Abtak Media Google News

20 અમૃત સરોવરનું નિર્માણ તથા 599 ગામોમાં 3.10 લાખ ઘરોમાં અપાયા નળ કનેક્શન

કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય તેમજ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયની ટીમે રાજકોટની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટસની સમીક્ષા કરી હતી. જેમાં રાજકોટ જિલ્લમાં અમૃત સરોવરો તથા નલ સે જલ યોજના અંતર્ગત 100 ટકા કામગીરી થઈ હોવાનું જાણીને કેન્દ્રની ટીમે સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટ જિલ્લામાં હાલ વિવિધ વિકાસકાર્યો અને યોજનાનો અંગે કામગીરી ચાલી રહી છે.

જેમાં સિંચાઈ, વોટરશેડ, માઈનોર ઈરિગેશન, સુક્ષ્મ સિંચાઈ, જંગલ વિભાગ તેમજ અમૃત સરોવરોની કામગીરીની સમીક્ષા માટે આજે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયના નાયબ સચિવ ધનંજય કુમાર તથા કેન્દ્રના જલશક્તિ મંત્રાલયના સાયન્ટીસ્ટ એમ. પનીર ટીમ સાથે આવ્યા હતા. કેન્દ્રની ટીમે જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ પાણી પૂરવઠા વિભાગ, વાસ્મો, સિંચાઈ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ વગેરે વિભાગોના વરીષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જિલ્લામાં વિવિધ કામગીરી અને યોજનાઓના અમલનો ચિતાર મેળવ્યો હતો.

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ પ્રેઝેન્ટેશન સાથે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 20 અમૃત સરોવરોના નિર્માણની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચૂકી છે, તેમજ નલ સે જલ યોજના અંતર્ગત જિલ્લામાં 599 ગામોમાં 100 ટકા કામગીરી થઈ છે. જિલ્લાના આ ગામોમાં કુલ 3,10,911 ઘરો છે અને તમામ ઘરોમાં નળ કનેક્શન આપવામાં આવ્યા છે. યોજનાકીય કામોમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી જોઈને કેન્દ્રની ટીમે સંતોષ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.