Abtak Media Google News

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા: ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

આર.કે.યુનિવર્સિટીના ૧૧માં એન્યુઅલ ફંકશનની ભવ્ય ઉજવણી હેમુગઢવી હોલ ખાતે કરાઈ હતી. જેમાં યુનિવર્સિટીના શિવલાલભાઈ રામાણી, ઉપાધ્યક્ષ મોહિતભાઈ પટેલ, ગુણવંતભાઈ ડેલાવાળા-સરગમ કલબનાં સંચાલક તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શ‚આત દિપ પ્રાગટયથી કરવામાં આવી તથા ગણેશવંદના પણ યોજાઈ. ઉપરાંત ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અન્ય ગુજરાતી ગરબા, દેશ ભકિત માટેના અલગ અલગ નૃત્ય રજુ કર્યા. આ ઉપરાંત કોરિયન રાસની પણ રમઝટ મચાવી હતી.

1શિવલાલભાઈ રામાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પ્રોગ્રામમાં કુલ ૫૦૦૦ માંથી ૨૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ૧૦ વર્ષથી આ કાર્યક્રમ રહી રહ્યા છે. આ પ્રોગ્રામનું ગેલોર નામ આપવામાં આવ્યું છે અને ગેલોર એટલે આનંદદાયક પ્રવૃતિ. જેમાં સ્પોસ અને કલ્ચરલ તમામ પ્રવૃતિઓ કરવામાં આવે છે. તેમાં જે લોકો વિજેતા થશે તેમને આવા એન્યુલ ફંકશનમાં ઈનામો આપવામાં આવે છે. ખાસ મહિલા દિનને ધ્યાનમાં રાખીને બે કૃતિઓની રજુઆત કરવામાં આવી હતી તથા મહિલાઓના ભાગ અને બલિદાનને પણ માન આપ્યું હતું. સમાજ તરફની સ્ત્રીઓની ભૂમિકાને સલામી આપી હતી. આ પ્રોગ્રામની તૈયારી માટે કોલેજ પુરી થવાના સમય બાદ પ્રેકટીશ સેશન ૧૫ દિવસ માટે ગોઠવ્યો હતો અને ૧૫ દિવસમાં તમામ કૃતિઓ વિશેષ રીતે તૈયાર થયેલ હતી.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અબતક સાથે વાત કરી હતી. જેમાં સનાડિયા રાધાએ જણાવ્યું કે, તેઓ પહેલા વર્ષમાં છે અને તેઓએ ફેશન શો તથા ગરબામાં પણ ભાગ લીધેલ હતો. તેમનો કોન્ફીડન્સ પણ ખુબ સારો છે તેવું જણાવ્યું હતું.નિરાલી સંઘાણીએ જણાવ્યું કે, તેઓએ ડાન્સ અને ફેશન શોમાં ભાગ લીધેલ છે. તેઓ તેમના પરફોમન્સ માટે ખુબ જ કોન્ફીડન્સ હતો. મહિલા દિવસ નિમિતે તેઓ માને છે કે મહિલા જે નિશ્ર્ચય કરે તે પુરવાર કરી શકે. ઉમેષ ભરાડિયાએ જણાવ્યું કે, ફેશન શો, એન્કરીંગ, સિંગિંગ વગેરે ઈવેન્ટમાં પાર્ટીસીપેટ કર્યું છે. તેમનો અનુભવ ખુબ જ સારો રહ્યો. કાર્યક્રમના અંતમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.