Abtak Media Google News

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાએ કોવિડ 19ની વેકિસીન લગાવવા માટેના પ્રોત્સાહન માટે જાહેર જનતા માટે એક અનોખી યોજના રજૂ કરી છે. આ યોજના અંતર્ગત વેકિસીન લગાવનાર ગ્રાહકોને તેની જમારાશી ઉપર 0.25 ટકા વધારાનું વ્યાજ બેંક દ્વારા આપવામાં આવશે.

4651 શાખાઓ ધરાવનાર સેન્ટ્રલ બેંક વેકિસીન લગાવનાર તેના બધા ગ્રાહકો માટે પ્રચલિત વ્યાજ દરથી 0.25 ટકા વધારે વ્યાજ આપશે. આ ઉપરાંત 1111 દિવસોની ઈમ્યુન ઈન્ડિયા ડિપોઝીટ યોજના’ના નામની એક વિશેષ જમા યોજના શરૂ કરી છે.

આ યોજના બધી ઉંમરના ગ્રાહકો માટે લાગુ કરવામાં આવેલ છે. વરિષ્ઠ નાગરીકો માટે અન્ય જમા યોજનાની જેમ આ યોજનામાં પણ વધારાનું 0.25 ટકા વ્યાજ મળવા પાત્ર રહેશે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના પ્રબંધ નિર્દેશક તથા સીઈઓ માઠમ વેંકટરાવે જણાવ્યું છે કે સાર્વજનીક ક્ષેત્રની બેંકોને લીધે એક સ્વસ્થ સમાજ બનવા હેતુ આ એક જરૂરી પગલુ ઉઠાવ્યું છે. અમે બધા નાગરિકોને વેકિસીન લગાવવા માટે તથા મર્યાદિત સમયની આ આકર્ષક યોજનાનો લાભ મેળવવાનો પ્રસ્તાવ કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.