Abtak Media Google News

રાજકીય પક્ષોના નેતા અને તમામ જિલ્લાના કલેકટરો સાથે બેઠક : ચૂંટણીની વ્યવસ્થા સહિતની કામગીરીની સમીક્ષા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન દિવાળીના તહેવાર પૂર્વ થતાંની સાથે ગમે તે ઘડીએ કરી દેવામાં આવશે રાજયમાં ચૂંટણી લક્ષી ધમધમાટ શરુ થઇ ગયો છે. દરમિયાન આજથી કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે તેઓ તમામ રાજકીય પક્ષના નીતાઓ, જિલ્લા કલેકટર, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાશે. ચુંટણી લક્ષી કામગીરીનું નીરીક્ષણ કરશે અને જરુરી સુચનાઓ આપશે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજયના તમામ 33 જિલ્લામાં ચુંટણી લક્ષી કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

આજે કેન્દ્રીય ચુંટણી પંચના બે વરિષ્ઠ અધિકારીઓ સહિતની ટીમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે આ ટીમ દ્વારા આજે અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેકટર અને જિલ્લા પોલીસ વડા સી.પી. સાથે બેઠક કરશે જેમાં મતદાર યાદી, મતદાન મથકો, અતિ સંવેદન શીલ મતદાન મથકો, સંવેદનશીલ મતદાન મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતની અલગ અલગ કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રથમવાર ગુજરાત વિધાનસભાની ચુંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ચુંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હોય હવે ચુંટણી પંચ દ્વારા ગમે ત્યારે ચુંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. ચુંટણી પંચની ટીમ દ્વારા આજે અથવા આવતી કાલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની વિવિધ રાજકીય પક્ષોના મુખ્ય હોદેદારોસાથે બેઠક યોજાશે. રાજયમાં ચુંટણીનો માહોલ સજાવા લાગ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.