Abtak Media Google News

 

મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો, 1લી જાન્યુઆરી 2023ની અસરથી મળવાપાત્ર !!!

 

કેન્દ્ર સરકાર તરફથી સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. સરકાર મોંઘવારી ભથ્થાને વર્તમાન 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે.

વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારવામાં આવે છે  કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈ બાદ મોંઘવારી ભથ્થામાં વધારાની પ્રથા ચાલુ છે. સરકાર વર્તમાન મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં સીધો 4 ટકાનો વધારો થશે.

કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું  વર્તમાન 38 ટકાથી ચાર ટકા વધારીને 42 ટકા કરે તેવી શક્યતા છે.

કર્મચારીઓ અને પેન્શનરો માટેના મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા દર મહિને જાહેર કરવામાં આવતા ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે કરવામાં આવે છે. લેબર બ્યુરોએ શ્રમ મંત્રાલયનો એક ભાગ છે.દેશમાં જે રીતે મોંઘવારીનો દર વધી રહ્યો છે મારે તેની અસર કેન્દ્રીય કર્મચારીઓ ઉપર ન પડે તે માટે સરકારે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી 42 ટકા કરી દીધું છે. જેની અમલવારી જાન્યુઆરી 1 2023 થી શરૂ થશે. ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે તેવી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે.

આ નિર્ણયથી કર્મચારીઓની સાથે પેન્શનરોને પણ ઘણો ફાયદો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.