કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન: કોરોના કેસ ઘટતા અપાઈ ઘણી છુટછાટ !!

સિનેમા હોલની કેપેસીટી વધી, સ્વિમિંગ પુલમાં તમામને મંજુરી

થિયેટરોમાં પ૦ ટકાથી વધુ લોકોને બેસવાની મંજુરી: ટુંક સમયમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય જારી કરશે એસઓપી

અત્યાર સુધી સ્વિમિંગ પુલોમાં માત્ર સ્પોર્ટપર્સનના જ પ્રવેશને હતી મંજુરી

કોરોના વાયરસના કારણે વિશ્ર્વભરમાં છવાયેલી જાણકારીમાંથી ઉગરવા દરેક દેશની સરકાર આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વૈજ્ઞાનિકો પ્રયાસમાં ઝુંટાયા છે જેન અનુસંધાને ભારત સહિત વિશ્ર્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ શરૂ થઇ ગઇ છે. ભારતમાં કોરોના કેસ એકંદરે ઘટયા છે. મૃત્યુ દર પણ ઘટી રીકવરી રેટ વઘ્યો છે. આ પરિસ્થિતિને જોઇ કેન્દ્ર સરકારે તાજેતરમાં જારી કરેલી નવી ગાઇડલાઇનમાં ઘણી છુટછાટ આપી છે. પ્રેક્ષકોને બેસવાની છૂટઠ મળશે તો સ્વિમિંગ પુલ પણ તમામ લોકોને માટે ખુલ્લા મુકવા આદેશ કરાયા છે.

કેન્દ્ર સરકારની નવી ગાઇડ લાઇન  પ્રમાણે, ક્ધટેઇન્મેન્ટ ઝોનની બહાર તમામ પ્રકારની છુટછાટ મળશે, જો કે, સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં અગાઉ મુજબ નિયમો યથાવત રખાયા છે. આ નવી ગાઇડલાઇન ૧લી ફેબ્રુઆરીથી ર૮મી ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. ઉલ્લેખનીય છે કે, મંજુરી મળી ત્યારથી અત્યાર સુધી સિનેમા હોલ અને થિયેટરમાં પ૦ ટકા બેઠક વ્યવસ્થા ને જ છુટ અપાઇ હતી પરંતુ હવે તેમાં ઢીલ અપાઇ છે, બેઠક વ્યવસ્થાની સંખ્યા વધારાઇ છે પરંતુ કેટલી અને કંઇ રીતે તે માટે ટુંક સમયમાં સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા એસઓપી બહાર પડાશે, ગૃહ મંત્રાલયે દિશા-નિર્દેશમાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો, બીમાર વ્યકિતઓ, ગર્ભવતી મહિલાઓ અને ૧૦ વર્ષથી ઓછી આયુના બાળકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપી છે. તમામ જીલ્લા મેજીસ્ટ્રેટને આદેશ કરાયો છે કે તેઓ સામાજીક અંતર જાળવવાના નિયમનું કડક પણે પાલન કરાવે.

નવી ગાઇડલાઇનની હાઇલાઇટસ

  • સિનેમા હોલ અને થિયેટરોમાં પ૦ ટકાથી વધુ લોકોને બેસવાની છુટ
  • સ્વિમિંગ પુલ હવે, સ્પોટપર્સનની સાથે તમામ લોકો માટે ખુલ્લા રાખી શકાશે.
  • સામાજીક, ધાર્મિક કાર્યક્રમો માટે જુના નિયમ યથાવત
  • તમામ પ્રકારના એકિઝબીશનને મંજુરી
  • આંતર રાજય પરિવહન પર કોઇ મર્યાદા નહિ
  • ફરજીયાત માસ્ક, સામાજીક અંતર જાળવવા સહિતના નિયમોનું અનિવાર્ય પણે કડક પાલન કરાવવા જીલ્લા મેજીસ્ટ્રેટને આદેશ
  • ૬૫ વર્ષથી વધુ વયના લોકો, ગર્ભવતી મહિલા અને ૧૦ વર્ષથી નાની વયના બાળકોને ખાસ કાળજી લેવાના સુચન
  • ક્ધટેન્મેન્ટ ઝોનમાં નિયમોનું વધુ કડકાઇ પણે પાલન કરાવવાના તંત્રને આદેશ
  • આંતરરાષ્ટ્રીય ફલાઇટ વધુ છુટછાટ સાથે, વધુ સંખ્યામાં ‘ઉડાન’ ભરી શકશે, આ માટે એવિએશન મીનીસ્ટ્રી એસઓપી બહાર પાડશે.
Loading...