Abtak Media Google News

કાર્યકારી કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં સિન્ડિકેટ સભ્યો, ડીન-અધરધેન ડીન, સેનેટ સભ્યો, ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ સહિત વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

સંયુકત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્યસભામાં ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૭, સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ યોગના સંદર્ભમાં શારીરિક અને માનસિક રીતે માનવી સજજ બને તે માટે મહર્ષિ પતંજલીએ સમગ્ર વિશ્ર્વને આપેલી અમૂલ્ય ભેટ છે. ભૌતિકતાની દોડમાં યોગવિદ્યા સ્વાસ્થ્યપૂર્ણ જીવન પઘ્ધતિનું મૂલ્ય અને મહત્વ વિસરાઈ જવા પામ્યું હતું. આવા સંજોગોમાં આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ‘યોગ દિન’ની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મુકયો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉમળકાભેર યોગ દિનને આવકાર સાંપડયો. ભારતમાં યોગ પ્રક્રિયાનો વ્યાપક સ્વીકાર થઈ રહ્યો છે.

સંયુકત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે ઉજવણી કરવાના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ સંલગ્ન કોલેજોના આચાર્ય તેમજ યુનિવર્સિટી કેમ્પસ ખાતેના વિવિધ ભવનોના અધ્યક્ષો, યુનિવર્સિટીના મુખ્ય વહિવટી વિવિધ વિભાગોના વડાઓ સહિતના અધિકારીઓ સાથે બેઠકો યોજી ૨૧ જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે પરિણામલક્ષી આયોજન કરવામાં આવેલ હતું.Dsc 0764

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મચારીઓ, કેમ્પસ ખાતેના વિદ્યાર્થીઓ યોગદિનના કાર્યક્રમમાં અસરકારક રીતે યોગ, પ્રાણાયામ કરી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઈન્ડોર સ્ટેડિયમ ખાતે તા.૧૪ જુન અને તા.૧૫ જુન ભાઈઓ માટે તથા બહેનો માટે તા.૧૮ અને તા.૧૯ જુન તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં પ્રતિદિન સાંજે ૫:૩૦ થી ૬:૧૫ ભાઈઓ તથા બહેનો આશરે ૫૦૦ થી ૬૦૦ની ઉપસ્થિતિમાં યોગ અને પ્રાણાયામની જાણકારી મેળવી હતી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રંગમંચ ખાતે વહેલી સવારે ૬:૩૦ વાગ્યે માન.કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવેની ઉપસ્થિતિમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિવિધ ભવનોના અધ્યક્ષો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ સતામંડળના સભ્યો, રાજકોટના ખ્યાતનામ તબીબો, વિદ્યાર્થીઓ અને નગરજનો સહિત કુલ ૫૦૦૦થી વધુ લોકોની ઉપસ્થિતિવાળા આ પ્રભાવશાળી કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ સફેદ વસ્ત્રોમાં સજજ થઈને આવેલ હતા. યોગની પ્રત્યક્ષ જાણકારી મળે તે માટે ગ્રાઉન્ડ ઉપર મુખ્ય યોગ નિર્દેશક વૈશાલીબેન મકવાણા સહિતના કુલ ૪ યોગ નિર્દેશક દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવેલ હતું તેમજ યોગની પ્રત્યક્ષ જાણકારી પ્રાપ્ય બને અને દુર સુધી બેઠેલા યોગ કરી શકે તે માટે એલઈડી સ્ક્રીનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને યોગ શિબિરમાં ભાગ લેનાર માટે ફ્રુટ જયુસનો પ્રબંધ, યોગ કાર્યક્રમ દરમ્યાન તાત્કાલિક સારવાર માટે તબીબોની ટીમ હાજર હતી તેમજ સેનીટેશનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં કુલસચિવ ડો.ધીરેન પંડયા, પૂર્વ કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, સિન્ડિકેટ સભ્ય સર્વ ડો.વિજયભાઈ પટેલ, ડો.ભાવીનભાઈ કોઠારી, ડો.જી.સી.ભીમાણી, ડો.ધરમભાઈ કાંબલીયા, ડો.પ્રફુલાબેન રાવલ, વિવિધ વિધાશાખાના ડીન, અધરધેન ડીન, સેનેટ સભ્ય, વિવિધ ભવનોના અધ્યક્ષ, પ્રાધ્યાપક, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, યુનિવર્સિટીના વહિવટી અધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ રાજકોટ સ્થિત સંલગ્ન કોલેજોના આચાર્ય અને વિદ્યાર્થીઓ, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં નિયમિત વોકિંગ કરવા આવતા નગરજનો તેમજ સિનિયર સીટીઝન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવે અને કુલસચિવ ડો.ધીરેન પંડયાના માર્ગદર્શન હેઠળ આર.જે.ચાવડા, જે.પી.બારડ, વી.એચ.ડાંગશીયા, ઉમેશ માઢક સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.