાઓની સાઠગાઠ થી  સરકાર શ્રી તરફથી મળતો ગરીબોનુ ઘઉં અને ચોખા આ ગરીબોને માત્ર 30% આપી 70% નો જથ્થો એજન્ટોની સાઠગાઠ થી ચાવ કરીને ગામડાઓ માથી પોતાના નક્કી કરેલા ફેરીયાઓ દ્વારા છકડોરીક્ષા, છોટાહાથી, ઓટોરીક્ષા, મોટરસાયકલ વગેરે વાહનોમાં 24કલાક ખુલ્લેઆમ આ ગરીબોના માલની સપલાઈ કરી યાર્ડ તરફ ઠલવીને જથ્થો ભેગો કરીને ક્ધટેનર તેમજ ટ્રક દ્વારા ભરી ને ગાંધીધામ તરફ વેહચીને દરોજની લાખો રૂપીયાની અઢળક કમાણી કરે છે અને દુખ સાથે હસવાની વાત તો એ છે કે સૌરાષ્ટ્ર માં કાઈ પણ ચોખા(ચાવલ) નુ વાવેતર નથી અને અહી આ ગરીબોના ચોખા નો જથ્થો પણ ઠલવીને બારોબાર સપલાઈ કરવામાં આવે છે તેમજ ખેડુતોના ઘઉંની આડમાં રેશનિંગના ઘઉં લાવી તેના બારદાનો બદલાવીને તે રેશનિંગના ઘઉં નો પીલાણ કરી ખેડુતોના ઘઉંમાં મીશરણ કરવામાં આવે છે અને આ કોરોનાની મહામારીમાં ગરીબોને મદદ કરવાની બદલે સરકાર તરફથી આપાવામાં આવતો અનાજ ગીર-સોમનાથ જીલ્લાના 4 તાલુકાઓના 70% ગરીબોનુ અનાજ દરરોજ બારોબાર વેહચીને લાખો રૂપીયાની દરરોજની અઢળક કમાણી ખુલ્લેઆમ કરે છે તેમજ આ તમામ સડયંત્રનો મુખ્ય સુત્રધાર કોડીનારનો અને તેના સાગરીતો તેમજ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામનો ઉંચાકુડા વાડી વિસ્તાર જ્યાં થ્રી ફેસ ના સપટેશન  થોડાક ટાઈમ પેહેલા જન્તા રેડ પડતા આ કૌભાંડનુ સડયંત્ર અમરાપુર થી પ્રાંચી યાર્ડ તરફ લઈ ગયેલો છે અને કોડીનાર શહેરમાં પણ ઘણી એવી રેશનિંગની દુકાન ધરવતા એજન્ટોની ત્યાથી રેકડીયો(લારી) દ્વારા પણ

માલની સપલાઈ થવાની લોક ચર્ચા જાગી છે અને આવુ સડયંત્ર કોડીનાર શહેરમાં ચાલતુ હોવા છતા સરકારી અધીકારી અને પુરવઠા ખાતાના પેટનુ પાણી પણ નથી હલતુ તેવુ લોકોમાં ચર્ચાય રહ્યુ છે જેથી જીલ્લા કલેકટર સાહેબ તેમજ જે તે તાલુકાઓ ના મામલતદાર શ્રી ઓ આ ગીર સોમનાથ જીલ્લાના તાલુકાઓ માંથી જે આ એજન્ટોના ફેરીયાઓ દ્વારા ગરીબોના અનાજ કોડીનાર યાર્ડ તરફ લાવામાં આવે છે જેથી આ વહાનોનુ હાઈવે ચેકીંગ કરી પુછપરછ કરવામાં આવે તો આ અનાજ ક્યાં જાય છે અને આ સડયંત્રનો મેન સુમધાર કોણ છે તેની તપાસ કરી પાસામાં નાખી જેલ હવાલે કરે તેવી લોકોમાં માગણી ઉઠી છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.