- ભવિષ્ય તરફ ઉડાન
- કૃષિ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઉદ્યોગોને નવી ઉંચાઇ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે
ઇનોવેશન, શિક્ષણ અને સ્કિલ ડેવલોપમેન્ટના ક્ષેત્રે નવી દિશા તરફ એક મહત્વપૂર્ણ પગલા તરીકે મારવાડી યુનિવર્સિટીએ ચેન્નાઈ સ્થિત ભારતની અગ્રણી ડ્રોન ટેકનોલોજી કંપની ગરૂડા એરોસ્પેસ સાથે કરાર કર્યા છે. આ પહેલ હેઠળ, યુનિવર્સિટી કેમ્પસ ખાતે ટૂંક સમયમાં ગરુડ એરોસ્પેસ ના સહયોગથી એક આધુનિક “ડ્રોન ટેકનોલોજી માટેનું સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવામાં આવશે.
આ સેન્ટરના ઉદઘાટન અને કાર્યાન્વયન વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સાંસદ કમલેશ પાસવાન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પહેલની પ્રશંસા કરી હતી.
આ અવસરે ગરુડા એરોસ્પેસના સ્થાપક અને સીઇઓ અગ્નિશ્ર્વર જયપ્રકાશ તથા મારવાડી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો ફ. (ડો.) આર. બી. જાડેજાએ ડ્રોન ટેકનોલોજી વ્યાપક ઉપયોગિતા પર ભાર મૂક્યો હતો. તેમણે ખેતી, સંરક્ષણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને સર્વેલન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં ડ્રોન ટેકનોલોજીનું સ્ટ્રેટેજિક મહત્વ સમજાવ્યું હતું.
આ કરાર અંતર્ગત, ગરૂડા એરોસ્પેસ મારવાડી યુનિવર્સિટી કેમ્પસ પર સ્થાપનાર ડ્રોન ટેકનોલોજી આધારિત સેન્ટર ઓફ એક્સલન્સમાં આધુનિક કૃષિ અને સર્વેલન્સ ડ્રોન્સ મૂકશે, જે વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઓન તાલીમ અને વાસ્તવિક અનુભવો આપવા માટે ઉપયોગી રહેશે. સીઓઇની કામગીરી સુચારુ રીતે ચલાવવા માટે બે ટેકનિકલ સ્ટાફ કેમ્પસમાં જ રહેશે, જે તાલીમ, ટેકનિકલ સપોર્ટ અને પ્રવૃત્તિનું સંચાલન કરશે. કેન્દ્રમાં નિયમિત રીતે વર્કશોપ, સેમિનાર અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટના સત્ર યોજાશે. આ ઉપરાંત, ગરૂડા એરોસ્પેસ ડ્રોન આધારિત વિષયના અભ્યાસક્રમ બનાવવામાં સહયોગ આપશે તેમજ તેમના ઉત્પાદન યુનિટ તથા આર એન્ડ ડી લેબમાં ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ તકો ઉપલબ્ધ કરાવશે. આ પહેલી નો ઉદ્દેશ શૈક્ષણિક અભ્યાસક્રમ ને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો સાથે જોડવાનો અને કૃષિ તથા જાહેર સેવા ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.