Abtak Media Google News

કોરોના વાયરસની બીજી લહેર દેશભર માટે અતિ ઘાતકી સાબિત થઈ હતી. ઠેર ઠેર હોસ્પીટલમાં બેડ ફૂલ તો અછ્ત સર્જાતા કૃત્રિમ પ્રાણવાયુની પડાપડી તો રેમડેસીવીરની રામાયણ ઊભી થઈ હતી. દરેક રાજ્યમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે દિલ્હીમાં ઓક્સિજનની કટોકટીને લઇ કેજરીવાલ અને કેન્દ્ર સરકાર વચ્ચે રસાકસી જેવી સ્થિતિનું સર્જન થયું હતું. મામલો સુપ્રીમ સુધી પણ પહોંચ્યો હતો. ત્યારે આ બાબતે કેન્દ્ર અને દેલ્હી સરકાર ફરી બબાલ જામી છે. હવે સુપ્રીમ કોર્ટની ઓક્સિજન ઑડિટ ટીમના રિપોર્ટ પર વિવાદ જામ્યો છે.

દિલ્હીની કેજરીવાલ સરકાર એક ખૂબ ગંભીર મામલામાં ઘેરાઇ ગઈ છે. સુપ્રીમ કોર્ટની ઓક્સિજન ઑડિટ ટીમના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી સરકારે કોરોનાકાળમાં ઓક્સિજનની જરૂરિયાત કરતાં ચાર ગણી માંગ કરી હતી. આ ધડાકાથી કેજરીવાલ સરકાર વિવાદમાં સપડાઈ છે. અહેવાલ અનુસાર, દિલ્હી સરકારે 10 એપ્રિલથી 25મેની વચ્ચે ઓક્સિજનની જરૂરિયાત કરતાં ચાર ગણી માંગ કરી હતી. એમાં પણ મોટી વાત એ છે કે જે સમિતિએ દિલ્હી સરકારને ઘેરાવામાં મૂકી છે, તેમાં દિલ્હી સરકારના ગૃહ સચિવ ભૂપિંદર એસ. ભલ્લા પણ સામેલ છે.

શું છે આ રિપોર્ટ ??

કોરોનાકાળમાં બીજી લહેરમાં ઊભી થયેલી ઓક્સિજનની જરૂરિયાત ક્યાં રાજયમાં કેવી રહી ? હવે પછીના સમયમાં જરૂરિયાત ઊભી થાય તો શું ? આ સામે પગલાં લેવા સુપ્રીમ કોર્ટ દ્વારા ઑક્સીજન ઓડિટ ટીમને અહેવાલ તૈયાર કરવા કહ્યું હતુ. આ ટીમે સુપ્રીમ કોર્ટમાં સુપરત કરેલા પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે તેમણે ઓક્સિજનની યોગ્ય આવશ્યકતાનું મૂલ્યાંકન કરવા માટે કામગીરીની તૈયારી કરી લીધી છે. જે મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 260 હોસ્પિટલોમાં ઓક્સિજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પછી, ઘણી મોટી હોસ્પિટલો સહિત, 183 હોસ્પિટલોએ તેમના ઓક્સિજન વપરાશના આંકડા પ્રદાન કર્યા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલોમાંથી પ્રાપ્ત થયેલા ડેટાના ત્રણ પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકારની ફોર્મ્યુલા મુજબ ઓક્સિજનનો વપરાશ, ઓક્સિજનની આવશ્યકતા અને દિલ્હી સરકારના ફોર્મ્યુલા મુજબ ઓક્સિજનની આવશ્યકતા પર અભ્યાસ કરાયો હતો.

રિપોર્ટમાં થયેલા ચોંકાવનારા તથ્યો

રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, દિલ્હી સરકારના જણાવ્યા મુજબ 183 હોસ્પિટલોને 1,140 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છહતી, તો આ સામે હોસ્પિટલોએ હતું કે, તેમને માત્ર 209 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના ફોર્મ્યુલાના આધારે, આ 183 હોસ્પિટલોને 289 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે અને જો દિલ્હી સરકારના ફોર્મ્યુલાનું પાલન કરવામાં આવે તો પણ તેમને માત્ર 391 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હોય છે. આમ અરવિંદ કેજરીવાલ ખોટું બોલ્યા છે. જો કે આ આક્ષેપોને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખોટા ગણાવ્યા છે.

કેજરીવાલના જુઠ્ઠાણાથી 12 રાજ્યો પ્રભાવિત થયા- સંબિત પાત્રા

આ અહેવાલ બહાર આવ્યા બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે કેજરીવાલના જુઠ્ઠાણાથી 12 રાજ્યો પ્રભાવિત થયા છે. દિલ્હિમાં કોરોના સંકટ સામે કેજરીવાલ નિષ્ફળ રહ્યા એટ્લે તેમણે બીજાઓ પર દોષારોપણ કરવો પડ્યો છે. જો કે સંબિત પાત્રાના આક્ષેપોના 20-25 મિનિટ પછી દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે આવી કોઈ રિપોર્ટ નથી. આ અહેવાલ ભાજપના મુખ્યાલયમાં બેસીને કરવામાં બનાવવામાં આવ્યા છે. આ રિપોર્ટ પાયાવિહોણો છે.

તેમણે વધુમાં કેજરીવાલ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યુ કે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જેટલી માંગ કરે છે તેટલું ઓક્સિજન સપ્લાય કરતી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી પેનલના અહેવાલમાં ખુલાસો થયો કે કેજરીવાલ તેમની જરૂરિયાત કરતા ચાર ગણા વધારે ઓક્સિજનની માંગ કરી રહ્યા છે. તેના જુઠ્ઠાણાથી બાર રાજ્યો પ્રભાવિત થયા.

ભાજપના નેતાઓ પર શરમ આવવી જોઈએ- મનીષ સિસોદિયા

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ વધુમાં કહ્યું કે, ભાજપના નેતાઓને આ મોટું જૂઠ બોલતાં શરમ આવવી જોઈએ. આ અહેવાલ ભાજપના મુખ્યાલયમાં બેઠેલા લોકો આપે છે. અરવિંદ કેજરીવાલ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તે માત્ર અરવિંદ કેજરીવાલ સાથે નહીં પણ એવા બધા લોકો સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે જેમણે કેન્દ્ર સરકારની ખોટી વ્યવસ્થાને કારણે તેમના સનેહીજનોને ગુમાવ્યા છે. હું મોદીજીને વિનંતી કરું છું કે તેઓ તેમના નેતાઓનું ધ્યાન રાખે. તે ભારતીય જનતા પાર્ટી ઝઘડાનો મુદ્દો બની ગઈ છે. તમારા નેતાઓને કોઈ બીજું કામ આપો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.