Abtak Media Google News

કોવિડ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચારે દેશની અર્થવ્યવસ્થાને યોગ્ય રીતે જાળવી રાખતા પસંદગી કરાઈ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ચીફ શક્તિકાંત દાસને ગર્વનર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. સેન્ટ્રલ બેન્કિંગે તેમને આ એવોર્ડથી નવાજ્યા છે. આ પહેલા તેમને આરબીઆઇના ગર્વનરના પદ પર સર્વિસ એક્સટેન્શન પણ મળ્યુ છે. તેમને સતત બીજી વખત આરબીઆઈ ગર્વનર તરીકે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આરબીઆઇના પૂર્વ ગર્વનર ઉર્જિત પટેલ બાદ શક્તિકાંત દાસને નવા ગર્વનર બનાવવામાં આવ્યા હતા.

કોરોના મહામારી, રશિયા-યૂક્રેન યુદ્ધ અને આર્થિક ઉતાર-ચઢાવ જેવા પડકારોની સાથે પોતાના કાર્યકાળ દરમિયાન તેમને આ સ્થિતિમાં દેશને સંભાળ્યો છે.સેન્ટ્રલ બેન્કિંગ પબ્લિકેશન, પબ્લિક પોલિસી અને ફાઈનાન્શિયલ માર્કેટથી જોડાયેલી એક પબ્લિકેશન કંપનીએ જે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પર નજર રાખે છે. તે કંપનીએ તેમને ગર્વનર ઓફ ધ યર એવોર્ડ આપ્યો છે. આરબીઆઈના દરેક ગવર્નરોએ સરકાર સાથે કામગીરી કરવામાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે.

કારણકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગવર્નર માટે બેંક પ્રથમ પ્રાયોરિટી હોય છે સાતો સાત દેશની અર્થવ્યવસ્થાને પણ યોગ્ય રીતે જાળવી રાખવાની જવાબદારી પણ ગવર્નરના શિરે હોય છે જેથી તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ અનેક વિગત પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા અનેક વખત રેપોરેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો કરવાનો નિર્ણય આખરે દેશની અર્થવ્યવસ્થા માટે અસર કરતા સાબિત થયો હતો ત્યારે તેમની આ તમામ કામગીરીને ધ્યાને લઈ તેઓને ગવર્નર ઓફ ધ યર નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.