ઉનાળું-ચોમાસુ મોલાતોમાં યુરિયા અને ડીએપીની પૂરતી વ્યવસ્થા માટે કેન્દ્રની કવાયત

 

અબતક, રાજકોટ
આગામી ખરીફ સિઝન માટે યુરિયા અને ડીએપીના પૂરતા સ્ટોકની સરકાર ખાતરી કરશે, ડીએપી અને અન્ય ફોસ્ફેટિક ખાતરોના ભાવ ખાનગી કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. કાચા માલના વૈશ્વિક ભાવમાં થયેલા વધારાએ સ્થાનિક ડીએપીના ભાવોને અસર કરી છે ત્યારે સરકાર નજર રાખશે.

ભારતના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના રોડ મેપ માં કૃષિ ઉત્પાદન વધારવા નું સૌથી મહત્વનું યોગદાન રહેશે ત્યારે આગામી ઉનાળો અને ચોમાસુ પાકમાં ડીએપી યુરિયા જેવા ખાતરોની બચત ન પડે અને ખેડૂતોને સમયસર ખાતર મળી જાય તે માટે સરકારે કવાયત હાથ ધરી છે.એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે , આગામી 2022ની ખરીફ સિઝનમાં ખેડૂતોને ખાતરનો પૂરતો અને સમયસર પુરવઠો મળી રહે તે માટે , સરકાર યુરિયા અને ડીએપી માં જરૂરિયાત કરતાં વધુ જથ્થો ઉપલબ્ધ થાય તે માટે કાર્યરત બની છે.

સામાન્ય રીતે, ખરીફ (ઉનાળો) ઋતુમાં વાવણી જુલાઈમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆત સાથે શરૂ થાય છે. જો કે, ખરીફ સિઝન માટે ખાતરની જરૂરિયાત મોટાભાગે એપ્રિલ અને સપ્ટેમ્બરની વચ્ચે હોય છે. આગામી સિઝન માટે વૈશ્વિક બજારમાંથી ખાતરો અને કાચા માલના સ્ત્રોત માટે આગોતરી તૈયારીઓ કરવામાં આવી હોવાનું જણાવતાં અધિકારીએ જણાવ્યું હતું કે આનાથી યુરિયા અને ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)નો અપેક્ષિત કરતાં વધુ ઓપનિંગ સ્ટોક જાળવવામાં મદદ મળશે. જેનો દેશમાં વ્યાપકપણે વપરાશ થાય છે.2022ની ખરીફ સિઝન માટે ડી એપીનો પ્રારંભિક સ્ટોક 25લાખ ટન હોવાનો અંદાજ છે, જે 2021ની સિઝનમાં 14.5 લાખ ટન કરતાં વધુ છે.

અધિકારીએ ઉમેર્યું હતું કે, આગામી ખરીફ સિઝન માટે યુરિયાનો પ્રારંભિક સ્ટોક 60લાખ ટન હશે જે 2021ની ખરીફ સિઝનમાં 50લાખ ટન હતો. કોવિડ-19 રોગચાળાથી પ્રભાવિત ચુસ્ત પુરવઠા અને ચીન દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો વચ્ચે વૈશ્વિક ખાતરના ભાવ સતત ઉંચા ચાલી રહ્યા છે, જ્યાંથી ભારત તેની ડી એ પીજરૂરિયાતના 45ટકા અને યુરિયાના કેટલાક જથ્થાની આયાત કરે છે, અધિકારીએ ઉમેર્યું. .યુરિયાથી વિપરીત, ડીએપી અને અન્ય ફોસ્ફેટિક ખાતરોના ભાવ ખાનગી કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. કાચા માલના વૈશ્વિક ભાવમાં થયેલા વધારાએ સ્થાનિક ડીએપીના દરોને પ્રભાવિત કર્યા છે.

જો કે, ખેડૂતોને પોષણક્ષમ દરે જમીનના પોષક તત્વો મળી રહે તે માટે સરકારે 2021ની ખરીફ અને ચાલુ રવી સિઝન માટે અલગથી ખાતરો પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારી છે.સરકારે કંપનીઓને 50 કિલોની બેગ દીઠ 1200 રૂપિયાથી વધુના ભાવે ડીએપી ન વેચવા પણ કહ્યું હતું.સબસિડી વધારવા ઉપરાંત, સરકાર સમગ્ર દેશમાં પુરવઠાની પરિવહન પર માઇક્રો-મોનિટરિંગ કરી રહી છે અને પ્લાન્ટ અને બંદરથી જિલ્લા હેડક્વાર્ટર સુધી રેકની ઝડપી પરિવહન માટે રેલવે સાથે જોડાણ કર્યું છે.

જિલ્લા સ્તરે ખાતરનો સ્ટોક (ખાસ કરીને ઉત્તર પ્રદેશ , પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ડીએપી અને યુરિયા વપરાતા રાજ્યોમાં) પર્યાપ્ત છે કે નહીં તે જોવા માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે અને તે મુજબ વ્યવસ્થા કરવી. સૌથી વધુ જરૂરિયાતમંદ જિલ્લો છે તે માટે રાજ્ય સરકાર સાથે સંકલન કરીને દેશભરમાં સમયસર ખાતર પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ગયા વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં વિક્રમજનક1.5 મિલિયન ટન ખાતરની આયાત કરવામાં આવી ત્યારે સરકારે રેલવે પરિવહન દ્વારા બંદરોથી જિલ્લા મથક સુધી તેમની અવરજવરને સરળ બનાવી હતી આ વર્ષે પણ ઉનાળો અને ચોમાસુ પાકમાં ખાતરની અછત ન પડે તે માટે સરકારે અત્યારથી જ કવાયત હાથ ધરી દીધી છે.