Abtak Media Google News

હિન્દુ અને મુસ્લીમ અગ્રણીઓએ એકબીજાનું સન્માન કરી એકતાનું ઉદાહરણ પૂરૂ પાડયું.

વડિયા મા આજે મહોરમ નિમિતે તાજીયાનું હિન્દૂ આગેવાનો એ સ્વાગત કરીને હિંદુ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા આમને સામને સન્માન કર્યું તેમજ હિન્દૂ મુસ્લિમ એકતા ભાઈચારાનુ પ્રતીક રૂપે બંને ના તહેવારોની હરસોઉલ્લાસ થી ઉજવણી કરી હતી વડિયામાં એક તરફ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો બીજી તરફ આજે તાજીયાનું જુલુસ નીકળ્યું હતું.

Vid 20180921 153116 5936ત્યારે વડિયા સરપંચ પતિ છગનભાઈ ઢોલરીયા,વડિયા બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઇ મહેતા, વડિયા ચેમ્બર ઓફ પ્રમુખ મિતુલ ગણાત્રા ઉ.પ સરપંચ નિલેશભાઈ પરમાર સહિતના હિન્દુ સમાજ દ્વારા વડિયા મુસ્લિમ સમાજના પ્રમુખ યુનુસભાઈ મોગલ, મિહીરભાઈ સુમરા, મહંમદભાઇ, સહિતના મુસ્લિમ સમાજના આગેવાનોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ સામે મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ હિન્દુ સમાજ ના તમામ આગેવાનો નુ સન્માન કરવામાં આવ્યું બીજી તરફ વડિયાના પેલેસ રોડ કા રાજા તરીકે ઓળખાતા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ હિન્દુ સમાજ ના લોકો એ મુસ્લિમ સમાજના લોકો નુ સન્માન કરવામાં આવેલ જેમા તાલુકા પંચાયત સભ્ય તુષારભાઈ ગણાત્રા, મનિષભાઇ ઢોલરીયા, ભરતભાઈ લુહાર સહિતના આગેવાનો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.