Abtak Media Google News

કેન્દ્ર સરકારનો નિર્ણય : વાહનોના દસ્તાવેજોની અવધિ 30 જૂન 2021 સુધીની કરાઇ

કોરોના મહામારીને પગલે સરકારે શુક્રવારે મોટર વાહન દસ્તાવેજો જેવા કે, ડ્રાઇવિંગ લાઇસન્સ(ડી.એલ.), નોંધણીનું પ્રમાણપત્ર (આરસી) અને પરમિટની અવધિ 30 જૂન 2021 સુધી વધારી દેવામાં આવી છે.માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે, પરામર્શમાં જણાવ્યું છે કે, ફિટનેસ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજોની માન્યતામાં વધારો કરી દેવામાં આવ્યો છે, જેની પાછળ લોકડાઉનને ધ્યાને રાખવામાં આવ્યું છે. જે દસ્તાવેજોની માન્યતા 1 ફેબ્રુઆરી 2020 પછી પૂર્ણ થઈ હોય તેવા તમામ દસ્તાવેજો 30 જૂન 2021 સુધી માન્ય રહેશે જેથી વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડશે નહીં. અગાઉ મોટર વાહન અધિનિયમ,1988 અને સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ નિયમોથી સંબંધિત દસ્તાવેજોની માન્યતા ઘણી વખત વધારી દેવામાં આવી છે.  મંત્રાલયે રાજ્યોને જણાવ્યું હતું કે, સલાહ આપવામાં આવે છે કે 1 ફેબ્રુઆરીથી સમાપ્ત થયેલ દસ્તાવેજોની માન્યતા 30 જૂન, 2021 સુધી માન્ય ગણી શકાશે. પરામર્શમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સંબંધિત અધિકારીઓને 30 જૂન 2021 સુધી આવા દસ્તાવેજોને માન્ય માનવાની સલાહ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.