Abtak Media Google News

લોકડાઉનમાં બાકાત રાખેલા ઉધોગોમાં કામ કરતા કર્મચારીઓને પાસ ઝડપથી કાઢી આપવાની કેન્દ્રની તાકીદ

કોરોનાના કહેર વચ્ચે જે રીતે ધંધા-રોજગારો બંધ થઈ ગયા છે તેને લઈ પરીવહનને ઘણી ખરી અસર પહોંચવા પામી છે. આ તકે હોમ અફેર મિનિસ્ટ્રીનાં જોઈન્ટ સેક્રેટરી પુણ્ય સલીલા શ્રીવાસ્તવ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલ તમામ જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓ માટે જે સેવાઓ આપવામાં આવી રહી છે તે યોગ્ય રીતે કાર્યરત છે.

આ તકે યુનિયન હોમ મિનિસ્ટ્રી દ્વારા સરકારને જણાવ્યું છે કે, ટ્રકો તથા માલ-પરિવહન માટે યોગ્ય કાળજી લેવામાં આવે અને જરૂરીયાત મુજબનાં તમામ પગલાઓ થકી જરૂરીયાતની ચીજ-વસ્તુઓને યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના જોઈન્ટ સેક્રેટરી પુણ્ય સલીલા શ્રીવાસ્તવ દ્વારા પત્રકાર પરીષદ સંબોધતા જણાવ્યું છે કે, હાલ પરીવહનને લઈ તમામ ચીજવસ્તુઓ નિયંત્રણમાં છે ત્યારે આગામી સમયમાં પરિસ્થિતિ અનુરૂપ બની રહે તે માટે રાજય સરકાર હસ્તેનાં પરીવહનમાં જે પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યા છે તેનો નિકાલ કરી દેવામાં આવે. રાજય તથા આંતરરાજયમાં ૨૧ દિવસનાં લોકડાઉન દરમિયાન પરીવહનને જે અસર પહોંચી છે તેનાથી આવનારા સમયમાં જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ માટે ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે પરંતુ હાલની સ્થિતિ મુજબ દેશભરમાં ટ્રકોનાં માલ પરીવહનની છુટ આપવાનો કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તે અત્યંત કારગત નિવડશે.

હોમ અફેર મિનિસ્ટ્રી દ્વારા એ વાતની પણ તાકિદ કરવામાં આવી છે કે, ખાલી ટ્રકોને પણ પરીવહનની છુટ આપવામાં આવે કારણકે તેઓ અન્ય જગ્યાથી પણ માલ એકત્રિત કરતા હોય છે ત્યારે કાર્ગો વ્યવસાય સાથે જે ટ્રકો સંકળાયેલા છે તેઓને કોઈપણ પ્રકારની પરમીટ કે પાસ લેવાની જરૂરીયાત રહેતી નથી. સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ટ્રકમાં બેઠેલા ડ્રાઈવર તથા કિલનર સાથે સ્થાનિક પ્રશાસન સંપર્કમાં રહેશે અને તેઓનું લોકેશન પણ જાણતા રહેશે. આ તકે મંત્રાલય દ્વારા એ વાતની પણ તાકિદ કરવામાં આવી છે કે જે કોઈ રાજય કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉનમાં બાકાત રાખવામાં આવેલી કંપનીઓનાં કર્મચારીઓને ત્વરીત પાસ ઈસ્યુ કરી દેવા જેથી તેઓને કોઈપણ હાલાકીનો સામનો ન કરવો પડે જેના માટે સરકારે રેલવે, એરપોર્ટ, દરિયાઈ બંદર તથા કસ્ટમ્સનાં અધિકારીઓને સત્તા આપી છે જેથી તેઓ કર્મચારી તથા કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મીઓ દ્વારા કરવામાં આવતી હલચલમાં કોઈ દ્વિધા ઉત્પન્ન ન થાય. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનાં જોઈન્ટ સેક્રેટરી દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ તમામ સુવિધાઓ માત્રને માત્ર હોટસ્પોટ તથા ક્ધટેન્મેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારો માટે જ અમલી બનાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.