શાળા-કોલેજોમાં રક્ષાબંધનના પાવન પર્વની હર્ષભેર ઉજવણી

રક્ષાબંધન નિમિત્તે રાખડી સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન: વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર બનાવી કલાત્મક રાખડીઓ

ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમની અભિવ્યકિત કરાવતા રક્ષાબંધનના પાવન પર્વની શહેરની શાળા કોલેજોમાં હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ માટે રાખડી સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર કલાત્મક રાખડીઓ બનાવી હતી. આમ શાળા કોલેજોમાં ઉત્સાહભેર રક્ષા પર્વની ઉજવણી કરાઈ હતી.

ચાણકય વિદ્યામંદિરચાણકય વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ શાળાના પટાંગણમાં રક્ષાબંધનનો અનેરો તહેવાર જેંતર્ગત શાળામા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામા આવ્યું હતુ.  જેમાં રાખડી મેકીંગ અને રક્ષાબંધન ગ્રીટીંગ કાર્ડ મેકીંગ સ્પર્ધા મુખ્ય હતા. આ પાવન દિવસની ઉજવણીના ભાગ‚રૂપે શાળાની બાળાઓએ પોતા સહાધ્યાયી અને જેમની સાથે આખું વર્ષ એકજૂથ થઈ દરેક કાર્યો સફળતા પૂર્વક પરિપૂર્ણ કરાવનાર એવા તેમના સાથી ભાઈઆને રાખડી બાંધી હંમેશા એકબીજા સાથે હળીમળીને રહેવાના વચનો આપ્યા હતા.

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વિવિધ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રક્ષાબંધન નિમિતે સુલેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા રાખડી સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતુ. વિવિધ સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે ભાવનાબેન જોષી, મીનાબેન પરસાણા, કલ્પનાબેન શિંગાળા તથા વિનોદભાઈ પંડયા વિગેરેએ સેવાઓ આપેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાલબહાદૂર શાસ્ત્રી વિદ્યાલયનાં આચાર્ય પ્રજ્ઞેશભાઈ કુબાવત તથા સ્ટાફ પરિવારે કરેલ.ધોળકીયા સ્કુલ

રક્ષાબંધનની ઉજવણી અનુલક્ષીને જી.કે. ધોળકીયા સ્કુલ અંગ્રેજી માધ્યમ પ્રિ. પ્રાયમરીમા રાખડી સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમાં બાળકો દ્વારા સુંદર રાખડીઓ બનાવી હતી. અને રક્ષાબંધન તહેવારનું મહત્વ સમજાવ્યું હતુ.

કર્મયોગી એજયુ.ઝોન

કર્મયોગી પ્રાયમરી સ્કુલ વંદેમાતરમ પ્રાથમિક શાળા, વંદેમાતરમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશા શાળાના ધો.૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ આ રક્ષાબંધન તહેવારોની ઉજવણીના ભાગ ‚પે રાખડી સ્પધામાં ભાગ લીધો હતો. શ્રેષ્ઠ રાખડી બનાવનાર વિદ્યાર્થીઓને ૧-૨-૩ નંબર તથા પ્રોત્સાહન નંબર આપી તેઓની કલાને બિરદાવવામાં આવી હતી.

શુભમ્ સ્કુલ્સ

શુભમ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા એક રાખી જવાન કે નામ અંતર્ગત રક્ષાબંધનની ઉજવણીના ભાગ‚પે રાજકોટના ભકિતનગર પોલીસ સ્ટેશન તેમજ આજીડેમ પોલીસ સ્ટેશન પર જઈ ત્યાંના પોલીસ જવાનોને રાખડી બાંધી હતી જેમાં ખાસ કરીને ભકિતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. ગઢવીએ વિદ્યાર્થીનીઓની આ વિચારસરણી બિરદાવી હતી. આ ઉપરાંત રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ અને જલારામ વૃધ્ધાશ્રમની મુલાકાત લઈને વૃધ્ધોને રાખડી બાંધી હતી.

પોદાર જમ્બો કીડઝ

પોદાર જમ્બો કીહઝ અક્ષરમાર્ગ દ્વારા દરેક તહેવારની ઉજવણી બાળકોનાં જીવનમાં ઉપયોગી થાય તેવી રીતે ઉજવરી કરવામાં આવે છે. બાળકોને જીવનમાં વૃક્ષ તથા પર્યાવરણનાં મહત્વની જાણકારી આપવામાં આવી હતી. દરેક બાળકોને વૃક્ષનું મહત્વ જીંદગીમાં કેટલું છે

તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તથા રાખડી વૃક્ષને બાંધીને બાળકોમાં અનોખો આત્મ વિશ્વાસ મેળવ્યો હતો. કે તમારી જવાબદારી બને છે. વાવવાની તથા ઉછેરવાની નવાવિચાર સાથે બાળકો સંમત થયા હતા તથા ખાતરી આપી હતી કે ઝાડ ફૂલ તોડશું નહી અને વાવશું.

સરસ્વતી વિદ્યામંદિર

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલની વિર્દ્યાનિી બહેનોએ જમ્મુ કશ્મીરના લદાખ-લેહ સીમા સરહદે તૈનાત માતૃભૂમિના વીર સૈનિકોને દેશભક્તિ અને ભાઈચારાનો શુભ સંદેશ વ્યક્ત કરી રક્ષાની ર્પ્રાથના સાથે સૂતરી બનાવેલી કલાત્મક રાખડીઓ મોકલી હતી.

આ પ્રસંગે શાળાના પૂર્વ વિર્દ્યાર્થી હાલ લદાખમાં તૈનાત કમાન્ડર નવાબસિંહ ચૌહાણે સંસ પ્રત્યે કૃતજ્ઞતા અને આભારની લાગણી વ્યક્ત કરતા દેશભક્ત બનવાનો સંદેશ પાઠવ્યો હતો. સંસના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે શાળાના આ અનોખા પ્રયત્નને બિરદાવી સરાહના વ્યક્ત કરી હતી.